________________
ગમે તેટલાં હીરા હોય તો ય પેલાઓથી અડાય નહીં ને દસ પોલિસ લઈને ગયો હોય તેને લૂંટી લે.
૧૫૫૮ એક મચ્છર પણ તમને અડી ના શકે એવા ન્યાયવાળું જગત છે, જો તમે ડખલ ના કરો તો. તમારી ડખોડખલ બંધ થઈ જશે તો બધું જ બંધ થઈ જશે.
૧૫૫૯ મનુષ્યગતિમાં આવ્યા પછી મનુષ્ય, સ્વ-સ્વભાવમાં રહીને વિસર્જનમાં ડખો ના કરે તો મોક્ષે જ જાય. ડખો કરે તો બીજી ગતિમાં જાય.
૧૫૬૦ આખા જગતનો એક જ વાક્યમાં ફોડ છે. જે વિસર્જન થાય છે તે જૂનું છે ને જે સર્જન થાય છે તે નવું છે.' કોઈ કુચારિત્રનું વિસર્જન કરતો હોય પણ જોડે જોડે મહીં ‘જ્ઞાની પુરુષ' પાસેથી શીખી લાવેલો હોય, તેથી ઊર્ધ્વગતિનું સર્જન કરતો હોય !
૧૫૬૧ સર્જન કરવું એ ‘તમારી’ સત્તા છે. વિસર્જન કરવું એ ‘કુદરત’ની સત્તા છે. માટે સર્જન કરવું હોય તો સવળું કરજો. ‘તમારું’ સર્જન કરેલું, તે વિસર્જન કર્યા વગર કુદરત છોડે જ
નહિ !
૧૫૬૨ આખું જગત જે જે કરે છે તે બધું કુદરતી વિસર્જન જ છે. પછી જપ કરો, તપ કરો, બધું કુદરતી વિસર્જન છે. ફૂલ ચઢાવે છે, તેનો ઉપકાર શો ? અને ગજવું કાપે, તેનો અપકાર શો ? સર્જનમાં પોતે નિમિત્ત હોય છે ને વિસર્જન તો કુદરત જ કરે છે. આ વીતરાગોની છેલ્લામાં છેલ્લી દ્રષ્ટિ છે !
૧૫૬૩ વિસર્જન નેચરના હાથમાં છે. તેથી આ અજંપો છે. તેથી આ પરવશતાનાં દુઃખો છે. એવી ઘડી મનુષ્યપણામાં આવી જાય છે કે એક કલાક કાઢવો મુશ્કેલ પડી જાય છે !
૧૫૬૪ પહેલાંની યોજનાઓ કરેલી, તે જો ગ્રહણીય હોય તો મહીં
‘ચૂનચૂન’ થાય અને નિકાલી હોય ત્યારે શાંતભાવે રહે.
૧૫૬૫ યોજના ઘડતી વખતે બધું ફેરફાર થાય, પણ યોજના રૂપકમાં આવવા માંડી ત્યાં ફેરફાર ના થાય. કારણ કે આ જગત જ પોતે સૂક્ષ્મમાંથી સ્થૂળ થયેલું છે. એટલે ‘સેકન્ડ સ્ટેજ’માં આવેલું છે, ‘ફર્સ્ટ સ્ટેજ’માં નથી. ‘ફર્સ્ટ સ્ટેજ’માં બદલાય. ૧૫૬૬ જગતનો સ્વભાવ સર્જનાત્મક જ છે. વિસર્જનાત્મક ભાગ તે તો ‘રીએક્શન’ છે.
૧૫૬૭ એક હકીકતથી આત્મા સર્જક છે. બીજી હકીકતથી આત્મા સર્જક નથી.
૧૫૬૮ જ્યાં કંઈ પણ કરવાપણું છે ત્યાં બંધન છે, ને જાણવાપણુંસમજવાપણું છે ત્યાં મોક્ષ છે.
૧૫૬૯ જેટલો સમજ્યો તેટલો સમાઈ જાય. જેટલો સમાઈ ગયો એટલી મુક્તિ. અહીં જ મુક્તિનો અનુભવ થાય. સમાઈ જવું એટલે મોક્ષમાં, પોતાના ‘સ્વરૂપ’માં સમાઈ જવું.
૧૫૭૦ સમજ હંમેશા સમાવે. સમાવવાનો છેલ્લામાં છેલ્લો અંશ તે મોક્ષ. બુદ્ધિથી ઉભરાય છે ને સમજથી સમાય છે.
૧૫૭૧ સમ્યક્ સમજણ કોને કહેવાય, કે દુઃખમાંથી સુખનું શોધન કરે.
૧૫૭૨ દુઃખ કોનું જાય ? જે ભૌતિક સુખનું ‘ઓપરેશન' કરી નાખે તેનું !
૧૫૭૩ ‘નેચર’ની વિરુદ્ધ ચાલે છે તેનાં જ બધાં દુઃખો છે ! ‘નેચર’ બધું ‘એડજસ્ટ’ કરે છે પણ પોતે ‘નેચર’ની વિરુદ્ધ ‘અહંકાર’ કરે છે !
૧૫૭૪ આત્મામાં પરમ સુખ જ છે. પણ કલુષિત ભાવને લીધે સુખ