Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 377
________________ ૩૭૬ આગમ કથાનુયોગ-૧ યોદ્ધા આદિથી યુક્ત સૈન્યવાળા પ્રથમ રાજા થશે અને માણિભદ્ર તથા પૂર્ણભદ્ર નામના બે મહર્તિક – યાવત્ – મહાનું ઐશ્વર્યશાળી દેવો તેની સેનાનું સંચાલન કરશે. પ્રશસ્ત તિથિ અને કરણમાં મોટા સામંતકુળમાં જન્મેલ ઉત્તમ રાજકન્યા યશોદા સાથે તેમના લગ્ન થશે. ૦ ભ મહાપદ્યનું બીજું નામ દેવસેન : તે સમયે શતદ્વાર નગરના ઘણાં રાજા યાવત્ સાર્થવાહ આદિ પરસ્પર એ પ્રમાણે કહેશે કે, હે દેવાનુપ્રિયો ! આપણા મહાપદ્મ રાજાની સેનાનું સંચાલન મદ્ધિક – યાવત્ – મહા ઐશ્વર્યવાળા બે દેવો કરે છે. તેથી હે દેવાનુપ્રિયો ! મહાપા રાજાનું બીજું નામ દેવસેને થાઓ. તે સમયે મહાપઘનું બીજું નામ “દેવસેન” પણ થશે. બીજો અર્થ એ છે કે, પૂર્વસંગતિક એવા દેવો સેનાનું સંચાલન કરી રહ્યા છે. તેથી દેવાસૂર પૂજિત એવું તે રાજાનું દેવસેન નામ થાઓ. એ પ્રમાણે “દેવસેન' નામ થશે. ૦ ભ૦મહાપદનું ત્રીજું નામ વિમલવાહન : તે વખતે તે દેવસેન રાજાને એક શ્વેત, શંખ સમાન, શ્રેષ્ઠ, નિર્મળ, ચાર દાંતવાળો હસ્તિરત્ન પ્રાપ્ત થશે. ત્યારે તે દેવસેન રાજા તે શ્વેત શંખતલ સમાન નિર્મલ, ચતુર્દન્ત હસ્તિરત્ન પર આરૂઢ થઈને શતદ્વાર નગરના મધ્યભાગમાંથી વારંવાર આવ-જા કરશે. ત્યારે શતદ્વાર નગરના અનેક રાજેશ્વર, તલવર – યાવત્ – પરસ્પર મળશે ત્યારે આ પ્રકારે વાર્તાલાપ કરશે કે, હે દેવાનુપ્રિયો ! આપણા દેવસેન રાજાને શંખતલ જેવો નિર્મલ, શ્વેત ચાર દાંતવાળો હસ્તિરત્ન પ્રાપ્ત થયો છે. તેથી આપણા દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન” થાઓ. તે સમયથી ભમહાપદ્યનું ત્રીજું નામ વિમલવાહન થશે. ૦ ભમહાપદ્મની પ્રવજ્યા : તે વિમલવાહન રાજા (મહાપદ્મ) ત્રીસ વર્ષ ગૃહસ્થાવાસમાં રહેશે. માતા–પિતાનો સ્વર્ગવાસ થયા પછી, વડીલોની આજ્ઞા લઈને, શરદઋતુમાં, સ્વયંબોધ પામી, અનુત્તર એવા મોક્ષમાર્ગમાં પ્રસ્થાન કરવા ઉદ્યત થશે. તે વખતે લોકાંતિક દેવ ઇષ્ટ – યાવત્ – કલ્યાણકારી વાણીથી તેમનું અભિવાદન અને સ્તુતિ કરશે. સાંવત્સરિક દાન દેશે. શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ, ગલી આદિ સ્થાનોમાં તેમના દાનની ઘોષણા થશે. પ્રતિદિન સૂર્યોદય પછીથી આરંભી એક કરોડ અને આઠ લાખનું અન્યૂન એવું દાન આપશે. એ રીતે એક વર્ષમાં ૩૮૮ કરોડ ૮૦ લાખનું દાન કરી સંવત્સર પૂર્ણ થયે ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થશે ત્યારે પ્રવજ્યા ગ્રહણ કરશે. નગરની બહાર ભૂમિભાગ ઉદ્યાનમાં દીક્ષા ગ્રહણ કરી એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરી વિચરશે. ભગવંત મહાપવનું દીક્ષા કલ્યાણક વર્ણન મહાવીર પ્રમાણે જ જાણવું. વિશેષ એ કે, ભ મહાપદ્મ પોતાના જ્યેષ્ઠ પુત્ર નલિનિકુમારને રાજ્ય પર સ્થાપીને માગસર વદ– દશમ (ગુજરાતી કારતક વદ-૧૦ ના રોજ દિવસના પાછલા પ્રહરે, વિજય મુહૂર્તમાં દીક્ષા લેશે. તેની શિબિકા ચંદ્રપ્રભા હશે. શેષ શિબિકા વર્ણન ભમહાવીર અનુસાર જાણવું. ભ મહાપાને તે વખતે છઠનો તપ હશે. દીક્ષા લેતા જ ભ મહાપદ્મને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386