Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 198
________________ ૩૬૪૮ સંવર એટલે નવાં કર્મોનો બંધ થતો અટકતો હોય. સંવર ક્યાં હોય ? સ્યાદ્વાદ હોય ત્યાં. જ્યાં ‘યથાર્થ જ્ઞાન’ હોય ત્યાં સ્યાદ્વાદ હોય ! ૩૬૪૯ સમકિત કોને કહેવાય ? પહેલું વ્યવહાર સમકિત થવું જોઈએ કે આ બધામાં ક્યા દેવ છે, તે મોક્ષે લઈ જશે ? એવી એને સમજણ આવવી જોઈએ. સમજણમાં એવું બેસે કે આ સ્ત્રીવાળા, હથિયારવાળા દેવો મોક્ષ ના લઈ જાય. ફક્ત વીતરાગ મોક્ષે લઈ જશે, એવી ખાતરી બેસે ત્યારે વ્યવહાર સમકિત થાય ! ત્યાર પછી આત્માની કંઈક પણ શબ્દોથી અને સમજ બેસે ત્યારે સાચું સમકિત થયું કહેવાય, શુદ્ધ સમકિત. અને આપણે અહીં અક્રમમાં પરમાર્થ સમકિત આપીએ છીએ ! ૩૬૫૦ ‘વ્યવહારથી કર્તા' ના માનવું તે ય મિથ્યાત્વ. અને ‘હું નિશ્ચયથી કર્તા છું' તે ય મિથ્યાત્વ. ‘હું કર્તા છું’ એ ભાન એ મિથ્યાત્વ છે. ૩૬૫૧ ‘જ્ઞાની’ સભ્યમાં રહે ને દુનિયા મિથ્યાત્વમાં રહે. ‘જ્ઞાની’ સમ્યક્માં જાગે ને દુનિયા મિથ્યાત્વમાં જાગે. ૩૬૫૨ શાસ્ત્રજ્ઞાનથી સમ્યક્ દર્શન થાય નહીં. અનુભવજ્ઞાનથી સમ્યક્ દર્શન થાય ! ૩૬૫૩ અજ્ઞાન ગયું ત્યારથી જ મુક્તિનો અનુભવ થાય. અજ્ઞાનથી બંધન છે. શેનું અજ્ઞાન ? પોતે પોતાનાથી જ અજ્ઞાન છે. કૃષ્ણ ભગવાને આને ગુહ્યતમ ‘વિજ્ઞાન’ કહ્યું છે. ગુહ્ય જ કોઈ સમજી શકતા નથી તો ગુહ્યતર ને ગુહ્યતમ ક્યારે સમજાય ? ને ૩૬૫૪ ‘હું ચંદુભાઈ છું’ એ ઊંધી શ્રદ્ધા બેઠી છે તે ઘણું ય ભૂલવા માગે તો ય એ ભૂલાય ? એ તો રીતસર ‘જ્ઞાની'ના આધારે એનો તાર કપાઈ જવો જોઈએ. સૂક્ષ્મ તારો, શ્રદ્ધાના તારો બેઠેલા હોય છે. એ ‘રોંગ બિલીફો’ તૂટે અને ‘રાઈટ બિલીફ' બેસે તો કામ લાગે ! ‘રાઈટ બિલીફ’ને ‘સમ્યક્ દર્શન' કહ્યું. ‘રોંગ બિલીફ’ને ‘મિથ્યાત્વ' કહ્યું. ૩૬૫૫ ‘હું ચંદુભાઈ છું’ આ શાસ્ત્રોનું જ્ઞાન મને મોઢે છે, શ્રુતજ્ઞાન મને મોઢે છે' એ બધાંને ભગવાને દેહાધ્યાસ કહ્યો. કારણ કે ‘હું ચંદુભાઈ છું’ એ અધ્યાસ તૂટ્યો નથી. ‘હું શુદ્ધાત્મા છું' એ ભાન થયું કે બધો ઉકેલ આવી ગયો ! ૩૬૫૬ સમકિત તો આત્મજ્ઞાની પુરુષ પાસે પ્રાપ્ત થાય. નિમિત્ત જોઈએ. સમકિત થયા પછી ચિંતા-ઉપાધિ ના થાય, આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય ! આત્મજ્ઞાનીની ભક્તિ કરવાથી, એમની પાસેથી એમની કૃપા ઊતરે એટલે સમિકત થઈ જાય ! ૩૬૫૭ સકિત ના થાય ત્યાં સુધી ‘વિષરસ’ ટપક્યા કરે. એટલે વાણી વિષવાળી થઈ જાય, વર્તન વિષવાળું થઈ જાય, બધું વિષવાળું થઈ જાય. અને સમિત થાય કે તરત જ મહીં અમૃત પડવા માંડે ! એટલે દહાડે દહાડે અમૃતવાળી વાણી થાય, વર્તન અમૃતવાળું થાય, બધું અમૃતવાળું થાય, ક્રોધમાન-માયા-લોભ જતાં રહે બધાં ! ૩૬૫૮ આ પૂર્વ દિશા જાણીએ એટલે પછી બીજી બધી દિશાનો ફોડ પડે કે નહીં ? અજ્ઞાનની દિશા જાણે તો સામી જ્ઞાનની દિશા જડે કે ના જડે ? આ તો અજ્ઞાને ય જાણ્યું નથી. અજ્ઞાન જાણ્યું એટલે બાકી રહ્યું તે પેલું જ્ઞાન. અજ્ઞાન જ જાણવું બહુ મુશ્કેલ છે. જ્ઞાન જાણવું સહેલું છે. ૩૬૫૯ સંસારમાં રહીએ છતાં સંસાર અડે નહીં, એનું નામ ‘સમકિત.’ એ તો ‘જ્ઞાની પુરુષ’ની કૃપાથી પ્રાપ્ત થાય. ‘જ્ઞાની પુરુષ'માં ભગવાન પ્રગટ થઈ ગયેલા હોય !

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235