________________
આ રાસ શુદ્ધ કરવા માટે મેં બે હસ્તલિખિત પ્રતો (સંવત ૧૮૬૦, ૧૯૧૬) અને બે છાપેલી પ્રતો (૧૯૭૨, ૧૯૬૪) મેળવી હતી, જે ચારે ઘણીજ અશુદ્ધ હતી. પરંતુ ૧૮૬૦ વાળી હસ્તલિખિત પ્રત કાંઈક ઠીક હતી તેથી તેના ઉપરથી મેં કાપી લખી સુધારવાની શરૂઆત કરી હતી. બનતાં સુધી આખું ચરણ કે ગાથા નહિ ફેરવતાં “ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર” ને સાતમા પર્વના આ ધારે ભાવાર્થ ઉપર નજર રાખી શબ્દોની રચનામાં, સંકલનામાં અને જોડણીમાં ફેરફાર કર્યો છે.”
વળી જણાવે છે કે –
“જૈનધર્મમાં શ્રીહેમાચાર્યજીએ “ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર” નામના સંસ્કૃત ગ્રન્થના સાતમા પર્વમાં તેમનું ચરિત્ર લખેલું છે. તેનું ગુજરાતીમાં ભાષાન્તર થયેલું છે તેને “જૈનરામાયણ” કહે છે. અને મુનિશ્રી કેશરાજજીએ સંવત્ ૧૬૮૩માં કવિતારૂપ ગ્રન્થ રચે છે તેને “રામરસ' અથવા 'રામરાસ” કહે છે.”
મી. મેંતીલાલ શાહ, અમદાવાદથી જૈનહિતેચ્છુ માસિક કાઢતા હતા અને બહુ વિચારશીલ, પ્રયત્નવાન, અને ધર્મની પ્રગતિ જેવાને ઇચ્છાશાલી હોઈ આજના નવા જમાનાને સારી રીતે ઓળખનારા હતા, એમ કહેવાતામનાતા હતા. તે અમને દિલગીરી માત્ર એટલીજ છે કે આવા કુશળ મનુષ્ય પણ પિતાની પ્રસ્તાવનામાં “હેમાચાર્યજીના ત્રિષષ્ઠિશલાકા પુરૂષચરિત્રના સાતમા પર્વના આધારે ભાવાર્થ પર નજર રાખી ” સુધારવાનું જણાવી અંતે અમારા માનવા પ્રમાણે ધાર્મિક લાલચમાં રહી, છપાવતાં ત્રિ. શ૦ પુત્ર ચરિત્ર પ્રમાણે સુધારવાનું તે બાજુ પર રાખી
૧-રામચરિત્ર અથવા રામાયણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org