Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 180
________________ પ્રતિનિધિ છે. એટલે “પ્રતિષ્ઠિત આત્મા’ દોષ કરે છે ને પહોંચે છે મૂળ આત્માને ! ૩૩૨૩ શરીરમાં આત્મા કશું જ કરતો નથી. ખાલી પ્રકાશ જ ફેંકે છે. તેમાં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર તેના પ્રકાશમાં કામ કર્યા કરે છે. આ “ચંદુભાઈ “કમ્પ્લીટ ડિસ્ચાર્જ છે ! ૩૩૨૪ આત્મા કેવો છે? આત્મા એટલો બધો સૂટમ છે કે આહાર તો એને અડે નહીં, પણ વિષય પણ અડતો નથી. આ લોક કહે “મેં વિષય ભોગવ્યો.' એ બધી વાત જ ખોટી છે. ખાલી અહંકાર કર્યા કરે છે, તેથી જ સંસાર બંધ પડે છે. આત્મા વિષય ભોગવી શકે જ નહીં. આત્માનું એટલું બધું સૂક્ષ્મ સ્વરૂપ છે અને વિષયો એટલા બધા સ્થળ છે કે એ બેનો મેળ જ પડે નહીં. આ બધી પોતે શુદ્ધ સ્વરૂપ થયા પછીની વાત છે ! ૩૩૨૫ ભગવાન કહે છે, “આત્માને અગ્નિ બાળી શકે નહીં, અગ્નિ સ્થળ છે ને આત્મા સૂક્ષ્મ સ્વરૂપ છે. સૂક્ષ્મને ધૂળ બાળી શકે નહીં.” ૩૩૩૦ આ જગત જે છે તેને સત્ય માનવું છે તેમાં જ રમણતા કરવી તે અશુદ્ધ ચિત્ત, અને આ જગતનું જે જ્ઞાન-દર્શન છે તે સાચું નથી એમ માનવું ને સાચી વસ્તુમાં રમણતા રાખવી, એનું નામ શુદ્ધ ચિત્ત. શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા છે. ૩૩૩૧ અશુદ્ધ ચિત્તની ય જ્ઞાન-દર્શન શક્તિ હોય છે ! ૩૩૩૨ વિશેષ જ્ઞાન અને વિશેષ દર્શન એટલે અશુદ્ધ ચિત્ત. ૩૩૩૩ ચિત્તનો સ્વભાવ ભટક્યા જ કરવાનો. એમાં અહંકાર ભળે કે ના ભળે તો ય ચિત્ત ભટક્યા કરે. ૩૩૩૪ ચિત્ત બીજી જગ્યાએ હોય તો ય સંસારી કાર્યો થાય એવાં છે. કારણ કે સંસારની જોડે એનું અશુદ્ધ ચિત્ત રહેલું જ છે. ૩૩૩૫ જે ચિત્ત જ્ઞાતા-શેયને જુએ એ શુદ્ધ ચિત્ત. ૩૩૩૬ જ્ઞાન-દર્શન ભેગું કરે તે ચિત્ત. એ ચિત્ત જો કદિ પોતાના સ્વરૂપ ભણી ના વળતાં બીજી બાજુ જુએ એટલે અશુદ્ધ થઈ જાય. અન્ય દ્રષ્ટિ થઈ કે અશુદ્ધ કહેવાય. પોતાના સ્વભાવ તરફ જુએ તો શુદ્ધ કહેવાય. ૩૩૩૭ લોકોનાં ચિત્ત સંસારદ્રષ્ટિ તરફ જુએ છે. એટલે ક્રોધ-માન માયા-લોભ બધાં ઊભાં થાય છે અને એમાંથી બહુ દુઃખ પડે છે, પણ એનો ઉપાય જડતો નથી. એટલે જ્યાં ઠંડક લાગે ત્યાં રાગ કરે ને ગરમી થાય ત્યાં દ્વેષ કરે. ૩૩૩૮ વિચારો આવે, તે સંકલ્પ-વિકલ્પ ના કહેવાય. વિચારોમાં તન્મયાકાર થવું, એનું નામ સંકલ્પ-વિકલ્પ. ૩૩૩૯ મન ગાંઠોનું બનેલું છે. મનમાં જે વિચારો આવે છે તે મનગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. એ વિચારો આવે ત્યારે એનાથી છઠ્ઠો રહે, વિચારોમાં તન્મયાકાર ના થાય, તેનો જ્ઞાતા-દ્રષ્ટા રહે તો ‘ગ્રંથિભેદ' થયો કહેવાય. વિચારોમાં ૩૩૨૬ “જ્ઞાની પુરુષ' શુદ્ધ કરાવે નહીં ત્યાં સુધી શુદ્ધ શી રીતે થાય ? જ્ઞાની પુરુષ” શુદ્ધ કરાવે પછી તમને ‘શુદ્ધ ઉપયોગ” ઉત્પન્ન થાય ત્યારે શુદ્ધ કહેવાય. ૩૩૨૭ “સ્વરૂપ જ્ઞાન’ પછી સંપૂર્ણ ચિત્ત શુદ્ધિ થઈ. એનું નામ જ કેવળજ્ઞાન'. ત્યાં સુધી “કેવળ દર્શન' કહેવાય ! ૩૩૨૮ વીતરાગોએ પોતાના સ્વરૂપની બહાર ગમે ત્યાં ચિત્ત જાય, તેને પરિગ્રહ કહ્યો. આ પરિગ્રહ છૂટશે તો મોક્ષે જવાશે. ૩૩૨૯ અમે “સ્વરૂપ જ્ઞાન’ આપીએ છીએ ત્યારે એક સમય શુદ્ધ ચિત્તને પામે છે. એક સમયની જ જરૂર છે. એક જ સમય જો શુદ્ધ ચિત્ત થઈ ગયું તો થઈ રહ્યું : “કેવળજ્ઞાન’ સુધી એ છોડે નહીં !!

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235