________________
આપ્તસૂત્ર ૪૧૧ સંયોગી પુરાવો ભેગો થાય ત્યારે મન વિચારણામાં પડે.
વિચારો આવે તે મન. ત્યારે ચિત્ત બહારનું કાર્ય હોય તો બહાર જાય ને અંદરનું કાર્ય હોય ત્યારે અંદર ફરી વળે. બુદ્ધિ “ડિસિઝન' આપે. બુદ્ધિ પછી ચિત્તનું કે મન બેમાંથી એકનું એક્સેપ્ટ(કબૂલ) કરે ને તેની જોડે ભળી જાય એટલે અહંકાર સહી કરી આપે. આમ ‘પાર્લામેન્ટરી’ પદ્ધતિ ચાલે
૪૧૨ બુદ્ધિના આધારે જ ઈગોઈઝમ” જીવી રહ્યો છે. તેથી તો અમે
અબુધ થઈ જવાનું કહીએ છીએ. ૪૧૩ ઈન્દ્રિયો તો એમનો ધર્મ બજાવ્ય જ જાય છે. પણ એ ધર્મો
ક્યારે બંધનરૂપ થાય છે? મનને આધીન થાય ત્યારે. ૪૧૪ નિર્ણય થઈ જાય, તે બુદ્ધિ કરે છે અને ત્યાં સુધી મનનો
પ્રભાવ છે. ચિત્તે જે વસ્તુ જોઈ, તેના અસ્તિત્વના બધા જ સ્વભાવ દેખાડે. એટલે જ્ઞાન-દર્શન દેખાડે. પણ તે વસ્તુનું
ડિસિઝન' તો બુદ્ધિ જ આપે છે. ૪૧૫ ચિત્ત ખોવાયું, એક જગ્યાએ સ્થિર થયું, તે મૂર્ણિત દશા ! ૪૧૬ આખા જગતમાં ફરો. તમારા ચિત્તનું હરણ કોઈ ના કરી શકે,
તો તમે સ્વતંત્ર જ છો ! મેં તો જોયું કે કેટલાય વરસોથી મારા ચિત્તને કોઈ ચીજ હરણ કરી શકી નથી. એટલે પછી મારી
જાતને’ ‘હું સમજી ગયો, તદ્દન સંપૂર્ણ સ્વતંત્ર થયો છું !!! ૪૧૭ મનમાં ખરાબ વિચાર આવે, ત્યારે તે ચિત્તનું હરણ કરે એવો
નિયમ નથી. તેમ હોય કે ના પણ હોય. ૪૧૮ ચિત્તનું હરણ થાય એટલે ચિત્ત ત્યાં રહે ને અહીં મન કૂદાકૂદ
કરે, બુદ્ધિ બૂમાબૂમ કરે, એટલે આખી પાર્લામેન્ટમાં ઘોર અંધકાર થઈ જાય ને પેલો માણસ મૂછિત થઈ જાય.
આપ્તસૂત્ર ૪૧૯ દુ:ખ કે સુખ અહંકાર ભોગવતો જ નથી. વિષય પણ તે
ભોગવતો નથી. ખાલી અહંકાર જ કરે છે કે “મેં વિષય
ભોગવ્યો !” ૪૨૦ મન ગાંઠો સ્વરૂપ છે. કૂંપણ ફૂટે તે વિચાર છે. તમારા મનનું
સ્વરૂપ ઓળખવું હોય તો મનનો ગ્રાફ એક મહિનાનો દોરો. તેમાં વધારેમાં વધારે વિચારો જેના આવે છે, તેની નોંધ કરો. તે સૌથી મોટી ગાંઠ છે. પછી બીજી, ત્રીજી... એવી પાંચ
છ ગાંઠો પકડાય, તો મનનું આખું સ્વરૂપ સમજાઈ જશે. ૪૨૧ સ્થળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો ને વાણીના સંયોગો પર છે ને
પરાધીન છે. બહારના સંયોગો તે સ્થળ સંયોગો છે. મનના વિચારો તે સૂક્ષ્મ સંયોગો છે અને વાણીના સંયોગો છે, તે
બધા પર છે ને પરાધીન છે. આપણી સત્તામાં નથી. ૪૨૨ મન રડારની પેઠ કામ કરી રહ્યું છે. મનનો નાશ કરવા જાય
તો “એન્સેટ માઈન્ડેડ' થઈ જાય. મન તો મોક્ષે લઈ જાય. એને કાઢવાનું ના હોય. મન ભય બતાડે ત્યારે “શુદ્ધાત્મા'ની
ગુફામાં પેસી જવું. ૪૨૩ “જ્ઞાની'નું અંતઃકરણ કેવી રીતે કાર્ય કરતું હોય ?! ‘પોતે જો
ખસી જાય તો અંત:કરણથી આત્મા જુદો જ છે. આત્મા જુદો થઈ જાય તો સાંસારિક કાર્ય અંતઃકરણથી ચાલ્યા જ કરે છે. છૂટું પડ્યા પછી “જ્ઞાની'નું અંતઃકરણ પોતે જ સ્વાભાવિક કામ કર્યા કરે છે. કારણ કે ડખોડખલ બંધ થઈ ગઈને ! એટલે અંતઃકરણનું કાર્ય સારામાં સારું ને જ્યાં
જરૂર હોય ત્યાં જ થાય ને લોકોને ઉપયોગી થઈ પડે. ૪૨૪ “જ્ઞાની'ને અંતઃકરણ “શુદ્ધાત્મા' જેવું જ થઈ જાય. ચિત્ત
ભટકતું બંધ થઈ જાય. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર હાજર
હાજર રહે. તેનાથી સંપૂર્ણ જાગૃતિ રહે, વીતરાગ જ રહે. ૪૨૫ અક્રમ માર્ગના ‘મહાત્માઓને અંતઃકરણની સ્થિતિ કેવી