________________
એ ચાલે ! ઉલ્લાસમય પરિણામ અને તન્મયાકાર ભાવ એને લીધે વસ્તુની કુટેવ બ્રહ્માના દિવસ જેટલી ચાલે ! માટે
ઉપયોગ ક્યાંય દેવા જેવું નથી. ૧૬૬૪ ઉદાસીનને કશું અડે નહીં. ‘સ્વરૂપ જ્ઞાન’ પછી પુરુષાર્થ માંડે
તો ઉદાસીન રહી શકે છે ! ૧૬૬૫ તમે જે વસ્તુની લાયકાત ધરાવતા હશો, તે વસ્તુ તમને ઘેર
બેઠાં મળશે. તમારી શુદ્ધતા જોઈશે. તમારી શુદ્ધતામાં શું જોઈએ? આ જગતના કોઈ જીવને મારાથી દુઃખ ના હો.
કોઈ દુઃખ મને આપી જાય છે તે કાયદેસર છે. ૧૬૬૬ વીતરાગો કહે છે : ‘તમને જે અનુકૂળ આવે તેવાં ભાવ કરો.
તમને મારા પર વિષયના ભાવ આવે તો વિષયના કરો, નિર્વિષયીના આવે તો નિર્વિષયીના કરો, ધર્મના આવે તો ધર્મના કરો, પૂજ્યપદના આવે તો પૂજ્યપદના કરો, ને ગાળો દેવી હોય તો ગાળો દો. મારે કોઈનો પડકાર નથી. જેને પડકાર નથી, તે મોક્ષે જાય છે અને પડકારવાળાનો અહીં
મુકામ રહે છે ! ૧૬૬૭ જગત આખું જેને “મારું' ગણાવે છે, “તે' “મારું' નથી, એ
જ્ઞાન એ જ આત્મા છે ! ૧૬૬૮ જ્ઞાન બે પ્રકારનાં : એક સંસારમાં શું ખરું ને શું ખોટું, શું
હિતકારી ને શું અહિતકારી. બીજું મોક્ષ માર્ગનું. મોક્ષનું જ્ઞાન મળે તો સાંસારિક હિતાહિતનું જ્ઞાન એને મળી જ જાય. નહીં
તો સાંસારિક હિતાહિત જાણનારા સંતો હોવાં જોઈએ. ૧૬૬૯ દેખવામાં આવ્યું એટલે સમજમાં આવ્યું તે જાણવામાં આવ્યું
એટલે જ્ઞાનમાં આવ્યું. દેખવામાં ને જાણવામાં બહુ ફેર. ૧૬૭૦ ત્રણ જાતની વાતો ઃ ૧. જ્ઞાનપૂર્વકની વાતો ૨. બુદ્ધિપૂર્વકની
વાતો. ૩. અબુદ્ધિપૂર્વકની વાતો. ત્રણ પ્રકારની વાતોથી જગત ચાલી રહ્યું છે. અબુદ્ધિપૂર્વકનાની વાતો બુદ્ધિપૂર્વકનાને ખોટી લાગે. બુદ્ધિપૂર્વકનાની વાતો અબુદ્ધિપૂર્વકનાને ખોટી લાગે ને
જ્યાં જ્ઞાનપૂર્વકની વાત છે ત્યાં કશું જ ખરું-ખોટું નથી. ૧૬૭૧ ઘણાં બોલે છે કે “અમે જ્ઞાતા-દ્રષ્ટા છીએ', અલ્યા, શાનો
જ્ઞાતા-દ્રષ્ટા? “તું” તો હજી “ચંદુભાઈ છે ને ! “આત્મા’ થયા
પછી, આત્માનું લક્ષ બેઠાં પછી જ્ઞાતા-દ્રષ્ટા પદ શરૂ થાય. ૧૬૭૨ “જ્ઞાન' કોનું નામ કહેવાય ? જરૂર વખતે અવશ્ય હાજર થવું
જોઈએ. એ “જ્ઞાન” આપનાર કોણ હોવો જોઈએ? ગમે તે માણસ આપે, તે ચાલે નહીં. વચનબળવાળો હોવો જોઈએ. એટલે જરૂર વખતે એ હાજર થાય. જ્ઞાન હાજર થાય નહીં
તો કામ ન થાય. ૧૬૭૩ ‘રિલેટિવ' વસ્તુઓને ઇન્વાઈટ' કરવા (આમંત્રવા) જેવું કશું
જ નથી. તો ઈન્વાઈટ કરવા જેવું શું છે ? આપણે “જે ગામ'
જવાનું છે, તેનું “જ્ઞાન” જાણી લેવાનું છે. ૧૬૭૪ જ્યાં સુધી ક્રિયાનો કર્તા પોતે છે, ત્યાં સુધી અજ્ઞાનતા છે.
અજ્ઞાનતા સંસારનું કારણ છે. ૧૬૭૫ સાક્ષીભાવ અને જ્ઞાતા-દ્રષ્ટા (ભાવ)માં બહુ ફેર છે.
સાક્ષીભાવ કોઈ સંતપુરુષને હોય, તે પછી તેમણે આગળ વધવા પ્રયત્ન કરવો પડે. સાક્ષીભાવ હોવા છતાં ભ્રાંતિ ગયેલી
ના હોય. અને છેલ્લું પદ તો જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં છે. ૧૬૭૬ ભગવાનને સાક્ષી થવાની જરૂર નથી. એમને કંઈ “કોર્ટમાં
ઓછું જવાનું છે ? આ તો ‘તમારે’ સાક્ષી થવાનું છે, જેથી કર્મ
ના બંધાય. અને “ભગવાન” તો ખાલી ‘જોયા' જ કરે છે ! ૧૬૭૭ સાક્ષીરૂપે ભગવાન રહે છે પણ એ લૌકિક ભગવાન છે.
લૌકિક ભગવાન એટલે “ઇગોઇઝમ' સાક્ષીરૂપે છે. સાક્ષીરૂપે