________________
એનું નામ શુદ્ધ વ્યવહાર ! ૩૫૭૨ જેનાં વાણી, વર્તન ને વિનય મનોહર થઈ જાય, એનો
વ્યવહાર બધો ય આદર્શ થઈ ગયો ! ૩૫૭૩ આદર્શ વ્યવહાર અને નિર્વિકલ્પ પદ, એ બે પ્રાપ્ત થઈ જાય,
પછી શું રહ્યું ? આખા બ્રહ્માંડને ફેરફાર કરી આપે. ૩૫૭૪ ઘરડા થયા પછી આદર્શ વ્યવહાર થાય તે શા કામનો ?
આદર્શ વ્યવહાર તો જીવનની શરૂઆતથી હોવો જોઈએ. ૩૫૭૫ આદર્શ વ્યવહાર કેવી રીતે પ્રાપ્ત થાય ? તમને (મહાત્માઓને)
નિર્વિકલ્પપદ પ્રાપ્ત થયું છે એટલે એમાં રહેવાથી આદર્શ
વ્યવહાર એની મેળે આવશે. ૩૫૭૬ જેટલો વ્યવહાર આદર્શ થતો જાય, તેટલી સમાધિ વધતી
જાય. ૩૫૭૭ સમભાવથી જે વ્યવહાર થાય, તે શુદ્ધ વ્યવહાર કહેવાય. ૩૫૭૮ જે વ્યવહારમાં ક્રોધ-માન-માયા-લોભ ના વપરાય એ શુદ્ધ
વ્યવહાર કહેવાય. ૩૫૭૯ શુદ્ધ નિશ્ચય જ્યાં આગળ છે ત્યાં બધો વ્યવહાર શુદ્ધ છે. ૩૫૮૦ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય, એનું નામ ‘વ્યવહાર શુદ્ધિ.’ ૩૫૮૧ શુદ્ધ વ્યવહાર નિર્અહંકારી હોય. જેમાં અહંકારનો છાંટો ય
ના હોય એ શુદ્ધ વ્યવહાર ! ૩૫૮૨ જ્યાં સુધી વ્યવહાર ચોખ્ખો ના થાય ત્યાં સુધી મોક્ષ નથી.
વ્યવહારના આધાર પર જ મોક્ષ છે ! આદર્શ વ્યવહાર હોવો
જોઈએ, બીજા કોઈને દુઃખદાયી ના થાય એવો. ૩૫૮૩ ભગવાન કહે છે કે, “વ્યવહારનાં વાક્યો કોઈ દહાડો નિશ્ચય
થવાનાં જ નથી. અમે બધાં જ વાક્યો વ્યવહારથી બોલ્યા
છીએ, નિશ્ચયથી બોલ્યા નથી. તમે નિશ્ચયનાં માની લો, તેમાં અમે શું કરીએ ? તપ કરવાથી મોક્ષ થશે એમ તમે નિશ્ચયથી
માન્યું, તેમાં અમે શું કરીએ ?” ૩૫૮૪ મોક્ષે જવા માટેની બધી મહેનતો વિકલ્પી છે. નિર્વિકલ્પી
મહેનત હોય તો જાણે ઠીક છે. વિકલ્પી મહેનત એટલે ડુંગળી
કાઢી નાખીને શેરડી રોપે એના જેવું ! ૩૫૮૫ મોક્ષે જવા ભયંકર પ્રયત્નો કરે છે. એમાં એમનો દોષ નથી,
એમને સંજોગ બાઝતો નથી. સમકિતનાં સાધનો આમ તો
બહુ ભેગાં કર્યા છે પણ સમકિતનો સંજોગ બાઝતો નથી. ૩૫૮૬ પોતે ભેગાં કરેલાં સમકિતનાં સાધનોને પોતે સાચાં માને છે,
પણ એ સાચાં નથી. સુથાર હોય તે કડિયાનાં હથિયાર લઈને
આવે તો ચાલે ?! એટલે સહુ સહુનાં સાધનો જોઈએ ! ૩૫૮૭ સમકિત પ્રાપ્તિ માટે સૌથી મોટામાં મોટું સાધન એટલે ‘જ્ઞાની
પુરુષનું મળવું એ છે. આ સાધન મળ્યું કે બીજા કોઈ
સાધનની જરૂર નથી. ૩૫૮૮ સંસાર એ વગર મહેનતનું ફળ છે. માટે ભોગવો, પણ
ભોગવતાં આવડવું જોઈએ. ૩૫૮૯ જો મહેનતનું ફળ સંસાર હોય તો શેઠીયા ખાતાં ના હોય.
મજૂરો જ ખાતાં હોત ! ૩૫૯૦ જેટલી મહેનત એટલો અંતરાય, કારણ કે મહેનત કેમ કરવી
૩૫૯૧ કાયમનું સુખ, એનું નામ જ મોક્ષ. ૩૫૯૨ મોક્ષે ક્યારે જાય? જે “ફુલ્લી ડેવલપ’ થાય ત્યારે મોક્ષે જઈ
શકે. આત્મા ને અનાત્માનું વિવરણ થાય અને બેઉ જુદાં પડી જાય કાયમને માટે !