________________
૩૬૧૪ એક મિનિટમાં વૈરાગ્ય આવે એવું આ જગત છે. એમાં
વૈરાગ્ય આવતો નથી એ ય એક અજાયબી છે ! ૩૬૧૫ વિષય હોય છતાં ય યાદ ના આવે, એનું નામ નિર્વિષય.
વિષય ના હોય છતાં યાદ આવે, એનું નામ વિષય. ૩૬ ૧૬ જે ભોગ આપણને યાદ આવે એ ઉપભોગમાં પરિણામ પામે.
જે ભોગ યાદ ના આવે તે અડે નહીં, નિર્લેપભાવ રહે. ૩૬૧૭ વાસનાઓ શું છે ? તે કેવી રીતે જાય ? “હું ચંદુભાઈ છું'
એ મિટે તો જ વાસનાઓ જાય. નહીં તો વાસનાઓ જાય
નહીં.
૩૬ ૧૮ સર્વ પ્રકારના ભાવો ઉત્પન્ન થાય એવું આ જગત છે. એમાં
દેહનિંદ્રા આવશે તો ચાલશે પણ ભાવનિદ્રા ના આવવી
જોઈએ. ૩૬૧૯ આ ટ્રેન સામી આવે છે ત્યારે કંઈ નિંદ્રા આવે છે ? આ ટ્રેન
તો એક અવતારનું મરણ લાવે, પણ ભાવનિંદ્રા તો અનંત અવતારનું મરણ લાવશે. ચિત્ર-વિચિત્ર ભાવ ઉત્પન્ન થાય એવું આ જગત છે. એમાં તારે તારું સમજી લેવાનું છે. જો
તને ભાવનિંદ્રા હશે તો જગત તને ચોંટશે. ૩૬ ૨૦ જ્યાં ભાવનિંદ્રા આવે ત્યાં જ પ્રતિક્રમણ કરવું અને જેની
આગળ ભાવનિંદ્રા આવે તેનાં જ આત્મા પાસે બ્રહ્મચર્ય પાળવાની શક્તિ માગવી. એ ડાયરેક્ટ વાત છે. જેની સાથે દુકાન મંડાય છે તેની પાસે જ શક્તિ માંગવી એટલે હિસાબ
ચોખ્ખા થાય ! ૩૬૨૧ બ્રહ્મચર્ય એટલે શું ? આ પુરણ થયું એ ગલન ના થાય તે
બ્રહ્મચર્ય. આ તો પૂરણ જેને નિયમમાં હોય, તે બ્રહ્મચર્ય પાળી
શકે ! ૩૬૨૨ આ કાળમાં બહાર નીકળ્યા એટલે “ઓપન’ બજાર ! સાંજ
સુધી સોદો કશો ય કર્યો ના હોય પણ બાર સોદા તો એમ ને એમ લખી નાખ્યા હોય ! ખાલી જોવાનાં જ સોદા થઈ જાય ! બીજો સોદા તો થવાના હશે તે થશે, પણ જોવાનાં જ સોદા કરી નાખે ! એ ભયંકર રોગ કહેવાય ! જોવા માત્રથી જ સોદો થઈ જાય. “સ્વરૂપનું જ્ઞાન આપણું મળ્યા પછી
સામામાં શુદ્ધાત્મા દેખાય. ૩૬૨૩ આ તો આંખના ચમકારા છે. આંખ અડે કે ચિત્ત ચોંટે ! એમાં
આંખનો શો દોષ? મનનો ય શો દોષ? આપણે કાચા ત્યારે
મન ચઢી બેસે ? ગુનો આપણો જ. ૩૬૨૪ એક પત્નીવ્રતનો કાયદો હોય એ ‘લિમિટવાળું કહેવાય. એ
ઊર્ધ્વગતિમાં લઈ જાય. મોક્ષે જવાની ‘લિમિટ' કઈ ? “એક
પત્નીવ્રત.” ૩૬૨૫ આ કાળના મનુષ્યોનું બ્રહ્મચર્ય પાળવાનું ગજું નથી. આ
પૈણેલો શું કરે ? તેથી અમે કહીએ છીએ કે આ કાળમાં જે એક પત્નીવ્રત ધરાવશે તેનો મોક્ષ થશે એવી ગેરેન્ટી' આપીએ
છીએ ! પણ અમારી પાસે આવીને વાતને સમજો. ૩૬૨૬ જ્યાં આકર્ષણ થયું, આકર્ષણમાં તન્મયાકાર થયો ત્યાં
ચોંટ્યો. આકર્ષણ થયું તેનો વાંધો નહીં, પણ તન્મયાકાર ના
થયો એ જીત્યો. ૩૬૨૭ વિષયો વિષયમાં વર્તે છે. આ તો વગર કામના “ઈગોઈઝમ'
કરે છે. “ઈગોઈઝમ' જાય નહીં ત્યાં સુધી તો, “ઈગોઈઝમ' કર્યા વગર રહે નહીં ને ? એ “ઈગોઈઝમ' ક્યારે જાય ? એનો આધાર જાય ત્યારે. એનો શો આધાર છે? “અજ્ઞાન.”
અજ્ઞાન ક્યારે જાય ? જ્ઞાની મળે ત્યારે. ૩૬૨૮ આત્મા એ જ બ્રહ્મચર્ય છે. જેને આત્મસુખ લાધે, તેને
અબ્રહ્મચર્યના વિચાર જ ના આવે !