________________
છૂટેલા.
૩૫૩૬ વિરોધ ચાલે, પણ વિરાધના ના ચાલે !
૩૫૩૭ વિરોધ પ્રાકૃતસંબંધી છે ને વિરાધના આત્મસંબંધી છે. ૩૫૩૮ જે જ્ઞાનથી ઠોકર વાગે એ જ્ઞાનને જો ‘જ્ઞાન’ કહો તો ‘જ્ઞાન’ની વિરાધના કરી કહેવાય.
૩૫૩૯ આ દુનિયામાં જે ‘જ્ઞાની’ને મળેલા, તે સિવાય કોઈનો ય મોક્ષ થયેલો નહીં. ‘જ્ઞાની’ એટલે પ્રકાશ. પ્રકાશને દીવો અડે તો જ પ્રકાશ થાય.
૩૫૪૦ પાંસરો થયો તેનો મોક્ષ છે. પાંસરો નહીં થાય તો લોક મારી મારીને પાંસરો કરશે !
૩૫૪૧ જ્યારે જગતમાં ‘હું મૂર્ખમાં મૂર્ખ છું’ એવું સમજાય ત્યારે આત્મજ્ઞાનના ઉદયની શરૂઆત થાય છે.
૩૫૪૨ આત્મા તો જાણવો જ પડશે ને ? નહીં તો પાર જ ના આવે
ને ? તમારે મહીં ઘી, દીવો, દીવેટો બધું તૈયાર છે. શેના વગર બાકી છે ? દીવાસળી જોઈએ. અહીં આગળ આવજો, એટલે દીવો સળગી જાય !
૩૫૪૩ અત્યારે તમારી મહીં ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષનું સામ્રાજ્ય છે. ‘જ્ઞાની પુરુષ’ આ બધાને ‘ગેટ આઉટ’ કરી દે ! અને આત્મારૂપી ભગવાન, ‘પોતાનું’ સામ્રાજ્ય સ્થાપી દે ! ત્યારે ‘પોતે' જ્ઞાતા-દ્રષ્ટા પદમાં આવે !
૩૫૪૪ આ દુનિયામાં જાણવા જેવો એક આત્મા જ છે. બીજું કશું જાણવા જેવું નથી. પુસ્તકમાં આત્મજ્ઞાન ન હોય, આત્મામાં આત્મજ્ઞાન હોય.
૩૫૪૫ તમારી મિલકતને જો જાણોને તો એ તો અગાધ મિલકત છે.
આ તો પારકી મિલકતને બથાઈ પડ્યા છે.
૩૫૪૬ એકલો આત્મા જાણવાનો છે, સમજવાનો છે ને એમાં સ્થિર થવાનું છે. સાકર ગળી છે એવું બધા બૂમો પાડે છે. ને ‘જ્ઞાની પુરુષ' ગળી એટલે શું એવું દેખાડે છે !
૩૫૪૭ આત્મજ્ઞાન જાણ્યા વગર આત્માનો સ્વાદ જરા ય ન આવે. ૩૫૪૮ આત્માથી આત્મા જાણવો, એનું નામ આત્મજ્ઞાન. સંપૂર્ણ આત્મજ્ઞાન કોને કહેવાય ? ‘કેવળ દર્શન’ હોય તેને.
૩૫૪૯ સંસારનું એકેય દુઃખ અડે નહીં, એનું નામ આત્મા જાણ્યો કહેવાય.
૩૫૫૦ આણંદમાં રહેવાથી આનંદ નથી થતો, કલ્યાણમાં રહેવાથી કલ્યાણ નથી થતું, સ્વરૂપમાં રહેવાથી એ થાય છે !
૩૫૫૧ આત્મા ને દેહનું એટલું બધું સામીપ્ય છે કે જુદાપણાનું ભાન નથી રહેતું. ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. જે બધી અસરો થાય છે - ટાઢની, તાપની, ભૂખની, તરસની, તે આત્માને નથી થતી. અસરો પુદ્ગલને થાય છે, પણ આત્મા પોતે માની બેસે છે કે મને જ અસર થાય છે !
૩૫૫૨ આત્મા અને અનાત્મા બેઉ અનાદિકાળથી ભ્રાંતિરસથી એકાકાર થયેલા છે. આ ભ્રાંતિનો રસ એટલો બધો ચીકણો છે કે વર્લ્ડમાં કોઈ ચીજ એવી ચીકાશવાળી ના હોય ! આ ભ્રાંતિનો ૨સ ક્યાંથી લાવ્યા ? ‘હું ચંદુભાઈ’ બોલ્યા કે તરત રસ ઉત્પન્ન થયો. અને ‘આ બેગ મારી છે’ બોલ્યા કે તરત રસ ઉત્પન્ન થયો. આ બેઉ રસ ભેગા થઈને ભ્રાંતિરસ ઉત્પન્ન થાય છે. તે નિરંતર આ રસ પડ્યા કરે ને જૂનો નીકળ્યા કરે.
૩૫૫૩ ભ્રાંતિ એટલે જોતાંની સાથે જ તન્મયાકાર થઈ જવું તે.