Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 186
________________ તીર્થકર ચરિત્ર–ભમુનિસુવ્રત-કથા (માહિતી) ૧૮૫ રચાયેલ ચૈત્યવૃક્ષ ૨૪૦ ધનુષ્ય ઊંચુ હતું. કેવળજ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં જ ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થ પ્રવર્તન કરેલ. | મુનિસુવ્રત સ્વામીએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) પ્રભુના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજયતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને માટે ધર્મોપદેશ પામવો સુગમ હતો. મુનિસુવ્રતસ્વામીને ૧૮ ગણ થયા. ૧૮ ગણધર થયા. પ્રભુના પ્રથમ શિષ્યનું નામ કુંભ” હતું. પ્રથમ શિષ્યાનું નામ “પુષ્પવતી” હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદાશ્રમણોની ૩૦,૦૦૦, શ્રમણીઓની ૫૦,૦૦૦, શ્રાવકોની ૧,૭૨,૦૦૦, શ્રાવિકાઓની ૩,૫૦,૦૦૦ની હતી. મુનિસુવ્રતસ્વામીના શિષ્યોમાં ૧,૮૦૦ અવધિજ્ઞાની, ૧,૫૦૦ મન:પર્યવજ્ઞાની, ૧,૮૦૦ કેવળજ્ઞાની મુનિ, ૫૦૦ ચૌદપૂર્વી, ૨,૦૦૦ વૈક્રિયલબ્ધિધર અને ૧,૨૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ ૭,૫૦૦ વર્ષ શ્રમણપર્યાયમાં રહ્યા. જેમાં ૧૧ મહિના છઘસ્થ રૂપે હતા. તે સિવાય સર્વ કાળ કેવલીપણે વિચરણ કર્યું. ૩૦,૦૦૦ વર્ષનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસનું અનશન કરેલા એવા પ્રભુ મુનિ સુવ્રતસ્વામી જેઠ વદનોમ (ગુજરાતી વૈશાખ વદ-૯)ના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ૧,૦૦૦ મુનિવરો સાથે સમેત શિખર પર્વત પર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. મુનિસુવ્રતસ્વામીના નિર્વાણ બાદ છ લાખ વર્ષનો કાળ વીત્યા બાદ એકવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુ થયા. - સ્કંદક, ખત્તિય, ગંગદત્ત આદિ તેમનાથી પ્રતિબોધિત થયેલાં. ૦ આગમ સંદર્ભ :ઠા ૧૧૬, ૪૪૮, ૨૧૪; સમ. ૪૯, ૫૦, ૨૩, ૨૪, ૧૨૮, ૧૩૫, ૧૩૭, ૨૬૬, ૨૭૦, ૨૭૧, ૨૭૪, ૨૭૯, ૨૮૪, ૨૮૭, ૨૮૮, ૨૯ર, ૨૯૪, ૨૯૫, ૩૦૦, ૩૦૨, ૩૦૬, ૩૧૦; ભગ. ૬૭૬, ૭૨૬, ૭૯૪; વવ.ભા. ૪૪૧૪ + વૃ. જીય.ભા. પ૨૮, ૨૪૯૮; આવ. મૂ. ૬, ૪3; આવનિ ૨૦૯ થી ૨૧૧, ૨૨૧, ૨૨૫, ૨૨૬, ૨૨૮, ૨૩૧ થી ૨૩૬, ૨૩૯, ૨૫૦, ૨૫૪; ૨૫૫, ૨૫૮, ૨૬૩, ૨૬૫, ૪૬૮, ૨૬૯, ૨૭૬, ૨૯૬, ૩૦૫, ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૫, ૩૨૯; ૩૭૧, ૩૭૯, ૩૮૧, ૩૮૩, ૩૮૬, ૩૮૯, ૧૦૮૯; આવ.૧–પૃ. ૧૫૭, ૨૧–ર–પૃ. ૨૭૭; ઉત્ત.ચૂપૃ. ૭૩, નંદી ૧૯; કલ્પ. ૧૭૭ તિત્વો. ૩૦૩, ૩૪૯, ૪૦૭, ૪૫૩, ૪૬૧, ૪૮૩; – x -- ૪ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386