________________
૩૬૬૦ જ્યાં કંઈ પણ કર્તાભાવ છે ત્યાં સમકિત પ્રાપ્ત ના થાય. ૩૬૬૧ કર્તાભાવમાં મોહ છે, અકર્તાભાવમાં ‘ચારિત્રમોહ' છે.
મોહમાંથી બીજ પડે ને ચારિત્રમોહમાંથી બીજ ના પડે ! સળી કરો ને મોઢાના ભાવ બદલે તો હું જાણું કે એને મોહ છે.
૩૬૬ ૨. દર્શન મોહનીય આ સંસારનું ‘કોઝ’ છે અને ચારિત્ર મોહનીય આ સંસારની ‘ઈફેક્ટ' છે.
૩૬૬૩ દર્શનમોહ એટલે શું કે પોતે જે છે તે નહીં હોવા છતાં આરોપિત ભાવે બોલવું કે ‘હું ચંદુલાલ છું’ એ દર્શનમોહ ! ૩૬૬૪ જગતનું ‘રૂટ કોઝ' દર્શનમોહ છે. દર્શનમોહ એ કયા સ્વરૂપે છે ? ‘ઈગોઈઝમ’ સ્વરૂપે છે !
૩૬૬૫ દર્શનમોહ એટલે શું ? પોતને પોતાની વિસ્મૃતિ થઈ ગઈ, એનાથી ઊભું જે થયું એ મોટી ભૂલ. એ ભૂલને લઈને સંસાર ઊભો રહ્યો છે. એ આપણે તોડી આપીએ છીએ. ૩૬૬૬ અકર્તાભાન એ સંવર, કર્તાભાન એ આશ્રવ. ૩૬૬૭ પૌદ્ગલિક લેવા-દેવાનો વ્યવહાર જેને બંધ થયો, તેને નિઃશંક આત્મા પ્રાપ્ત થયો કહેવાય. તેને ક્ષાયિક સમકિત કહેવાય.
૩૬૬૮ ક્ષાયિક સમકિત એટલે પુદ્ગલ પરિણતિનો આખો ય ત્યાગ. એ તો દર્શન કરવા જેવાં ગણાય ! આખા ‘વર્લ્ડ’ની અજાયબી કહેવાય !
૩૬૬૯ મન-વચન-કાયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ ‘જ્ઞાની’નાં ચરણોમાં અર્પણ કરવાનું છે. નોકર્મ એટલે ‘ડિસ્ચાર્જ' થતાં કર્મ. ભાવકર્મ એટલે ‘ચાર્જ' થતાં કર્મ અને દ્રવ્યકર્મ એટલે દ્રષ્ટિ. જે છે તેનાથી વિપરીત દેખાડે તે. વિપરીત દેખાય એટલે પછી વિપરીત ચાલે.
૩૬૭૦ જે આવતાં ભવને માટે બીજ નાખે છે તે ભાવકર્મ. જે બીજ
વગરનાં કર્મ છે એ નોકર્મ. અને દ્રવ્યકર્મ શું છે ? એ ગયા અવતારનાં કયા ચશ્માં લાવેલો છે ? ચાર નંબરનાં, આઠ નંબરનાં કે બાર નંબરનાં ચશ્માં છે ? જેવા ચશ્માં લાવ્યો, તેનાથી આખી જિંદગી દેખાય. ચશ્માં લઈને આવ્યો હોય, તે પ્રમાણે સૂઝ પડે.
૩૬૭૧ દ્રવ્યકર્મમાં શક્તિઓ પણ લાવેલો હોય છે. આત્મામાં અનંત
શક્તિઓ છે. પણ એને અંતરાય કરનારી શક્તિઓ પણ લાવેલો હોય છે. બીજું, મૂર્છિત ભાવ, મોહ લાવેલો હોય છે. ૩૬૭૨ દ્રવ્યકર્મ એટલે ભાવકર્મનું ‘રીઝલ્ટ’ ! પણ તે રીઝલ્ટ સ્થૂળ નથી. આવતાં ભવના ચશ્માં સ્વરૂપે છે !
૩૬૭૩ ગાળ ભાંડે એ ‘નોકર્મ’, તે વખતે રૌદ્રભાવ ઉત્પન્ન થાય તે ભાવકર્મ અને રૌદ્રભાવ ઉત્પન્ન થતી વખતે મહીં મૂળ ‘મશીનરી’નું ‘લાઈટ’ દબાય, દ્રષ્ટિ બગડે તે દ્રવ્યકર્મ. અમે ‘જ્ઞાન’ આપીએ છીએ એટલે આ દ્રષ્ટિ ઉડાડીએ છીએ. એટલે ભાવ ઊભા થાય પણ દ્રષ્ટિ ના બગડે, હિંસક ભાવ ના ઉત્પન્ન થાય. તેથી કર્મ ‘ચાર્જ' ના થાય.
૩૬૭૪ દ્રષ્ટિ ના બગડે એટલે ભાવકર્મ જે થયાં તે પણ ‘ડિસ્ચાર્જ’
છે. ભાવકર્મ અને દ્રષ્ટિ બગડે તેનું નામ ‘ચાર્જ’. ‘અક્રમ’માં ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ બધાં જ ‘ડિસ્ચાર્જ’ બની જાય છે !
૩૬૭૫ આત્મા સ્વભાવમાં જ છે, પણ ધુમ્મસ બહુ છે તેથી દેખાય
નહીં. ધુમ્મસ જાય એટલે દેખાય. દ્રવ્યકર્મ ધુમ્મસ જેવું છે. ધુમ્મસમાંથી બહાર નીકળે ત્યાર પછી ય ‘એને’ કેટલાંય કાળ સુધી અસર રહે. ‘જ્ઞાની' તેને છોડી આપે.
૩૬૭૬ પીળા ચશ્માં ચઢાવે તો જગત પીળું દેખાય. આ ચશ્માંનો ખ્યાલ છે તેથી સમજી જાય કે આ ચશ્માંને લીધે પીળું દેખાય