________________
ભેગાં થાય ત્યારે કાર્ય થાય ! ૩૭૧૩ ‘વ્યવસ્થિત' તે નદી અને આપણું નાવડું. તે નાવડું નદીને કહે
છે, ‘તું વાંકીચૂંકી ના ચાલીશ.” ત્યારે નદી નાવડાને કહે છે, મૂઆ, તું વાંકુંચૂંકું ના ચાલીશ. તારે જો જીવતા રહેવું હોય તો હું કરું તેમ કરજે, હું ચાલું તેમ ચાલજે. મને અનુકુળ થજે.
નહીં તો તારા ભાંગીને ભૂક્કા થઈ જશે. મરી જઈશ !” ૩૭૧૪ વ્યવહારમાં ‘થઈ જાય છે એવું એકલું માનનારા ને કરવું
પડે છે” એવું માનનારા બેઉ કાચા છે. આ બે આંખવાળું જ્ઞાન છે. જગત આખાનું જ્ઞાન એક આંખવાળું છે. એકાંતિક જ્ઞાન છે. “આ કરવું પડે છે' એવું વ્યવહારમાં બોલવાનું ને “થઈ જાય છે' એ લક્ષમાં રાખવાનું છે. “કરવું પડશે' એ ભાવ છે
ને “થઈ જાય છે' તે “વ્યવસ્થિત છે. ૩૭૧૫ ‘વ્યવસ્થિત” એટલે કાંઈ છાપેલી વસ્તુ નથી. તમે જેવાં
પરિણામ કરો તેવું જ વ્યવસ્થિત' ગોઠવાયેલું હોય છે. ‘વ્યવસ્થિત' પોતાનાં પરિણામ ઉપર આધાર રાખે છે. પોતાનાં પરિણામનો આમ સીધો બદલો નથી મળતો પણ એ કુદરત'માં જાય ને તેમાં બીજા સંયોગો ભળે, ને કુદરત
ભળતાં જે પ્રમાણ થાય, જે રંગ-રૂપ થાય તેવું રૂપક આવે. ૩૭૧૬ આ ‘વ્યવસ્થિત' ના હોત તો આ મુંબઈ શહેરમાં કોઈ નવા
માણસને ઘર જ ના જડત !પણ આ ‘વ્યવસ્થિત' હેલ્પ કરે છે ! ૩૭૧૭ ‘વ્યવસ્થિત' ઉપર “વ્યવસ્થિત'ની ય સત્તા નથી, ‘વ્યવસ્થિત'
તો ખાલી “રીઝલ્ટ” આપે છે ! જો “વ્યવસ્થિત'ની સત્તા હોત તો તે કહેતા કે મારે લીધે જ બધું ચાલે છે!' જો ભગવાનની સત્તા હોત તો તે “રોફ’માં આવી જાત ! કોઈથી બોલાય તેવું
નથી. ખાલી નિમિત્તથી જ જગત ઊભું થયું છે ! ૩૭૧૮ નિમિત્તનો ત્યાગ કરવો એ ય ગુનો છે ને નિમિત્તની આગળ
દીન થઈ જવું તે ય ગુનો છે.
૩૭૧૯ ‘વ્યવસ્થિત'નું જ્ઞાન જગતના લોકોને અપાય એવું નથી. કારણ
કે જો “સ્વરૂપનું જ્ઞાન' ના હોય તો બહારનું બધું ‘વ્યવસ્થિત' છે કરીને સૂઈ રહે, કશો વાંધો નથી કહે. એટલે અવળા ભાવ કરે ને આવતો ભવ બગડે. આ ભવમાં ના બગડે એવું ‘વ્યવસ્થિત' છે. ‘વ્યવસ્થિત' બહુ સમજવા જેવું છે, બહુ
ઊંડી વાત છે. ૩૭૨૦ અમારું અનંત અવતારનું સરવૈયું ‘આ’ છે ! હું ‘જે' લાવ્યો
છું, તે અનંત અવતારથી સરવૈયું કરતો કરતો, કરતો, કરતો. લાવ્યો છું. એ સરવૈયું છે, “વ્યવસ્થિત' ! સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ ” જે જગતને
ચલાવે છે ! ૩૭૨૧ એક આત્મામાં આખા બ્રહ્માંડની શક્તિ છે ! એને પ્રગટ કરવા
માંડો. જેમ જેમ સંસાર બાજુની દ્રષ્ટિ ઓછી થતી જશે, તેમ તેમ આત્માભણી દ્રષ્ટિ થતી જશે, તેમ તેમ આત્મશક્તિ પ્રગટ થતી જાય ! પણ આ બાજુ પાર વગરનાં ખેતરાં છે. તે હજુ
ખેડવાં જ પડશે ને ? ૩૭૨૨ પરમાત્મા એટલે પોતે પોતાની “ફૂલ' (સંપૂર્ણ) શક્તિઓ
ડેવલપ થઈ જાય, બધી શક્તિ પ્રગટ થાય ! તે પણ આ શક્તિઓ માત્ર આવરાઈ ગઈ છે. નહીં તો પોતે જ પરમાત્મા છે. કોઈ કરોડપતિના અબજો રૂપિયા જમીનમાં દટાયેલા હોય પણ ના જડે ને એ પાંચ રૂપિયા માગવા જાય એવું થઈ ગયું
૩૭૨૩ સંયમમાં આવે ત્યાંથી સ્વભાવ સત્તા પ્રગટ થતી જાય. ૩૭૨૪ આત્મા વીતરાગ છે કે રાગ-દ્વેષવાળો ? આત્મા વીતરાગ છે !
તો પછી રાગ-દ્વેષ કેવી રીતના છોડાવો છો ? તું તો વીતરાગ જ છે ! “તું” કેવી રીતે વીતરાગ છે, તે તું સમજ્યો નથી. માટે