________________
૭૨
આપ્તસૂત્ર ૬૭૧ વિષયનો સામાવાળિયો થયો, ત્યાંથી જ નિર્વિષયી થવા
માંડ્યો ! ૬૭૨ સ્ત્રીનું ભેગું થવું એ જોખમ નથી, પણ આંખનું ખેંચાણ થવું
એ જોખમ છે. માટે ત્યાં પ્રતિક્રમણ કરીને કેસ ઊંચો મૂકી
દો.
આપ્તસૂત્ર
૭૧ ૬૫૯ કળિયુગમાં ચેતીને ચાલજે. પ્રાપ્ત તપ હોય તે ભોગવજે.
અપ્રાપ્ત તપ ઊભું ના કરીશ. ૬૬૦ તારી પ્રકૃતિમાં હોય તો તું ત્યાગ કરજે. તારી પ્રકૃતિમાં હોય
તો તું તપ કરજે. તારી પ્રકૃતિમાં હોય તો તું જપ કરજે. પણ
એક આત્મા પ્રાપ્ત થયા સિવાય બધું ધૂળ છે. ૬૬૧ જ્યાં મોક્ષ છે ત્યાં કષ્ટ નથી ને જ્યાં કષ્ટ છે ત્યાં મોક્ષ નથી.
કષ્ટ એ હઠાગ્રહ છે ! ૬૬૨ મનમાં વિષયો હોય, એ બધા પુદ્ગલના વિષયો હોય પણ
કોઈ દહાડો ભાવ જ ના બગડે, એનું નામ તપ. ૬૬૩ દુઃખમાં સમતા ધરવી, એનું નામ તપ. ૬૬૪ જેટલું આશ્વાસન લે, તેટલું તપ કાચું પડે. ૬૬૫ ના ગમતી રકમને તપથી ભાગો, તો જવાબ શૂન્ય આવે ! ૬૬૬ આત્મા નિર્વિષયી છે, તપ-ત્યાગ એ વિષય છે. કોઈ
વિષયમાં આત્મા નથી, આત્મા આત્મામાં છે. ૬૬૭ અવસ્થામાં ‘એબોવ નોર્મલ' થાય કે “બીલો નોર્મલ' થાય તે
વિષય કહેવાય. ૬૬૮ વિષયો કોને કહેવાય ? જેમાં મન-વચન-કાયાનું એકાકારપણું
થાય છે. અને મન-વચન-કાયામાં એકાકાર ના થયો તે
‘નિવિષય'! ૬૬૯ ‘વિષયો એ વિષ નથી, વિષયોમાં નિડરતા એ વિષ છે માટે
વિષયોથી ડરો. આ સ્ત્રી છે' એમ જે જુએ છે, તે પુરુષનો રોગ છે અને આ પુરુષ છે' એવું જે જુએ છે, તે સ્ત્રીનો રોગ છે. નિરોગી થાય તો મોક્ષ છે.
૬૭૩ ભૂખ એ વેદના શમાવવાનો ઉપાય છે. બધા વિષયો વેદના
શમાવવાના ઉપાય છે. ત્યારે આ લોકોને તેનો શોખ થઈ ગયો. ત્યાં “લિમિટ’માં રહેજે, શોખીન ના થઈ જઈશ.
‘નોર્માલિટી' ખોળી કાઢો. ૬૭૪ હક્કનું ભોગવવાની છૂટ છે પણ અણહક્કનું આનંદથી
ભોગવે તેનાથી ઘોડાગાંઠ બંધાય ને આવતા કેટલાંય અવતાર બગડે. પણ પસ્તાવો કરે તો ઘોડાગાંઠ ઢીલી થઈ જાય ને
છૂટવા માટે અવસર મળે. ૬૭૫ મનુષ્યપણું ક્યાં સુધી રહે ? અણહક્કનું કિંચિત્માત્ર ન
ભોગવે ત્યાં સુધી મનુષ્યપણું છે. ૬૭૬ આ દુનિયામાં કોઈ ચીજ બંધન કરતી નથી. એકલું
પરસ્ત્રીની લૂંટ ચાલે તે જ બંધન કરે છે. ૬૭૭ પરસ્ત્રી અને પરપુરુષ એ પ્રત્યક્ષ નર્કનું કારણ. ૬૭૮ જ્યાં આકર્ષણ ત્યાં મોહ. આકર્ષણવાળી જગ્યાએ “શુદ્ધ
ઉપયોગ’ રાખો. એનાથી એ જગ્યા તમને હેરાન નહીં કરે. ૬૭૯ વિષય માત્ર કાદવ સ્વરૂપ છે. આત્મા એકલો જ જો યાદ રહે
તો એ વિષય નથી. બાકી બીજું બધું જે યાદ રહે એ બધા
વિષયો છે. ૬૮૦ આખા જગતની કોઈ ચીજ “મને ન ખેંચે. મારાથી મોટી
ચીજ હોય તો મને ખેંચે ને !
૬૭૦