Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 196
________________ ૩૬૧૪ એક મિનિટમાં વૈરાગ્ય આવે એવું આ જગત છે. એમાં વૈરાગ્ય આવતો નથી એ ય એક અજાયબી છે ! ૩૬૧૫ વિષય હોય છતાં ય યાદ ના આવે, એનું નામ નિર્વિષય. વિષય ના હોય છતાં યાદ આવે, એનું નામ વિષય. ૩૬ ૧૬ જે ભોગ આપણને યાદ આવે એ ઉપભોગમાં પરિણામ પામે. જે ભોગ યાદ ના આવે તે અડે નહીં, નિર્લેપભાવ રહે. ૩૬૧૭ વાસનાઓ શું છે ? તે કેવી રીતે જાય ? “હું ચંદુભાઈ છું' એ મિટે તો જ વાસનાઓ જાય. નહીં તો વાસનાઓ જાય નહીં. ૩૬ ૧૮ સર્વ પ્રકારના ભાવો ઉત્પન્ન થાય એવું આ જગત છે. એમાં દેહનિંદ્રા આવશે તો ચાલશે પણ ભાવનિદ્રા ના આવવી જોઈએ. ૩૬૧૯ આ ટ્રેન સામી આવે છે ત્યારે કંઈ નિંદ્રા આવે છે ? આ ટ્રેન તો એક અવતારનું મરણ લાવે, પણ ભાવનિંદ્રા તો અનંત અવતારનું મરણ લાવશે. ચિત્ર-વિચિત્ર ભાવ ઉત્પન્ન થાય એવું આ જગત છે. એમાં તારે તારું સમજી લેવાનું છે. જો તને ભાવનિંદ્રા હશે તો જગત તને ચોંટશે. ૩૬ ૨૦ જ્યાં ભાવનિંદ્રા આવે ત્યાં જ પ્રતિક્રમણ કરવું અને જેની આગળ ભાવનિંદ્રા આવે તેનાં જ આત્મા પાસે બ્રહ્મચર્ય પાળવાની શક્તિ માગવી. એ ડાયરેક્ટ વાત છે. જેની સાથે દુકાન મંડાય છે તેની પાસે જ શક્તિ માંગવી એટલે હિસાબ ચોખ્ખા થાય ! ૩૬૨૧ બ્રહ્મચર્ય એટલે શું ? આ પુરણ થયું એ ગલન ના થાય તે બ્રહ્મચર્ય. આ તો પૂરણ જેને નિયમમાં હોય, તે બ્રહ્મચર્ય પાળી શકે ! ૩૬૨૨ આ કાળમાં બહાર નીકળ્યા એટલે “ઓપન’ બજાર ! સાંજ સુધી સોદો કશો ય કર્યો ના હોય પણ બાર સોદા તો એમ ને એમ લખી નાખ્યા હોય ! ખાલી જોવાનાં જ સોદા થઈ જાય ! બીજો સોદા તો થવાના હશે તે થશે, પણ જોવાનાં જ સોદા કરી નાખે ! એ ભયંકર રોગ કહેવાય ! જોવા માત્રથી જ સોદો થઈ જાય. “સ્વરૂપનું જ્ઞાન આપણું મળ્યા પછી સામામાં શુદ્ધાત્મા દેખાય. ૩૬૨૩ આ તો આંખના ચમકારા છે. આંખ અડે કે ચિત્ત ચોંટે ! એમાં આંખનો શો દોષ? મનનો ય શો દોષ? આપણે કાચા ત્યારે મન ચઢી બેસે ? ગુનો આપણો જ. ૩૬૨૪ એક પત્નીવ્રતનો કાયદો હોય એ ‘લિમિટવાળું કહેવાય. એ ઊર્ધ્વગતિમાં લઈ જાય. મોક્ષે જવાની ‘લિમિટ' કઈ ? “એક પત્નીવ્રત.” ૩૬૨૫ આ કાળના મનુષ્યોનું બ્રહ્મચર્ય પાળવાનું ગજું નથી. આ પૈણેલો શું કરે ? તેથી અમે કહીએ છીએ કે આ કાળમાં જે એક પત્નીવ્રત ધરાવશે તેનો મોક્ષ થશે એવી ગેરેન્ટી' આપીએ છીએ ! પણ અમારી પાસે આવીને વાતને સમજો. ૩૬૨૬ જ્યાં આકર્ષણ થયું, આકર્ષણમાં તન્મયાકાર થયો ત્યાં ચોંટ્યો. આકર્ષણ થયું તેનો વાંધો નહીં, પણ તન્મયાકાર ના થયો એ જીત્યો. ૩૬૨૭ વિષયો વિષયમાં વર્તે છે. આ તો વગર કામના “ઈગોઈઝમ' કરે છે. “ઈગોઈઝમ' જાય નહીં ત્યાં સુધી તો, “ઈગોઈઝમ' કર્યા વગર રહે નહીં ને ? એ “ઈગોઈઝમ' ક્યારે જાય ? એનો આધાર જાય ત્યારે. એનો શો આધાર છે? “અજ્ઞાન.” અજ્ઞાન ક્યારે જાય ? જ્ઞાની મળે ત્યારે. ૩૬૨૮ આત્મા એ જ બ્રહ્મચર્ય છે. જેને આત્મસુખ લાધે, તેને અબ્રહ્મચર્યના વિચાર જ ના આવે !

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235