Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi
View full book text
________________
૩૮૦
આગમ કથાનુયોગ-૧
૦ મહાવિદેહ ક્ષેત્ર સ્થિત સીમંધર સ્વામી – મહાબાહુસ્વામી તીર્થકર :
મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા એવા તીર્થકર ભગવંત સીમંધર સ્વામીનો ઉલ્લેખ કેટલાક કથાનકોમાં જોવા મળેલ છે. જેમકે દેવરાજ શક્રએ મહાવિદેહમાં સીમંધર સ્વામીને નિગોદના સ્વરૂપ વિશે પૂછયું. ભગવંતે નિગોદનું સ્વરૂપ વર્ણવી કહ્યું કે, ભરતક્ષેત્રમાં આર્યરક્ષિત પણ આવું જ સચોટ વર્ણન કરી શકે... સ્થૂલભદ્રના બહેન સાધ્વીએ પણ શ્રીયમુનિના કાળધર્મનું કારણ પૂછેલ. ભગવંતે તેમને ચૂલિકા રૂપ અધ્યયન આપેલ.. સીમંધરસ્વામી તથા મહાબાહુ સ્વામીને નારદે શૌચનું સ્વરૂપ પૂછેલ... જીવાજીવાભિગમમાં તેનો વર્તમાન તીર્થંકરરૂપે ઉલ્લેખ છે. જીવા.૧-9. આવ.યૂ.૧-પૃ. ૪૧૧, ર–પૃ. ૧૯૪, આવ.નિ.૭૭૭,૧૨૮૪–૧ દસ પ૨૫-4. ૦ ઐરવત ક્ષેત્રની વર્તમાન ચોવીસી :
આગમ સંદર્ભ :- ૧. સમવાયાંગ–૩૪૬ થી ૩૫૧, ૨. તિર્થંગાલિત–૩૧૪-૩૩૫;
વર્તમાન અવસર્પિણી કાળમાં ઐરાવત ક્ષેત્રમાં ચોવીસ તીર્થંકરો આ પ્રમાણે થયા :૧. ચંદ્રાનન, ૨. સુચંદ્ર, ૩. અગ્નિસેન, ૪. નંદિષેણ, ૫. ઋષિદત્ત, ૬. વ્રતધારી, ૭. શ્યામચંદ્ર, ૮. યુક્તિસેન, ૯. અજિતસેન, ૧૦. શિવસેન, ૧૧. દેવશર્મ, ૧૨. નિતિશસ્ત્ર, ૧૩. અસંજ્વલ, ૧૪. અનંતક, ૧૫. ઉપશાંત, ૧૬. ગુપ્તિસેન, ૧૭. અતિપાર્ચ, ૧૮. સુપાર્શ્વ, ૧૯. મરૂદેવ, ૨૦. ધર, ૨૧. શ્યામકોષ્ઠ, ૨૨. અગ્રિસેન, ૨૩. અગ્નિપુત્ર, ૨૪. વારિષેણ.
(તિર્થોદુગાલિત પયત્રામાં ઉક્ત નામોમાં તફાવત છે. તે આ પ્રમાણે :- ૧. બાલચંદ્રાનન, ૮. દીર્ધસેન, ૯. શતાયુ. ૧૦. સર્વકી, ૧૧. યુક્તિસેન, ૧૨. શ્રેયાંસ, ૧૩. સિંહસેન, ૧૪સંજલ, ૧૬. દીર્ધસેન, ૧૭. માધિલોગબલ, ૧૮. અતિપાર્ચ, ૧૯. મરૂદેવિ, ૨૩. અગ્નિદત્ત)
(પ્રવચન સારોદ્વારમાં પણ આ નામોમાં તફાવતો જોવા મળેલ છે.) ૦ ઐરાવત ક્ષેત્રની આગામી ચોવીસી :
જંબૂદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં ચોવીસ તીર્થંકર થશે તે આ પ્રમાણે :- ૧. સુમંગલ, ૨. સિદ્ધાર્થ, ૩. નિર્વાણ, ૪. મહાયશ, ૫. ધર્મધ્વજ, ૬. શ્રીચંદ્ર, ૭. પુપકે તુ, ૮. મહાચંદ્ર, ૯. શ્રતસાગર, ૧૦. પુણ્યઘોષ, ૧૧. મહાઘોષ, ૧૨. સત્યસેન, ૧૩. શૂરસેન, ૧૪. મહાસેન, ૧૫. સર્વાનંદ, ૧૬. દેવપુત્ર, ૧૭. સુપાર્શ્વ, ૧૮. સુવત, ૧૯. સુકોશલ, ૨૦. અનંતવિજય, ૨૧. વિમલ, ૨૨. ઉત્તર, ૨૩. મહાબલ અને ૨૪. દેવાનંદ. –
જુઓ સમવાય–૩૭૪ થી ૩૮૧; (તિથીગાલિત પયત્રામાં ઉક્ત ક્રમમાં અને નામોમાં તફાવત છે તે આ પ્રમાણે –
૧. સિદ્ધાર્થ ૨. પુન્યઘોષ, ૩. શ્રતસાગર, ૪. (? નામ નથી), ૫. સુમંગલ, ૬. અર્થસિદ્ધ, ૭. નિર્વાણ, ૮. મહાયશ, ૯, ધર્મધ્વજ, ૧૦. શ્રીચંદ્ર, ૧૧. ઢકેતુ, ૧૨. મહાચંદ્ર, ૧૩. દીર્ધપાર્શ્વ ૧૪. સુવ્રત, ૧૫. સુપાર્શ્વ ૧૬. સુકોશલ, ૧૭. અનંતપાર્શ્વ, ૧૮. (નામ નથી), ૧૯. (?—નામ નથી), ૨૦. (?નામ નથી), ૨૧. (?—નામ નથી), ૨૨. વિમલ, ૨૩. મહાબલ, ૨૪. દેવાનંદ. અહીં પુન્યવિજયજીએ પોતાના સંપાદનમાં સ્વકલ્પનાથી શ્લોક પૂર્તિઓ કરી તેમાં ૪. પુષ્પકેતુ, ૧૮. પુન્યઘોષ, ૧૯. મહાઘોષ, ૨૦. સર્વાનંદ ૨૧. સત્યસેન, ૨૩. મ..લનું મહાબલ એ પ્રમાણે નામો સમવાયાંગને આધારે ગોઠવેલા છે. તે સાચા જ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386