Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 193
________________ એટલો બધો સામીપ્યભાવ છે ! ૩૫૫૪ આત્મા શુદ્ધ કરવાનો નથી. ‘તારી' વિપરીત માન્યતા ફેરવવાની છે. શુદ્ધ અશુદ્ધ કેવી રીતે થાય? આ તો તારી ‘બિલિફ રોંગ” છે. આત્મા શુદ્ધ જ હતો, છે જ, કરવાનો નથી ! ૩૫૫૫ આત્મા વીતરાગતા છોડતો નથી ને પુદ્ગલે ય વીતરાગતા છોડતું નથી. અવળી સમજણ થાય તો ફળ ભોગવવું પડે. રોંગ બિલિફ'નું ફળ દુઃખ ને ‘રાઈટ બિલિફનું ફળ સુખ મળે સ્વભાવની અપેક્ષાએ અદ્વૈત છે ને પર્યાયની અપેક્ષાએ દૈત છે ! ૩૫૬૩ આત્માનું સ્પષ્ટ વેદન જ્યારે તમને થશે ત્યારે કાયમની સમાધિ રહેશે. ૩૫૬૪ “આત્મા અમર છે' એવું બોલવાથી કંઈ દહાડો વળે નહીં. એ તો આત્મા એના સ્વભાવમાં આવે તો બોલાય. મરણનો ભય ટળે તો બોલાય. ૩૫૬૫ આત્મા શબ્દથી પર છે ને નિઃશબ્દથી ય પર છે ! સ્વરૂપ શબ્દથી કામ ના લાગે. નિઃશબ્દથી ય કામ ના લાગે. પ્રતીતિ થવી જોઈએ. ૩૫૬૬ એક ‘સમય’ પણ સ્વરૂપના ભાનમાં રહ્યો, તે ક્યારેય પરનો સ્વામી થવા ના ઇછે. ૩૫૫૬ જે જ્ઞાનથી જગતની અસર ના થાય તે આત્મજ્ઞાન. ૩૫૫૭ શુદ્ધાત્માનું ઉપાદાન આપ્યું એટલે નિયમથી જ સંસારનું અપાદાન થાય. ૩૫૫૮ બહારનું પેકિંગ’ ક્રોધ-માન-માયા-લોભના આધારે છે, ને મહીં શુદ્ધાત્મા છે તે વીતરાગ છે. ૩૫૫૯ સ્વક્ષેત્રનું અસ્તિત્વ-અવિનાશી; પરક્ષેત્રનું અસ્તિત્વ-વિનાશી. ૩૫૬૦ આત્મા ક્યારે ય વેદક થયો નથી. વેદક એટલે મમતા. મમતાપદમાં વદન હોય. ભોક્તાપદમાં મમતા બંધાઈ જાય તો શાતા વેદનીય. ભોક્તાપદમાં મમતા ના બંધાઈ જાય તો અશાતાવેદનીય. ૩૫૬૧ દેહ છે ત્યાં સુધી આત્મા દૈત ને દેહ ના હોય, સિદ્ધગતિમાં હોય તો અત છે ! ભગવાન મહાવીર વિચરે છે શા આધારે ? દૈતના આધારે. ભગવાન મહાવીર શુકલધ્યાનમાં શા આધારે રહે છે ? અદ્વૈતના આધારે. ૩૫૬૨ આત્મા ઢંતે ય નથી ને અદ્વૈતે ય નથી. આત્મા દ્વૈતાદ્વૈત છે. ૩૫૬૭ પહેલાં વિપરીત જ્ઞાન જાણવાનો પ્રયત્ન હતો, તેનાથી બંધનમાં અવાય. સમ્યક્ જ્ઞાન જાણવાનો પ્રયત્ન એ પોતાનું છે. એનાથી સ્વતંત્ર થવાય. વિપરીત જ્ઞાન એ ય જ્ઞાન છે. એ જાણવાનો ય ‘ટેસ્ટ’ આવે, પણ એનાથી બંધનમાં અવાય. ૩૫૬૮ સમ્યક્ જ્ઞાન સ્વસુખ આપનારું છે, સ્વાવલંબી છે. વિપરીત જ્ઞાને પરાવલંબી છે. ૩૫૬૯ આ વીતરાગ માર્ગ છે. એમાં વ્યવહાર આદર્શ થાય, તો વીતરાગ થવાય. વ્યવહાર છોડવાનો નથી, આદર્શ કરવાનો છે. વ્યવહાર આદર્શ ક્યારે થાય ? આત્મજ્ઞાન થાય ત્યારે. આત્મજ્ઞાન ક્યારે થાય ? “જ્ઞાની પુરુષ' ભેદજ્ઞાન કરાવે ત્યારે. ૩૫૭૦ વ્યવહારને “રિયલ' માન્યો તો ય વ્યવહાર આવડ્યો નહીં. વ્યવહાર કેવો હોવો જોઈએ ? “આદર્શ' ! આ તો ઘેર ઘેર ડખા ! ઘેર ઘેર ડખા !! ૩૫૭૧ નિશ્ચયને નિશ્ચયમાં રાખવો ને વ્યવહારને વ્યવહારમાં રાખવો,

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235