________________
૩૫૯૩ “જ્ઞાની પુરુષ' જ્ઞાન આપે પછી વર્લ્ડમાં આપણો કોઈની જોડે
ઝઘડો રહે નહીં. ફક્ત પાછલી બનેગારી રહે ! ગુનેગારી એટલે આપણે પહેલાં કરેલી ભૂલો. જે આપણને કલમાં લાગી ગયેલી
છે તે. એ કલમોનો આપણે હિસાબ ચૂકવવો પડે! ૩૫૯૪ મોક્ષ એટલે સંસારને માટે “કમ્પલીટ અફિટ' (અયોગ્ય).
એટલે તમે “અફિટ' થતાં જાવ છો એ તમારા હિતમાં છે
કે અહિતમાં છે, એ તમારે જોવું જોઈએ ! ૩૫૫ શબ્દનો પરમ અર્થ એટલે મોક્ષ. વસ્તુનો છેલ્લામાં છેલ્લો
અર્થ તે મોક્ષ. ૩૫૯૬ વ્યવહારમાં રાંડે ત્યારે ઘરને ખૂણે બેસે. સંસારમાં રાંડે ત્યારે
મોક્ષને ખૂણે બેસે. ૩૫૯૭ નિર્વાણ આત્માનું થાય છે કે અનાત્માનું ? “અનાત્મ
વિભાગનું'! આત્મા ઉપરથી અનાત્માનું આવરણ છૂટું પડી
જાય છે ! ૩૫૯૮ મોક્ષ એ મેળવવાની વસ્તુ નથી. મોક્ષ તો પોતાનો સ્વભાવ જ
છે. તમે મોક્ષસ્વરૂપ જ છો. પણ તમારું મોક્ષ સુખ તમે
ભોગવતાં નથી. તમને તમારા સ્વરૂપનું ભાન થવું જોઈએ. ૩૫૯૯ જ્ઞાન-દર્શન-ચારિત્ર સમ્યક્ થાય, એનું નામ મોક્ષ ! ૩૬00 કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પ્રમાણ ના દુભાય એ જ આપણો
ભાવ હોવો જોઈએ. ધર્મનું પ્રમાણ દુભાવવું છે અને મોક્ષ
કરવો છે એ બે બને નહીં. ૩૬૦૧ વારણથી નિવારણ ને નિવારણથી નિર્વાણ ! ૩૬૦૨ દુશ્મન સામો આવીને ઊભો રહે ને અણગમો થાય કે તુર્ત
જ વારણ મૂકી દેવું, તેના માટે સહેજ પણ અવળો વિચાર આવવા દેશો નહીં. સામો અનંત ઉપકારી છે એમ માનજો.
૩૬૦૩ આપણો હાથ કાપી નાખે, ગમે તેટલું તોફાન કરે તો ય તેને
બીજી દ્રષ્ટિથી ના જુઓ. તેને શુદ્ધાત્માથી જુઓ. અવળો
વિચાર આવ્યો એટલે અવળું ‘વહીલ’ ફર્યું. ૩૬૦૪ જો મોક્ષ જોઈતો હોય તો એક અવતાર આ દેહના ટુકડે ટુકડા
કરી નાખે તો ય ચલાવી લેવું. આ દેહના કકડે કકડા થાય તો ય મોક્ષમાર્ગ નહીં ચૂકું, એ નિશ્ચય થાય ત્યારથી જ મહીં અપાર સુખ ઉત્પન્ન થાય તેવું છે. આ દેહને એક અવતાર
સટ્ટામાં મૂકી દો પછી જુઓ. ૩૬૦૫ જ્યાં કાયદો છે, ત્યાં મોક્ષ નથી. આ અમારી અનંત
અવતારની શોધખોળ છે. ૩૬૦૬ જ્યાં કાયદો છે ત્યાં ધર્મ છે, પણ આત્મજ્ઞાન નથી. ૩૬૦૭ જ્યાં કાયદા ત્યાં લૉ-કોર્ટ, આત્મધર્મ નહીં. જ્યાં કાયદો નહીં,
ત્યાં ભગવાનનો વાસ ! ૩૬૦૮ જ્યાં “લૉ’ હોય ત્યાં સંપૂર્ણ વીતરાગી જ્ઞાન ના હોય. અહીં
તો ‘નો લૉ-લૉ” હોય ! ૩૬૦૯ ‘નો લૉ-લૉ’ એટલે સ્વસંયમી ! ૩૬૧૦ આ બધાં કષાય ઊભાં થાય છે, તે વિષયમાંથી ઊભાં થયાં
છે. એ ચારિત્રમોહ એવો હોય કે “જ્ઞાનને પણ ઉડાડી મૂકે !
ભડકો કરી દેવડાવે ! ૩૬ ૧૧ ભય રાખવા જેવો હોય તો વિષયનો રાખવા જેવો છે. બીજી
કોઈ આ જગતમાં ભય રાખવા જેવી જગ્યા નથી. માટે
એનાથી ચેતતા રહેવું. ૩૬૧૨ વિષયની ચંચળતા એ જ અનંત અવતારના દુઃખનું મૂળિયું છે. ૩૬૧૩ એક જ વખતના વિષયોથી અબજોનું નુકસાન છે. ભયંકર
હિંસા છે !