________________
૧૮૫૯ જ્યાં કોઈ ‘પોલિસી’ નથી એ ‘ગ્રેટેસ્ટ’ પોલિસી છે.
૧૮૬૦ જેમ સંડાસ વિના કોઈને ના ચાલે તેમ પરણ્યા વિના ચાલે તેમ નથી. પણ તારું મન કુંવારું રહેતું હોય તો વાંધો નથી. પણ જ્યાં મન પરણેલું હોય ત્યાં પરણ્યા વગર ના ચાલે.
૧૮૬૧ નખ વધાર્યા એટલે બધા આચાર તૂટ્યા ! એક આચાર તૂટ્યો એટલે બધા આચાર તૂટ્યા !
૧૮૬૨ પૂરણ ને ગલન સિવાય બીજું શું છે !?
૧૮૬૩ બાધા કોની રખાય ? મૂર્તિની બાધા રખાય. કારણ કે મૂર્તિનો માલિક ના હોય, ને જીવતાની બાધા રખાય પણ દેહના જો એ માલિક હોય તો તેમની બાધા ના રખાય. કારણ કે એક દહાડો એ ઠોકર મારે.
૧૮૬૪ એક સતીને વેશ્યા કહી તો કેટલી બધી જોખમદારી આવી પડે ? અનંત અવતાર બગડશે ! વેશ્યાને સતી કહીશ તો જોખમદારી નહીં આવે.
૧૮૬૫ ‘વીતરાગ’નાં પાણીથી ગમે તેવા ડાઘા જતા રહે ! ૧૮૬૬ ગાડી બે મિનિટ મોડી ઊપડી હોય તો ‘ગાડી ક્યારે ઊપડશે, ક્યારે ઊપડશે' કરીને વલોપાત કરે. વલોપાત કરવા જેવું જગત નથી !
૧૮૬૭ કોઈની રાહ જોવી એ ભયંકર કુગતિનું કારણ છે. ‘ઇલેક્ટ્રિસિટી’ ગઈ ને તેની રાહ જોવી એ આર્તધ્યાન થયું કહેવાય. અર્ધા કલાકની રાહ જોવામાં વીસ વર્ષની મહેનત નકામી જાય છે. ત્યાં આપણે ‘એડજસ્ટમેન્ટ’ લઈ જ લેવું. ૧૮૬૮ ‘સરપ્લસ ટાઈમ' શેમાં વાપરો છો તેના પર જોખમ છે.
‘સરપ્લસ ટાઈમ’ પોતાના આત્મા માટે વાપરે તો બધું પાણી પોતાનાં જ ખેતર ભણી જાય છે, ને બીજે વપરાય તો પાણી
બધું નકામું જાય છે. માટે જેનો ‘સરપ્લસ ટાઈમ' આત્મા માટે ગયો, તેનો બધો જ ટાઈમ આત્મા માટે ગયો કહેવાય. ૧૮૬૯ કાંટા ઉપર સૂઈ રહેવું, તેનું નામ કંટાળો. ૧૮૭૦ કંટાળો એ જ ચિંતા.
૧૮૭૧ કંટાળો આવે ત્યારે શોધખોળ કરવાનો ટાઈમ આવે. ત્યારે ખરો પુરુષાર્થ કરવાનો વખત આવે છે. ત્યારે આ લોકો એને પાછું ધકેલે છે !
૧૮૭૨ ભગવાન કહે છે, જેને સંસાર કંટાળાવાળો જરીકેય લાગતો
નથી, તે મોક્ષે જવાને લાયક જ નથી. કમાય તો ય કંટાળો, ના કમાય તો ય કંટાળો બધે કંટાળો આવે ત્યારે મોક્ષે જવાને લાયક કહેવાય !
૧૮૭૩ દરેક દર્દ તેનું આયુષ્ય લઈને જ આવેલું છે.
૧૮૭૪ જગતમાં પ્રલય જેવું નથી. વસ્તુનો લય થતો નથી, વસ્તુની અવસ્થાનો લય થાય છે.
૧૮૭૫ જાણી બેઠેલો જાગે, પણ માની બેઠેલો ના જાગે !
૧૮૭૬ ‘રિલેટિવ’થી મનોરંજન થાય, ‘રિયલ’થી આત્મરંજન થાય. ૧૮૭૭ તમને મજિયાતમાં કશું માગવાનું કહે તો શું માગો ?
ફરજિયાતમાં એવું કશું જ નથી કે જેમાં સ્થિર થાય. એક પછી બીજું જોઈએ જ. એક ‘સ્વરૂપ'માં જ બોજા રહિત રહી
શકાય.
૧૮૭૮ ‘જ્ઞાની’ને માળા ફેરવવાની ના હોય. એ તો ‘સ્વરૂપ’ની માળા ફેરવે.
૧૮૭૯ અહંકાર શું ના કરે ? અહંકારથી જ આ બધું ઊભું થયું છે. ને અહંકાર વિલય થાય એટલે મુક્તિ છે !