________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
પ્રથમ રજોદર્શન અશ્વિની નક્ષત્રમાં થાય તે સુખી થાય છે. ભરણમાં વિધવા બને. કૃતિકામાં ધનહીન બને. હિણ-મૃગશીરમાં વિધવા. પુષ્યમાં સુખી. આશ્લેષામાં ઐશ્વર્યવાન. મઘા અને પુનર્વસુમાં શેકાતુર. ચિત્રામાં એશ્વર્યવાન. સ્વાતી-વિશાખા-અનુરાધામાં ધનવાન. શ્રાવણમાં લક્ષમીવાન બને, સંતતિયુક્ત બને. ધનિષ્ઠા-શતભિષા
ભાદ્રપદમાં સંપૂર્ણ સુખથી યુક્ત અને રેવતીમાં ભાગ્યવાન થાય છે.
તિથિ પ્રમાણે ફળ – પડવેના દિવસે પ્રથમ રદર્શન થાય તે મૃત્યુ સૂચવે છે. બીજના દિવસે થાય તે કન્યા જન્મ. ત્રીજનું ઋતુ કાંઈ ફળ આપતુ નથી. ચોથ અને સાતમે વધ્યા થાય. પાંચમે થાય તે શંખિનને જન્મ આપે. નામે થાય તે પરાક્રમી ધર્મશીલ પુત્રની માતા બને બારશે થાય તે મિની સ્વરૂપ કન્યાને જન્મ આપે. દશમ અને અગિયારશે થાય તે ખરાબ કન્યાને જન્મ આપે. તેરસના દિવસે થાય તે પુત્રવાન બને. ચૌદશના દિવસે થાય તે ધનરહિત બને. અમાસના દિવસે થાય તે વ્યાધિથી યુક્ત બને.
આ બધા શાસ્ત્રીય મત છે. આધુનિક જમાનામાં આવી બાબતમાં ઘણું ખરા લેકે રસ ધરાવતા નથી. જીવન એટલું ઝડપી બની ગયું છે કે તિથિ-વારના ખ્યાલ પણ વિસારે પડી જાય છે. મને લાગે છે કે – મુશ્કેલીઓના નિર્માણ સામે નિયંતાએ એક ગુરુચાવી તો રાખી જ છે. અને તે છે “સદાચાર”.
For Private and Personal Use Only