________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બને છે. કન્યા શુદ્ધ થઈ પતિને સહચાર કરવા ગ્ય તથગર્ભાધાનને એગ્ય બને છે.
ચરક વગેરેના મત મુજબ સેળ વર્ષની કન્યાના લગ્ન પચ્ચીસ વર્ષની વયના પુરુષ સાથે થાય તે ગ્ય છે. આ લગ્નજીવન સુખી નીવડે છે. તેમજ સંતતિ દીર્ઘજીવી–બળ વાન–મેઘાવી ઉત્પન્ન થાય છે.
હવે કન્યાના ગુણ બાબત જોઈએ.
કન્યા સારી કેળવણુ પામેલી તેમજ પરિશ્રમશીલ તથા સહનશીલ સ્વભાવવાળી જરૂરી છે. હરેક બાબતને વિવેકબુદ્ધિપૂર્વક વિચાર કરી શકતી હોય તેમજ ઘરનાં કામકાજમાં નિપુણ હેવી જોઈએ. સારા કુળની, સદાચારી, જેના કુળમાં ક્ષય વગેરે વંશપરંપરાગત રોગ ન હોય, નિરાભિમાની અને સંતોષી એવી કન્યા સાથે લગ્ન સુખમય નીવડે છે. માત્ર ફેશનમાં રહેનારી, ઉન્મતી, કામકાજ કરવામાં નાનપ સમજનારી, આપત્તિના સમયે પતિને ત્રાસ આપનારી, વહેમી, ભૂવા, પીર, મંત્ર-તંત્ર, દેરા-ધાગામાં માનનારી ઉડાઉ. આવા અવગુણવાળી સ્ત્રીને ગ્રહણ કરવી નહીં.
ઉત્તમ કન્યાનાં લક્ષણ : સુંદર અંગવાળી, વિવેકી, ગજગામિની (જેના દાંત દાડમના દાણા જેવા છે), ગૌર વર્ણ કે શ્યામવર્ણ કન્યા ઉત્તમ ગણાય છે.
For Private and Personal Use Only