Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 190
________________ તેટલું સરળતાથી મળે. આ બાળક સરળ છે એટલે એને જે જોઈએ છે તેટલું મળે છે ને? અહંકારથી ભગવાન જોડે ભેદ પડે. જેટલો અહંકાર ગયો એટલે અભેદ થયો. ૩૫૦૯ એક થઈ જવું, એનું નામ વીતરાગ ભાવ અને જુદા પડવું, એનું નામ રાગ-દ્વેષ ભાવ. ૩૫૧૦ મત એ સંસારના ભેદનું કારણ છે ને સત્ એ અભેદનું કારણ ૩૪૯૮ સહજ એટલે સંપૂર્ણ અપ્રયત્ન દશા. અપ્રયત્ન દશાથી ચા આવે, ખોરાક આવે તો વાંધો નથી. ૩૪૯૯ પ્રયાસનું ફળ સંસાર છે, અપ્રયાસનું ફળ મોક્ષ છે. ૩૫00 પ્રયાસથી બધું ઊંધું થાય. સહજ હોવું જોઈએ. પ્રયાસ થયો એટલે સહજ રહ્યું નહીં. ૩૫૦૧ સહજ પ્રયત્ન નિયમથી ફળ આપે જ. ૩૫૦૨ અપ્રયાસ તેને “જ્ઞાન” કહેવાય છે અને પ્રયાસ તે વિકલ્પ છે. ૩૫૦૩ પ્રયત્ન કરવા જાઓ ત્યાં સંસાર છે. પ્રયત્ન કરવાથી દોષ જાય નહીં. સાચું “જ્ઞાન” હોય ત્યાં જ દોષ જાય. ૩૫૦૪ ‘જ્ઞાની પુરુષ' કોને કહેવાય ? જે નિરંતર અપ્રયત્ન દશામાં હોય તે. જગત આખું પ્રયત્ન દશામાં છે અને “તમે” યત્ન દશામાં છો. (મહાત્માઓને). સારું-ખોટું કરો છો, તેમાંથી ડખો કરો છો. તમને એમ થશે કે આ પુગલની વંશ જતી રહેશે તો શું થશે ?! આ પુદ્ગલની વંશ કોઈ દા'ડો જતી નથી. જ્ઞાતા-દ્રષ્ટા અક્રિય એવો આત્મા છે. મને ય ના હોય ને પ્રયત્ન ય ના હોય. ૩૫૦૫ જેને દેહની મસ્તી નથી, વાણીની મસ્તી નથી, મનની મસ્તી નથી એ “જ્ઞાની'. ૩૫૦૬ અજ્ઞાનીને છંછેડે એટલે અજ્ઞાન ઊભું થાય. “જ્ઞાની'ને છંછેડે એટલે “જ્ઞાન” ઊભું થાય ! ૩૫૦૭ અજ્ઞાની તો કલેક્ટર થઈ જાય તો ઉન્મત્ત થઈ જાય. “જ્ઞાની પુરુષ'ને આખા બ્રહ્માંડના સામ્રાજ્યની સત્તા છે છતાં સહેજ પણ ઉન્મત્ત નથી. ૩૫૦૮ કુદરતનો કાયદો એવો છે કે જ્યાં જેટલો અહંકાર ઓછો ત્યાં ૩૫૧૧ એકના અલ્લાહ, એકના ગોડ, એકના ભગવાન, એકના પરમાત્મા, એ બધી લટ્ટાબાજી છે. વસ્તુ એક જ છે. મનુષ્યોનાં ‘બૂ પોઈન્ટ' જુદાં જુદાં છે. મનુષ્યના ફોટામાં, રંગમાં, ઊંચાઈમાં, જાડાઈમાં, એનાં ‘સ્પેરપાર્ટસ'માં કશો ફેર પડ્યો નથી, તો મનુષ્યના ભગવાનમાં કેવી રીતે ફેર પડે? આપણે પોતે જ ભગવાન છીએ અને આ ભગવાનપણું સંતાઈ રહ્યું છે, એ ય અજાયબી છે ને !! ૩૫૧૨ ખરી રીતે આ જગતમાં વાસ્તવિકપણે જોવા જાય તો, ભગવાન પોતાની અવસ્થાઓ લઈને ફર્યા કરે છે. કોઈ પાંગળો, લૂલો, દુઃખી, ટી.બી.વાળો, આમ બધી અવસ્થાઓ લઈને ભગવાન પોતે ફર્યા કરે છે. આપણે અવસ્થાને જોઈએ છીએ અને જો ભગવાન જોતાં આવડ્યું તો કામ થઈ ગયું! ૩૫૧૩ બધામાં પરમાત્મા દેખાય, કૂતરામાં, ગધેડામાં, બધામાં દેખાય એટલાં માટે આ મનુષ્યજન્મ છે. પોતે પરમાત્મા થાય ત્યારે બીજામાં પરમાત્માં દેખાય. ૩૫૧૪ વ્યક્તિત્વ જે જુદું માનતો નથી, તેને આ દુનિયામાં કશું જ કરવાનું બાકી રહેતું નથી. આ બધું ‘હું જ છું, હું જ છું !” ૩૫૧૫ બધાનામાં “એક્ઝક્ટ' મહાવીર દેખાશે, ત્યારે તું મહાવીર થઈશ !

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235