Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 200
________________ છે ! આ પૂર્વજન્મનાં દ્રવ્યકર્મના ચશ્માં ચઢાવ્યાં છે. એનાથી આ બધું દેખાય છે ! જો ચશ્માં લક્ષમાં રહે, પોતે લક્ષમાં રહે અને બહારની હકીકત લક્ષમાં રહે, તો કશો વાંધો નથી. ૩૬૭૭ આત્મજ્ઞાની અને તેમના આશ્રયવાન જ દ્રવ્યકર્મને સમજી શકે. દ્રવ્યકર્મ એટલે પરિણામ પામી ગયેલું હોય, ‘ઈફેક્ટિવ' હોય તે.. ૩૬૭૮ સંસારમાં રખડાવનારો ધર્મ છે, એને શુભાશુભ ધર્મ કહેવામાં આવે છે અને મોક્ષે લઈ જનારો ધર્મ, એને શુદ્ધ ધર્મ કહેવામાં આવે છે ! ૩૬૭૯ શુદ્ધ વ્યવહાર પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. સવ્યવહાર પરોક્ષ મોક્ષનું કારણ છે. ૩૬૮૦ શુદ્ધ વ્યવહાર કોને કહેવો? “સ્વરૂપનું ભાન’ થાય ત્યાર પછી જ શુદ્ધ વ્યવહાર શરૂ થાય છે, ત્યાં સુધી સવ્યવહાર છે. ૩૬૮૧ શુદ્ધ વ્યવહાર ને સવ્યવહારમાં શો ફેર છે ? સવ્યવહાર અહંકાર સહિત હોય. શુદ્ધ વ્યવહાર અહંકાર રહિત હોય ! ૩૬૮૨ શુદ્ધ વ્યવહાર સંપૂર્ણ ધર્મધ્યાન આપે. સવ્યવહાર અલ્પાંશે કરીને ધર્મધ્યાન આપે. ૩૬૮૩ જેટલો શુદ્ધ વ્યવહાર હોય તેટલો “શુદ્ધ ઉપયોગ’ રહે ! ૩૬૮૪ “શુદ્ધ ઉપયોગ' એટલે પોતે' જ્ઞાતા-દ્રષ્ટા હોય પણ જુએ શું? શુદ્ધ વ્યવહાર જુએ ! ૩૬૮૫ શુદ્ધ વ્યવહાર એટલે કષાયરહિતનો વ્યવહાર. ૩૬૮૬ જ્યાં “શુદ્ધ વ્યવહાર' નથી, “વ્યવહારનું ફાઉન્ડેશન (પાયો જ) નથી, ત્યાં ‘નિશ્ચય' જેવી કોઈ વસ્તુ જ નથી ! ૩૬૮૭ જ્યાં શુદ્ધ વ્યવહાર નથી, ત્યાં નિશ્ચયનું આરાધન ફળ આપતું નથી. ૩૬૮૮ વ્યવહાર તો હોવો જ જોઈએ, પણ શુદ્ધ વ્યવહાર હોવો જોઈએ ! ૩૬૮૯ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ના થાય, એનું નામ શુદ્ધ વ્યવહાર. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય તે અશુભ વ્યવહાર. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન શલ્યની માફક ખૂંચે, ત્યારે શુભ વ્યવહાર. ૩૬૯૦ યથાર્થ વ્યવહાર એ સાપેક્ષ વસ્તુ છે. એટલે સંસારી વ્યવહારને યથાર્થ વ્યવહાર કહેવાય. સાધુ વ્યવહારને યથાર્થ વ્યવહાર કહેવાય. પણ જ્યાં આત્મા ને પરમાત્માની વાત હોય ત્યાં જે વ્યવહાર હોય, તે શુદ્ધ વ્યવહાર હોય. એ વ્યવહાર હોય છતાં બંધન ના થાય ! ૩૬૯૧ ખરો યથાર્થ વ્યવહાર કોને કહેવાય છે ? શુદ્ધ વ્યવહારને. નિશ્ચય પ્રાપ્ત થયા પછી બાકી જે રહે, તેનું નામ શુદ્ધ વ્યવહાર ! ૩૬૯૨ શુદ્ધ વ્યવહારમાં કશું ય કરવું ના પડે. એ તો “ઓટોમેટિક' થાય. એ નિકાલી છે. શુદ્ધ વ્યવહારમાં અહંકારની જરૂર નથી હોતી. શુભ વ્યવહારમાં અહંકારની જરૂર હોય છે. ૩૬૯૩ નિશ્ચય શુદ્ધ હશે તો વ્યવહાર જલ્દી શુદ્ધ થશે, નહીં તો નિશ્ચયને લક્ષમાં રાખીને વ્યવહાર શુદ્ધ કરવો પડશે ! ૩૬૯૪ ‘નિજ સ્વરૂપનું ભાન થયા સિવાય વ્યવહાર ‘હેલ્પ' કરી શકશે નહીં અને શુદ્ધ વ્યવહાર સિવાય નિજ સ્વરૂપનું ભાન હેલ્પ' કરી શકશે નહીં. આ બેઉ “રીલેટેડ' છે ! ૩૬૯૫ આ તો વિજ્ઞાન છે. શુદ્ધ વ્યવહાર ને શુદ્ધ નિશ્ચય સહિત ! શુદ્ધ વ્યવહાર થયા સિવાય મોક્ષની વાત કોઈએ કરવી નહીં! ૩૬૯૬ આ તો ખાલી વ્યવહાર ઊભો થયો છે સમસરણ માર્ગનો.

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235