________________
૨૬
ટુકેએ તે રાસની અંદરના પ્રતિમાજીને લગતા તમામ પાડે ફેરવી નવા દાખલ કરીને એજ રાસ છપાવેલો છે. તેમાંથી પાછળની પ્રશસ્તિની અંદરની ૪ ગાથા કર્તાની પટ્ટાવળીવાળી પણ કાઢી નાંખી છે તેની ખાત્રી માટે એને પ્રસ્તાવનામાં લખવા માટે તમે ભીમશી માણેકને ત્યાંથી તેને ગુમાસ્તા કશળચંદ નીમજી જે ઢંઢીઆ હતા તેને છપાવેલી રામરાસની બુક મંગાવજે અને તેમાંથી મેં નીચે લખેલા છે તે પાઠ કરી તમારી બુક સાથે મેળવીને તેમાં કરેલો ફેરફાર જાહેરમાં મૂકશે.
તમે છપાવેલ રાસના કર્તા બી જામતિ અથવા વીજામતી છે. તે લુંપકમાંથી નીકળેલ છે. તેઓ પિતાને વિજયગછી કહેવરાવે છે, તેઓ લુંપકમાંથી નીકળેલા છે પણ પ્રતિમાને માનનારા છે. તેઓ પિતાની પ્રશસ્તિમાંજ વિજયઋષિ કોના શિષ્ય તે કહી શકયા નથી કારણકે લુકમાંથી નીકળેલા અને તે પણ ગુરૂ વિનાના હતા. એટલે તેનાથી પૂર્વ પરંપરા સાથે સંબંધ મેળવી શકાય તેમ નથી.
તમે છપાવેલ રાસમાં ઢાલ ૪ થીમાં પૃષ્ટ ૧૮ કે મે વાળીમુનિ અષ્ટાપદપર કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે તે પ્રસંગમાં ગાથા ૧૮-૧૯ માં જિનપ્રતિમાનો અધિકાર છે. તે ઢીઆઓએ છપાવેલ રાસમાં ફેરવી નાખેલ છે.
ઢાલ ૧૦ મીમાં પૃષ્ટ ૮૪ માં અંજનાસુંદરીના સંબંધમાં ૧૬મી ને ૨૨મી ગાથામાં પ્રત્યક્ષ પ્રતિમાને આધકાર છે તે ઢેઢકેએ ફેરવ્યો છે.
ઢાલ ૪૬ પૃષ્ટ ૨૩૩માં રાવણ શાંતિનાથજીના દેરાસરમાં જઇને બહુરૂપિણ વિદ્યા સાધવા બેઠેલ છે તે હકીકત બહુ વિસ્તરે છે. તેને સંક્ષેપી દઈને ઢંઢકાએ છપાવેલ રાસમાં ઉપાશ્રયમાં જઈને ધ્યાન કરવા બેઠાનું લખ્યું છે. અહીં ઘણું ફેરવી નાખ્યું છે.
* આ પત્રાંકે આ અમારી છપાવેલ પ્રતનાં ટકેલાં છે.
ional
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org