________________
આપ્તસૂત્ર ૬૨૩ સાચા ભક્તની નિશાની શી ? સ્વચ્છંદ ના હોવો જોઈએ,
અભિનિવેશ ના હોવો જોઈએ, દ્રષ્ટિરોગ ના હોવો જોઈએ,
ક્લેશ ના થાય. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય. ૬૨૪ ભક્તિ બે પ્રકારની : એક, જ્ઞાન થવા માટેની ભક્તિ. એ
અજ્ઞાન ભક્તિ છે. બીજી, જ્ઞાન થયા પછીની ભક્તિ. એ જ્ઞાનભક્તિ છે. જગત આખું અજ્ઞાનભક્તિમાં પડેલું છે. અજ્ઞાનભક્તિથી પણ કો'ક દહાડો ય “જ્ઞાન' આવે અને જ્ઞાન
ભક્તિથી મોક્ષ ! ૬૨૫ ભક્તિ એનું નામ કે દરેક વસ્તુ માંગવાનો અધિકાર અને
જ્ઞાન” એનું નામ કે કશું મંગાય નહીં. ૬૨૬ “તું હી, તું હી, તું હી’ ! તું હી’ નહીં. ‘હું હી, હું હી, હું
હી' !! તું હીમાં તો ભેદ પડ્યા. એ ભગવાન ને આપણે
કાયમના ભગત રહ્યા ! ‘હું હી : હું જ છું, બધે !” ૬૨૭ જ્ઞાન સિવાય ભક્તિ હોય નહીં ! જેને લોકો ભક્તિ માને છે,
તે તો ભજન કહેવાય. જ્ઞાન અને જ્ઞાનના ઇશારાથી ભક્તિ
આપ્તસૂત્ર ૬૩૧ નિજસ્વરૂપનું ભાન થઈ ગયું એટલે જગત આખું ખુલ્લું થઈ
ગયું. આ તો બધી ભ્રામક માન્યતાઓ છે. “હું ચંદુભાઈ છું' એ “રોંગ બિલિફ” છે. આનો ફાધર છું એ રોંગ બિલિફ” છે.
આનો ધણી છું એ “રોંગ બિલિફ’ છે. ૬૩૨ “રોંગ બિલિફ' કોને થઈ? જે ‘રોંગ બિલિફનો માલિક થાય
‘તેને.” ૬૩૩ “શંગ બિલિફ' અપાર છે ને “રાઈટ બિલિફ' એક છે, એનું
ભાન જ નથી. ૬૩૪ આ “રોંગ બિલિફની આટલી બધી અસરો થાય છે, તો
રાઈટ બિલિફ'ની કેવી અસર થતી હશે !! ૬૩૫ જ્યાં રોંગ બિલિફનો અભાવ છે, ત્યાં “રાઈટ બિલિફીનો
સદ્ભાવ છે. ૬૩૬ સારા ભાવ કર્યા તે મીઠાં ફળ આપે ને ખરાબ ભાવ કર્યા તે
કડવાં ફળ આપે અને ભાવાભાવથી છૂટે તો પરમાત્મપદ
પ્રાપ્ત થાય ! ૬૩૭ જ્યારે ‘ભાવતી’ વસ્તુની જરૂર નહીં રહે ત્યારે ‘ના -
ભાવતી વસ્તુ નહીં રહે ! ૬૩૮ જેનો અભાવ આવે તેનાં વખાણ કરવાં. જેના પર ભાવ
આવે ત્યારે તેની ચામડી ઉતારીને જોઈએ તો બધું છૂટી
જાય. “જ્ઞાની' પાસે દરેક રોગના ઉપાય હોય. ૬૩૯ અજ્ઞાને કરીને ભાવ થયા હોય, તેને “જ્ઞાને' કરીને ગાળવા
પડે. શબ્દ શબ્દ ગાળવો પડે. તો જ પૂરું કામ થાય. ૬૪) જ્યાં ‘મિથ્યાત્વ' છે ત્યાં ભાવાભાવ છે, જ્યાં “સમ્યકત્વ છે
ત્યાં ભાવાભાવ જ નથી. ૬૪૧ વિનાશી વસ્તુમાં પોતાનું સુખ માનવું ને “પોતાનું અવિનાશી
૬૨૮
ચેતનની ભક્તિ એટલે ચેતન પ્રાપ્ત થયા પછી જ ચેતનની ભક્તિ થાય. ભક્તિથી આવરણ તુટી જાય ને વધારે દેખાય. પોતે ‘ભક્તિ કોની કરે છે એના પર આધાર છે. ચેતન પ્રાપ્ત કરેલા પુરુષની-“જ્ઞાની પુરુષ'ની ભક્તિ કરવાથી ચેતન પ્રાપ્ત
થાય. ૬૨૯ પુદ્ગલનો સ્વભાવ જ છે ભક્તિ કરવાનો ! “બ્રહ્મ સામે બ્રહ્મ
લટકાં કરે !” વાંક, ચૂંક, આડાઈઓ આપણે કાઢી નાખીએ
એટલે પુગલ ભક્તિ કરે જ. ૬૩૦ “રોંગ બિલિફ' એ પરોક્ષ ભજના છે. “રાઈટ બિલિફ’ એ
પ્રત્યક્ષ ભજના છે.