________________
૨૮૮
આગમ કથાનુયોગ-૧
થયો ત્યારે થાકી-હારીને ભગવંતના ચરણે નમી પડ્યો. હે ભટ્ટારક ! મને ક્ષમા કરો. ત્યારે સિદ્ધાર્થ વ્યંતરે ત્યાં દોડી આવીને કહ્યું, અરે ! શૂલપાણિ ! અપ્રાર્થિત (મૃત્યુની) પ્રાર્થના કરનાર ! શું તું જાણતો નથી કે આ સિદ્ધાર્થ રાજાના પુત્ર તીર્થકર ભગવંત મહાવીર છે. જો શક્ર ઇન્દ્ર તારું આ કૃત્ય જાણશે તો તને સ્થાન ભ્રષ્ટ કરી દેશે. સિદ્ધાર્થના આ વચન સાંભળી તે યક્ષ ભયવિહળ બની ગયો. ફરી-ફરી પ્રભુની ક્ષમાયાચના કરવા લાગ્યો. સિદ્ધાર્થ વ્યંતરે તેને ધર્મ કહ્યો. ત્યારે પ્રતિબોધ પામી ઉપશાંત થયેલા શૂલપાણિ યક્ષે ભગવંતનો વિશેષ મહિમા કર્યો. તે નાચવા-ગાવા લાગ્યો. યક્ષ મંદિરમાં થતા નાચગાનના અવાજ સાંભળી ગ્રામજનો વિચારવા લાગ્યા કે નક્કી તે યક્ષે તે દેવાર્યને મારી નાખ્યા લાગે છે. તેથી ખુશ થઈને આવી ક્રીડા કરી રહ્યો છે.
તે વખતે ભગવંતે કિંચિંતુ ન્યૂન ચાર પ્રહર રાત્રિ અત્યંત વેદના સહન કરી. પ્રભાતકાળે મુહુર્ત માત્ર નિદ્રા–પ્રમાદમાં વીતાવી. ત્યારે આ દશ મહાસ્વપ્નોને જોઈને જાગ્યા. તે આ પ્રમાણે :- ૧. તાલ પિશાચને હણ્યો, ૨. સફેદ પક્ષી જોવું, ૩. ભગવંતની સેવા કરતું વિચિત્ર કોયલ પક્ષી, ૪. સુગંધી પુષ્પયુક્ત બે માળા જોઈ ૫. પ્રભુની સેવા કરતો ગાયોનો સમૂહ, ૬. દેવોથી શોભતું પદ્મ સરોવર, ૭. સાગર તરી જવો, ૮. ઉગતા એવા સૂર્યનો પ્રકીર્ણ કિરણ સમૂહ, ૯. આંતરડા વડે માનુષોત્તર પર્વતને વીંટી લેવો અને ૧૦. મેરૂ પર્વતનું આરોહણ.
(આ દશ સ્વપ્નોનો ક્રમ – ઠાણાંગ સૂત્ર–૯૬૧, ભગવતી સૂત્ર-૬૭૯, આવ.ભા. ૧૧૩, ૧૧૪ આવા ચૂર્ણિ–૧–પૃ. ૨૭૪, આવશ્યક નિર્યુક્તિ ૪૬૩ પછીની વૃત્તિ, આવ મલયવૃતિ પૃ. ૨૭૦ બધે આ પ્રમાણે જ છે. શાબ્દિક ફેરફારો જરૂર છે પણ ક્રમ ફેરફાર નથી માત્ર કલ્પસૂત્રની વિનયવિજયજી કૃત્ વૃત્તિમાં ક્રમ ફેરફાર કરેલો છે. ક્રમ ૧ થી ૩ આ પ્રમાણે છે. ક્રમ-૪ થી ફેરફાર છે. ૪. ગાયસમૂહ . સમુદ્ર તરવો, ૬. ઉગતો સૂર્ય છે. આંતરડાથી પર્વત વીટવો, ૮. મેરૂ પર્વતારોહણ, ૯. પદ્મ સરોવર, ૧૦. ફૂલની માળા)
- પ્રભાત કાળે ગ્રામજનો ત્યાં આવ્યા. ઉત્પલ અને ઇન્દ્ર શર્મા નિમિત્તક આવ્યા. તેઓએ પ્રભુને દિવ્ય ગંધ, ચૂર્ણ, પુષ્પોથી પૂજાયેલા જોયા. ભગવંતને સર્વાગ અ-ક્ષત. જોયા. સર્વે હર્ષ પામ્યા. બધાંએ ઉત્કૃષ્ટ સિંહનાદપૂર્વક હર્ષ વ્યક્ત કર્યો, પ્રભુને પગે પડીને વંદન કર્યા અને કહેવા લાગ્યા કે દેવાર્ય અર્થાત્ ભગવંતે યક્ષને ઉપશાંત કર્યો અને મહિમા વધાર્યો. ઉત્પલ નિમિત્તકે પણ ભગવંતને જોઈને વંદન કરીને કહ્યું કે, હે ભગવંત ! આપે અંતિમ રાત્રિમાં દશ સ્વપ્નો જોયા તે સ્વપ્ન અને તેનું ફળ આ પ્રમાણે છે (ફળ કથન – આવશ્યક ચૂર્ણિ અને વૃત્તિમાં સમાન શબ્દોમાં ઉત્પલે કરેલ ફળ કથન રૂપે છે.
– ઠાણાંગ અને ભગવતીજીમાં એક સમાન રૂપે સ્વપ્ન તથા ફળ નિરૂપણ છે.
- અત્રે અમે ઠાણાં –ભગવતી અનુસાર વર્ણન કરેલ છે. કેમકે – (૧) તે મૂળ સૂત્રો છે. (૨) વિસ્તૃત વર્ણન છે. (૩) તો પણ આવશ્યકનું વર્ણન આ વર્ણનને અંતે કસમાં તો અમે સમાવી જ દીધું છે.) ૦ દશ સ્વપ્નો અને તેનું ફળકથન :
(૧) એક મહાભયંકર અને તેજસ્વી રૂપવાળા તાડ જેવા પિશાચને પરાજિત કર્યો. એવું સ્વપ્ન દેખીને ભગવંત જાગ્યા.
- શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટા ભયંકર તેજસ્વી રૂપવાળા તાડ જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org