________________
જૈનસાહિત્યની પ્રસિદ્ધિ.
જૈન સાહિત્ય વિષેનું મારું જ્ઞાન અ૫ છતાં મારા મિત્ર છે. જીવણચંદ સાકરચંદ જેરીના આગ્રહથી હું તે સંબંધે કંઈક લખવાની હિમ્મત ધરૂં છું.
ભરતખંડના આર્યોની મૂળ ભાષા સંસ્કૃત હતી, તેમાં કાળે કરીને વિકાર થતાં પ્રાકૃત ભાષા પેદા થઈ તેને સમય મી. દત્તના જણાવ્યા પ્રમાણે “ઈ.સ. પૂર્વે ૧૪૦૦ થી ૧૮૦૦ને હતું અને તેનું ઉત્પત્તિ સ્થાન પંજાબ હતું.” વળી મૂળ પ્રાકૃતમાં વિકાર થતાં પ્રથમ અપભ્રંશ અને શાસેની એવી બે ભાષાઓ ઉત્પન્ન થઈ શેરસેનીમાંથી માગધિને પૈશાચી ભાષાઓ ઉદ્દભવી. અપભ્રંશ એ પંજાબી, સિધી, મારવાડી અને ગુજરાતી ભાષાઓની માતા છે. આ બધી સંસ્કૃતમાંથી પેદા થએલી ભાષાઓને સામાન્ય રીતે પ્રાકૃત કહેવામાં આવે છે, એટલું જ નહિ, પણ ગુજરાતી વગેરે ચાલુ ભાષાઓને પણ કેટલીક વાર એ નામ અપાય છે.
કેટલાક પાશ્ચાત્ય વિદ્વાને તેમ આ દેશના ઘણા લેકે એમ માને છે કે જૈન ધર્મની ઉત્પત્તિ બદ્ધ ધર્મથી છે, અથવા તે બાદ્ધને એક ફાટે છે. પ્રેફેસર વેબર કહે છે
૧ ભાષાના વિષચ ઉપર બની શકે તે ઘણે વિસ્તારથી લેખ લખવા જેવો છે તેથી નિર્ણય કરી શકાય કે પ્રાકૃત અને સંસ્કૃત ભાષાઓ
સ્વતંત્ર પ્રવર્તતી હતી. બનશે તે તે જરૂર અમારા તરફથીજ પૂરી પાડવામાં આવશે. તથાપિ ચોકકસ પ્રતિજ્ઞા તો નહિ જ. પ્ર. કર્તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org