________________
પોતાના ઘરમાં જ બેઠાં છે, પણ એને ઓળખતો નથી અને કહે છે કે આને ઓળખું છું, પેલાને ઓળખું છું. એનાં કરતાં
તને, “પોતાને' ઓળખને ! ૧૨૪૫ “હું પોતે કોણ છું' એ ના જાણ્યું એ મોટામાં મોટો આત્મઘાત
‘જોઈન્ટ' રાખીએ તો ઊંચે ચઢાય અને એમનું અવળું બોલીએ
તો નીચે પડીએ. ૧૨૩૫ આપણાથી બે ડિગ્રી ઊંચો હોય તેની જોડે ગુણમાં રહીએ,
એમના ગુણગાન કરીએ, એમની ભક્તિ કરીએ, એમની સેવા કરીએ, તો એ આરાધના કહેવાય. એમનું અવળું બોલીએ, નિંદા કરીએ તે વિરાધના કહેવાય. વિરાધનાથી નીચે પડી
જવાય, આરાધનાથી ઊંચે ચઢાય. ૧૨૩૬ “જ્ઞાની પુરુષ'ની આરાધના કરી, એ જ શુદ્ધાત્માની આરાધના
કર્યા બરોબર છે, તે જ પરમાત્માની આરાધના છે, ને એ જ
મોક્ષનું મુખ્ય કારણ છે. ૧૨૩૭ આરાધના ને ભજનામાં શો ફેર? આરાધવું એટલે વારે ઘડીએ
દ્રષ્ટિ ત્યાં જવી અને ભજવું એટલે નિરંતર તન્મયાકાર. આરાધના ને ભજના પોતાના સ્વરૂપની જ કરવાની છે. બીજું
બધું તો સહેજે ય ચાલ્યા કરે ! ૧૨૩૮ અવિનય ને વિરાધનામાં શો ફેર ? અવિનય એટલે વિનય ના
કરે છે અને વિરાધના એટલે સામો થાય તે. ૧૨૩૯ ‘જ્ઞાની'ની વિરાધના જ્ઞાન-દર્શન-ચારિત્ર બધાંયને રોકે ! ૧૨૪૦ “જ્ઞાની પુરુષ' અને પરમાત્મામાં ફેર માને તો તે મુમુક્ષુ જ
નથી. “જ્ઞાની પુરુષ'ને સહેજ ઉપાધિ હોય ને પરમાત્માને
ઉપાધિ ના હોય. ૧૨૪૧ “જ્ઞાની પુરુષ' દેહ સાથે ‘આત્મા’ થયા છે ! ૧૨૪૨ આખી દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય “આત્મા છે ! એ પામી
ગયા એટલે સર્વ પામી ગયા !!! ૧૨૪૩ સમકિત એટલે આત્માની ઓળખ. ૧૨૪૪ પોતાના જ આત્માને ઓળખવા માટે કેટલી બધી માથાફોડ ?!
૧૨૪૬ પ્રયોગી પ્રયોગ સ્વરૂપે થઈ જાય છે એ જ ભ્રાંતિ ! ૧૨૪૭ આત્મજ્ઞાન કોને કહેવાય કે, જે “જ્ઞાન” “જોય'માં પરિણમતું
હતું, તે ‘જ્ઞાન’ ‘જ્ઞાતામાં પરિણામ પામે. ૧૨૪૮ આત્માનો અનુભવ એટલે શું? નિરંતર પરમાનંદ સ્થિતિ. ૧૨૪૯ ચેતનનો આનંદ તો એક વાર આવે પછી પાછો જાય નહીં.
ચેતનનો આનંદ સનાતન હોય ! ૧૨૫૦ અજ્ઞાનથી માનસિક આનંદ ભોગવ્યો, એ જ સંસારનું કારણ.
‘જ્ઞાન'નો જ આનંદ ભોગવાય. ૧૨૫૧ ખોટી સમજણો દૂર થાય ને સાચી સમજણ આવે એ જ
આનંદ છે. ૧૨૫૨ જ્યાં સુધી વ્યવહારમાં છે ત્યાં સુધી માનસિક આનંદ ને
આત્મા જાણ્યા પછી આત્માનો આનંદ. ૧૨૫૩ મનનો ધર્મ, બુદ્ધિનો ધર્મ, ચિત્તનો ધર્મ, અહંકારનો ધર્મ, આ
બધા ધર્મો અને આત્માના ધર્મ, આ બધા પોતપોતાના ધર્મમાં આવી જાય, એનું નામ “જ્ઞાન'. અને એકના ધર્મ ઉપર
આપણે” દબાણ કરીએ એટલે થયું ‘અજ્ઞાન' ! ૧૨૫૪ આત્માનો સ્વભાવ શો ? બધાના ધર્મને જોવું, “કોણ કયો કયો
ધર્મ ને કેવી રીતે બજાવી રહ્યું છે” એને જોવું, એનું નામ આત્માનો ધર્મ.