________________
આપ્તસૂત્ર
૭૫ ૬૯૮ આખું જગત જે “ખોટું કરી રહ્યું છે', તે પ્રારબ્ધને આધીન
છે ને “સારું કરે છે, તે ય પ્રારબ્ધને આધીન છે. ૬૯૯ “ચંદુભાઈ શું કરી રહ્યા છે એને ‘તમારે જોવું', એનું નામ
પુરુષાર્થ'. જ્યારે બ્રાંત પુરુષાર્થ કયો ? જે થઈ રહ્યું છે એમાં શો ભાવ હતો ને શો ભાવ ન હતો એ જ ભ્રાંત પુરુષાર્થ. ભ્રાંત પુરુષાર્થમાં વચ્ચે ભાવ આવે ને યથાર્થ
પુરુષાર્થમાં જ્ઞાતા-દ્રષ્ટા. ૭00 પ્રારબ્ધ ભોગવતાં જ મહીં પુરુષાર્થનું (ભ્રાંત) બીજ પડે છે,
કારણ “હું કર્તા છું' એ ભાન છે તેથી. નહીં તો પ્રારબ્ધ
ભોગવી લે ને પછી મુક્તિ મળે ! ૭૦૧ દાન આપ્યું, તે પ્રારબ્ધ ને દાન આપતી વખતે મહીં કઈ
ભાવના હતી, તે પુરુષાર્થ (ભ્રાંત). ૭૦૨ સ્થળ સંયોગો ભ્રાંતિમય છે, સુમિ સંયોગો ‘મિકેનિકલ’ છે
અને વાણીના સંયોગો “રેકર્ડ' સ્વરૂપ છે. “અમે' જગતને એટલું જ કહેવા માંગીએ છીએ કે મન-વચન-કાયાની બધી જ ક્રિયાઓ “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે ને તું સ્વતંત્ર છે. ભાવથી “તું” જુદો છે. માટે તારા ભાવ ફેરવ. મન-વચન-કાયાની ક્રિયા થાય તો ય તું કલ્પાંત ના કરીશ.
તું ભાવ ફેરવ. ૭૦૩ સદ્ભાવ કરવો, ઊંચો ભાવ કરવો એ “પોઝિટિવ' પુરુષાર્થ.
એનાથી ઊર્ધ્વગતિ થાય. ઊંધો ભાવ લે તે “નેગેટિવ' પુરુષાર્થ. એનાથી અધોગતિમાં જાય. અને સાચો પુરુષાર્થ
તો પોતે’ પુરુષ થઈ કરે તો મોક્ષે જાય ! ૭૦૪ આપણે એક જ વસ્તુ “પોઝિટિવ' જોવાનું. જગત પોઝિટિવ'
અને “નેગેટિવ'ને રસ્તે છે. જ્યારે ત્યારે તો એ નેગેટિવ'ને પોઝિટિવ' કરશે. તો આપણે પહેલેથી “પોઝિટિવ' કેમ ના
આપ્તસૂત્ર રહીએ ? ૭૦૫ નેગેટિવ ભાંગવામાં જેટલો ટાઈમ નકામો જાય છે, એના
કરતાં “પોઝિટિવ'માં તરત જ “જોઈન્ટ' થઈ જાય છે,
ઓટોમેટિકલી'. અશુભ કર્મો દૂર કરવામાં નકામો ટાઈમ
શું કરવા બગાડે છે ?' ૭૦૬ બે જ વસ્તુ છે : “પોઝિટિવ' ને નેગેટિવ'. નેગેટિવ
રાખીએ તો કુદરત “હેલ્પ' કોને કરે? આપણી ‘ડિક્ષનરી'માં
‘નેગેટિવ' ના હોવું જોઈએ. ૭૦૭ “અમે’ ‘નેગેટિવ'ને “પોઝિટિવ'થી જીતીએ છીએ. ૭૦૮ નેગેટિવ’ ‘પોઝિટિવ' ના થાય ને “પોઝિટિવ' નેગેટિવ' ના
થાય. કારણ બને વંદુ છે ને “પોતે' કંધાતીત છે ! ૭૦૯ ‘હા’ શબ્દમાં બહુ બધી શક્તિ છે અને ‘ના’ શબ્દમાં બહુ
અશક્તિ છે. ૭૧૦ ‘નોથી જગત અટકયું છે. ૭૧૧ ‘નો' કહેવાવાળા પુદ્ગલ પક્ષના છે અને ‘વેસ' કહેવાવાળા
મોક્ષ પક્ષના છે. ૭૧૨ જ્યાં કોઈ પણ ‘ઉપરી' નથી, જ્યાં કોઈ પણ “અંડરહેન્ડ' નથી,
એનું નામ મોક્ષ! જ્યાં કોઈ પણ જાતની ખરાબ “ઈફેક્ટ' જ નથી, નિરંતર પરમાનંદમાં, સનાતન સુખમાં રહેવું, એનું નામ
મોક્ષ ! ૭૧૩ સંસારી દુ:ખનો અભાવ એ પહેલો મોક્ષ અને સ્વાભાવિક
સુખનો સદ્ભાવ એ બીજો મોક્ષ, એ સંપૂર્ણ મોક્ષ ! ૭૧૪ અજ્ઞાનથી મુક્તિ એ ભાવ મોક્ષ ને પછી દ્રવ્ય મોક્ષ થાય. ૭૧૫ મોક્ષની ભાવના સાચી ક્યારે કહેવાય ? મોક્ષની ભાવના