________________
મનુષ્યમાં પરિણમે છે ! જો ઈગોઈઝમ' નષ્ટ થઈ જાય તો,
‘પોતે' “પરમાત્મા’ થઈ જાય ! ૧૬૪૭ અહંકારનો સ્વભાવ શો ? સત્તામાં હોય તેટલું બધું વાપરી
નાખે !
૧૬૪૮ જ્યાં સુધી આપણી દ્રષ્ટિ મળવાની છે, ત્યાં સુધી અહંકાર
દેખાય છે. માટે મળ કાઢવાનો છે. ૧૬૪૯ જેવી દ્રષ્ટિ ઊભી થાય તેવી સૃષ્ટિ ઊભી કરે ! “આ મારું'
એવી દ્રષ્ટિ ઊભી થાય તે પછી, બીજું પરાયું તેવી સૃષ્ટિ
દેખાય. ૧૬૫૦ આપણો દ્રષ્ટિદોષ ઓછો કરે, એનું નામ ધર્મ. દ્રષ્ટિદોષ વધારે
તે અધર્મ. સંસાર એ દ્રષ્ટિદોષનું જ પરિણામ છે. ૧૬૫૧ આ દ્રષ્ટિદોષનું જ પરિણામ છે. આ દ્રષ્ટિદોષ જાય ત્યારે
જગત “જેમ છે તેમ' દેખાય. જેનો દ્રષ્ટિદોષ ગયો હોય એવાં અનુભવી પુરુષ' જોડે બેસવાથી આપણો દ્રષ્ટિદોષ જાય.
બીજા કશાથી નહીં. ૧૬૫૨ લોકદ્રષ્ટિ છે ત્યાં પરમાત્મા નથી. પરમાત્મા છે ત્યાં લોકદ્રષ્ટિ
૧૬૫૪ વસ્તુ એક જ છે, પણ ભ્રાંતિથી રુચિ-અરુચિ થયા કરે. કારણ
કે દરેકની દ્રષ્ટિ જુદી જુદી છે. ૧૬૫૫ આ જગતમાં અપાર સુખ છે. પણ જો કદી એનું ‘સાયન્સ'
જાણે તો ! “સાયન્સ’થી સુખ થાય એવું છે. આ તો ભ્રમિત થયા છો, ‘રોંગ બિલિફ’ ભરાઈ છે. તેથી દુઃખી થયા છો. ‘રોંગ બિલિફ’ નીકળી જાય ને “રાઈટ બિલિફ’ બેસી ગઈ
એટલે નર્યું સુખ જ છે. ૧૬૫૬ જ્યાં સુધી “રોંગ બિલિફ’ જાય નહીં, ત્યાં સુધી લૂંટાયા જ
કરવાનાં ! ૧૬૫૭ જ્યાં સુધી ભ્રાંતિનું ચલણ છે ત્યાં સુધી ભ્રાંતિની વિચારશ્રેણી
છે ને ત્યાં સુધી એ દુઃખ જ છે. “જ્ઞાની'ઓની ભાષામાં કશું
દુઃખ-સુખ નથી. ૧૬૫૮ પરભાવને પોતાનો ભાવ માને છે એ જ ભ્રાંતિ. કરે છે
કો’ક ને “કરું છું’ એમ માને છે એ જ ભ્રાંતિ. ૧૬૫૯ જ્યાં હું નથી ત્યાં હું માનવું, તે તિરોભાવ. જ્યાં ‘હું
ત્યાં હુંપણું માનવું, તે આવિર્ભાવ. ૧૬૬૦ સંપૂર્ણ અસ્થિર વાતાવરણમાં સ્થિર રહેવાનો ભાવ કરો ત્યારે
સ્થિર રહેવાશે. કારણ કે તમારો સ્વસ્વભાવ સ્થિર જ છે.
પછી અસ્થિર જોડે શી લેવા-દેવા ? ૧૬૬૧ અશુભ ભાવથી પાપ બંધાય, શુભ ભાવથી પુણ્ય બંધાય ને
શુદ્ધ ભાવથી મોક્ષ ! ૧૬૬૨ ઇન્દ્રિય જ્ઞાન ભાવો બધા ઊભા કરે. અતીન્દ્રિય જ્ઞાન ભાવો
જ ના થવા દે ! ૧૬૬૩ વસ્તુની મૂછની ચોંટ જો એક જ કલાક ચોંટે તો સો સો વરસ
નથી.
૧૬૫૩ આ તો બધાં ભૂતો છે. તમે ડરો તો ભૂત વળગી જશે. મહીં
બૂમ પડે કે ફાંસીએ ચઢાવશે તો ? ત્યારે કહીએ કે “હા, કરેક્ટ' છે.' આત્માને ફાંસી નથી. આત્માને કશું નથી. બધી પુગલની કરામત છે. ફાંસી એ પુદ્ગલ છે ને ફાંસીએ ચઢાવનાર હઉ પુદ્ગલ છે. આત્મા કોઈ દહાડો ફાંસીએ ચઢયો નથી. આ તો દ્રષ્ટિમાં બેસતું નથી એટલે ગભરામણ થાય છે. પણ ‘જ્ઞાની'ની દ્રષ્ટિએ એની દ્રષ્ટિ મળી ગઈ કે થઈ રહ્યું ! એના માટે “જ્ઞાની' પાસે પરિચયમાં રહેવું પડે !