________________
તો ફરજ છે એટલે તમને આવો કહે પણ તમારે કાચા ના પડવું જોઈએ. આપણે આપણો તારણનો ચોપડો તરત જોઈ
લેવો કે ક્યાં ખોટ ગઈ ! ૧૧૩૨ માન ખાવાની બહુ ટેવ પડી ગઈ હોય, એ છેતરાય. ૧૧૩૩ માન પામ્યા પછી અપમાને ય એટલું જ પામવાનો, આ
ભવમાં નહિ તો આવતા ભવમાં આવવાનું. સહેજ પણ પુદ્ગલનું સુખ તમે ચાખ્યું તો તેટલું તમારે પાછું આપવું
પડશે. માટે વીતરાગ થઈ જાવ. ૧૧૩૪ જેટલા ઊંચે બેસે તેટલી પડવાની બીક. ૧૧૩૫ અપમાન પચાવવું એ તો મહાન બળવાનપણું છે. ૧૧૩૬ અહંકાર છે કે નહીં, એ શી રીતે ખબર પડે ? એ તો કોઈ
અપમાન કરે ત્યારે ખબર પડે. કોઈ અપમાન કરે તો તે
સમજીને ગળી જવું. ૧૧૩૭ જ્ઞાન મળ્યા પછી અપમાન પચાવતાં આવડે, તો તે “જ્ઞાની”
થઈ જાય. અને જ્ઞાન મળ્યા પહેલાં અપમાન પચાવે, તો
નઠોર થઈ જાય. ૧૧૩૮ પોતાની વાતનું રક્ષણ કરવું તે જ મોટામાં મોટી હિંસા છે.
પોતાની વાત સાચી જ છે, તેવું ઠસાવવા જાય તે જ હિંસા
૧૧૪૨ સ્વમાન એટલે અપમાન ના થાય એ માટેનું રક્ષણ કરવું તે. ૧૧૪૩ વ્યવહારમાં સ્વમાન એ સગુણ કહેવાય અને અભિમાન
દુર્ગુણ કહેવાય. ૧૧૪૪ અજ્ઞાનદશાની સદ્ગણની ‘લિમિટ’ છે, સ્વમાન !! ૧૧૪૫ માન તો એવું છે, કે અમુક હદ સુધી અપમાન થાય છે, ત્યારે
નફફટ થઈ જાય છે અને અમુક પ્રમાણમાં માન મળતું જ જાય તો તે તેને પુષ્ટિ મળતી જાય છે. અને માન જો ખૂબ
જ મળે, તો તે માનની ભૂખ મટી જાય. ૧૧૪૬ પ્રમાણથી વધારે માન આપે, તો ય મહીં કંટાળો આવે ને
પ્રમાણથી વધારે અપમાન આવે, તો ય મહીં અકળામણ થાય. ૧૧૪૭ અપમાનનો ભો જતો રહે, તો વ્યવહારના માણસો નફફટ થઈ
જાય. અને નિશ્ચયમાં અપમાનનો ભો જતો રહે, તો માણસ
સ્વતંત્ર થઈ જાય ! ૧૧૪૮ જેટલો માનનો પ્રેમી હોય, તે એટલો અપમાનનો પ્રેમી ના
થઈ શકે, નહીં ? જેટલો નફાનો પ્રેમી છે, એટલો ખોટનો
પ્રેમી ના થઈ શકે, નહીં ? ૧૧૪૯ નિર્અહંકારી થવું પડશે, નિર્માનીપણું ના ચાલે. નિર્માનીપણાનો
બહુ સૂક્ષ્મ અહંકાર છે. ઉપરનાં શિંગડાં કપાયાં ને અંદરનાં
શિંગડાં રહ્યાં. અંદરનાં શિંગડાં અંદરની કંડ' ઉત્પન્ન કરે. ૧૧૫૦ આમ ક્યાં સુધી અનંત અવતારથી ભટક ભટક કરીશ ?
પોતાનું અજવાળું છે નહીં. અંધારામાં ભટક ભટક ક્યાં સુધી કરવું ? અંધારામાં કોટયાધિ જોજન ચાલ્યો છે, પણ એણે અજવાળું જોયું નથી. સાચો માર્ગ જડ્યો નથી. સાચી વાત તો
જાણવી પડશે ને ! ૧૧૫૧ આ બીબી ને આ “બીબાં' ! અનાદિકાળથી આ જ કર્યું છે.
૧૧૩૯ માનમાં કપટ હોય ત્યાં “જાગૃતિ’ ઉત્પન્ન ના થાય. માનમાં
કપટ હોય ત્યાં માન દેખાય જ નહીં. ૧૧૪૦ અભિમાન એટલે શું? પૌગલિક ‘વેઈટ’ને (વજનને) પોતાનું
વેઈટ' માનવું તે. ‘મોટો છું’ એમ માનવું. ૧૧૪૧ અભિમાન એટલે માનની જાહેરાત.