________________
૩૬૪૮ સંવર એટલે નવાં કર્મોનો બંધ થતો અટકતો હોય. સંવર ક્યાં હોય ? સ્યાદ્વાદ હોય ત્યાં. જ્યાં ‘યથાર્થ જ્ઞાન’ હોય ત્યાં સ્યાદ્વાદ હોય !
૩૬૪૯ સમકિત કોને કહેવાય ? પહેલું વ્યવહાર સમકિત થવું જોઈએ કે આ બધામાં ક્યા દેવ છે, તે મોક્ષે લઈ જશે ? એવી એને સમજણ આવવી જોઈએ. સમજણમાં એવું બેસે કે આ સ્ત્રીવાળા, હથિયારવાળા દેવો મોક્ષ ના લઈ જાય. ફક્ત વીતરાગ મોક્ષે લઈ જશે, એવી ખાતરી બેસે ત્યારે વ્યવહાર સમકિત થાય ! ત્યાર પછી આત્માની કંઈક પણ શબ્દોથી અને સમજ બેસે ત્યારે સાચું સમકિત થયું કહેવાય, શુદ્ધ સમકિત. અને આપણે અહીં અક્રમમાં પરમાર્થ સમકિત આપીએ છીએ !
૩૬૫૦ ‘વ્યવહારથી કર્તા' ના માનવું તે ય મિથ્યાત્વ. અને ‘હું નિશ્ચયથી કર્તા છું' તે ય મિથ્યાત્વ. ‘હું કર્તા છું’ એ ભાન એ
મિથ્યાત્વ છે.
૩૬૫૧ ‘જ્ઞાની’ સભ્યમાં રહે ને દુનિયા મિથ્યાત્વમાં રહે. ‘જ્ઞાની’ સમ્યક્માં જાગે ને દુનિયા મિથ્યાત્વમાં જાગે.
૩૬૫૨ શાસ્ત્રજ્ઞાનથી સમ્યક્ દર્શન થાય નહીં. અનુભવજ્ઞાનથી સમ્યક્ દર્શન થાય !
૩૬૫૩ અજ્ઞાન ગયું ત્યારથી જ મુક્તિનો અનુભવ થાય. અજ્ઞાનથી બંધન છે. શેનું અજ્ઞાન ? પોતે પોતાનાથી જ અજ્ઞાન છે. કૃષ્ણ ભગવાને આને ગુહ્યતમ ‘વિજ્ઞાન’ કહ્યું છે. ગુહ્ય જ કોઈ સમજી શકતા નથી તો ગુહ્યતર ને ગુહ્યતમ ક્યારે સમજાય ? ને
૩૬૫૪ ‘હું ચંદુભાઈ છું’ એ ઊંધી શ્રદ્ધા બેઠી છે તે ઘણું ય ભૂલવા માગે તો ય એ ભૂલાય ? એ તો રીતસર ‘જ્ઞાની'ના આધારે એનો તાર કપાઈ જવો જોઈએ. સૂક્ષ્મ તારો, શ્રદ્ધાના તારો
બેઠેલા હોય છે. એ ‘રોંગ બિલીફો’ તૂટે અને ‘રાઈટ બિલીફ' બેસે તો કામ લાગે ! ‘રાઈટ બિલીફ’ને ‘સમ્યક્ દર્શન' કહ્યું. ‘રોંગ બિલીફ’ને ‘મિથ્યાત્વ' કહ્યું.
૩૬૫૫ ‘હું ચંદુભાઈ છું’ આ શાસ્ત્રોનું જ્ઞાન મને મોઢે છે, શ્રુતજ્ઞાન મને મોઢે છે' એ બધાંને ભગવાને દેહાધ્યાસ કહ્યો. કારણ કે ‘હું ચંદુભાઈ છું’ એ અધ્યાસ તૂટ્યો નથી. ‘હું શુદ્ધાત્મા છું' એ ભાન થયું કે બધો ઉકેલ આવી ગયો !
૩૬૫૬ સમકિત તો આત્મજ્ઞાની પુરુષ પાસે પ્રાપ્ત થાય. નિમિત્ત જોઈએ. સમકિત થયા પછી ચિંતા-ઉપાધિ ના થાય, આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય ! આત્મજ્ઞાનીની ભક્તિ કરવાથી, એમની પાસેથી એમની કૃપા ઊતરે એટલે સમિકત થઈ જાય !
૩૬૫૭ સકિત ના થાય ત્યાં સુધી ‘વિષરસ’ ટપક્યા કરે. એટલે વાણી વિષવાળી થઈ જાય, વર્તન વિષવાળું થઈ જાય, બધું વિષવાળું થઈ જાય. અને સમિત થાય કે તરત જ મહીં અમૃત પડવા માંડે ! એટલે દહાડે દહાડે અમૃતવાળી વાણી થાય, વર્તન અમૃતવાળું થાય, બધું અમૃતવાળું થાય, ક્રોધમાન-માયા-લોભ જતાં રહે બધાં !
૩૬૫૮ આ પૂર્વ દિશા જાણીએ એટલે પછી બીજી બધી દિશાનો ફોડ
પડે કે નહીં ? અજ્ઞાનની દિશા જાણે તો સામી જ્ઞાનની દિશા જડે કે ના જડે ? આ તો અજ્ઞાને ય જાણ્યું નથી. અજ્ઞાન જાણ્યું એટલે બાકી રહ્યું તે પેલું જ્ઞાન. અજ્ઞાન જ જાણવું બહુ મુશ્કેલ છે. જ્ઞાન જાણવું સહેલું છે.
૩૬૫૯ સંસારમાં રહીએ છતાં સંસાર અડે નહીં, એનું નામ ‘સમકિત.’ એ તો ‘જ્ઞાની પુરુષ’ની કૃપાથી પ્રાપ્ત થાય. ‘જ્ઞાની પુરુષ'માં ભગવાન પ્રગટ થઈ ગયેલા હોય !