________________
શ્રીચંદ્રકાતિ , ૧૬૮૯ મૃગાવતી. શ્રી પુણ્યસાગર , ૧૯૮૯ અંજનાસતી.
શ્રીવિજય છીય રાસકારના વંશજો આજ પણ હયાત છે. તેમાંના શ્રીપૂની ગાદી કોટાગામમાં (બુંદીકેટ) આવેલી છે. હાલ ગાદી પર શ્રી શાંતિસાગર
સૂરિના શિષ્ય શ્રીઉદયસાગર સૂરિ, અને તેના : શિષ્ય શ્રીજિનસુમતિસાગરસૂરિ વિદ્યમાન છે. આ પ્રસં. ગે દ્વેષ, વા રાગ બુદ્ધિથી નહિ, પણ, સત્ય વસ્તુ શી છે તે બહાર આણવા ખાતર એટલું તે કહેવું જ પડશે કે રાસકારના વંશજો આજ જે છે તે સગરંગથી રંગાયેલા સાધુ, યતિ, મુનિ વા ઋષિ નથી..
(જૈનોના વેતાંબરમૂર્તિપૂજકપંથમાં, આધુનિક બે પ્રકારના જુદા જૂદા રંગના વસ્ત્રધારક સાધુઓ છે. જો કે આ બન્ને જણાએ વેતામ્બરી જ કહેવાય છે, છતાં ભેદ આ મુજબ છે.-(૧) જે સંવેગી સાધુ હોય છે તે પીત-પીળા રંગના વસ્ત્ર ધારણ કરે છે. અને તે પરમનિર્લોભી, ત્યાગી, પાદવિહારી અને વિપરને સંસારચક્રમાથી મુકત કરવા હરહમેશ તત્પર અને ઉદ્યમશાલી હોય છે. તેના અધિપતિઓ આચાર્ય =રપાધ્યાય વગેરે નામથી અને સામાન્ય ગણ સંગી અથવા સાધુના ઉપનામથી ઓળખાય છે. આ સમૂહ હાલ સર્વત્ર આદર પામતે સમૂહ છે. ( ૨ ) બીજે વેત વસ્ત્ર ધારણ કરનાર વર્ગ છે. જેના આચાર્યો વા સૂરિ શ્રીપૂજ્ય'ના નામથી, તથા સામાન્યગણુ યતિ; જતિ; અને ગોરજીના નામથી ઓળખાય છે. આ લેકે નિર્લોભી, ત્યાગી, અને પાદવિહારી હેતા નથી. એમનામાંના ઘણુ વૈદક અને જ્યોતિષનું બહુ ઉત્તમ વાત ધરાવનારા લેવાથી કઈક તે ધંધાપર પણ ઉતરી પડેલા જોવામાં આવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org