Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 383
________________ ૩૮૨ ૧૭. મંદ–સુગંધિત મેઘ દ્વારા ધૂળનું ઉપશાંત થવું. ૧૮. જળ અને સ્થળમાં ખીલનારા પંચવર્ણી પુષ્પો વડે ઘુંટણ પ્રમાણ ભૂમિભાગનો પુષ્પોપચાર અર્થાત્ આચ્છાદિત થવું. ૧૯. અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો અભાવ હોવો. ૨૦. મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો પ્રાદુર્ભાવ થવો. ૨૧. યોજન પર્યંત સંભળાતો અને હૃદયંગમ પ્રભુનો સ્વર હોવો. ૨૨. અર્ધમાગધી ભાષામાં ભગવંતે ધર્મોપદેશ દેવો. ૨૩. તે અર્ધમાગધી ભાષાનું (પર્ષદામાં ઉપસ્થિત) સર્વે આર્ય, અનાર્ય, દ્વિપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી, સરિસૃપ આદિને પોતાની ભાષામાં પરિણત થવું તથા તેમને હિતકારી, સુખકારી અને કલ્યાણકારી લાગવું. ૨૪. પૂર્વભવના વૈરાનુબંધથી બદ્ધ દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ અને મહોરગનું અરહંતની સમીપ પ્રસન્નચિત્ત થઈને ધર્મ શ્રવણ કરવું. આગમ કથાનુયોગ-૧ ૨૫. અન્યતીર્થિક પ્રાવચનિક પણ આવીને ભગવંતને વંદના કરે છે. ૨૬. તે પ્રાવચનિકો પણ ભગવંત પાસે આવીને નિરુત્તર થઈ જાય છે. ૦-- જ્યાં જ્યાં અરિહંત ભગવંત પધારે ત્યાંત્યાં પચીશ યોજન સુધી ૨૭. ઇતિ (ઉંદર આદિનો ઉપદ્રવ) થતો નથી. ૨૮. પ્લેગ આદિ મહામારીનો ઉપદ્રવ થતો નથી. ૨૯. સ્વચક્ર (પોતાના રાજ્યની સેના)નો ભય નથી હોતો. ૩૦. પરચક્ર (અન્ય રાજ્યની સેના)નો ભય નથી હોતો. ૩૧. અતિવૃષ્ટિ થતી નથી. ૩૩. દુર્ભિક્ષ (દુકાળ) થતો નથી. ૦-૦ તીર્થંકર વસ્ર અને લિંગ :– Jain Education International ૩૨. અનાવૃષ્ટિ થતી નથી. ૩૪. પૂર્વ ઉત્પાત્ અને રોગ શાંત થાય છે. બધાં જ (ચોવીસ) તીર્થંકરે એક દૃષ્ય—વસ્ત્ર સાથે દીક્ષા લીધી હતી. પરંતુ અન્ય લિંગ, ગૃહલિંગ કે કુલિંગી અવસ્થામાં કોઈએ દીક્ષા લીધી ન હતી. ૦—૦ ચતુર્યામ ધર્મોપદેશક તીર્થંકર : ભરત અને ઐરવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરને છોડીને વચ્ચેના બાવીશ તીર્થંકરો તથા બધાં જ મહાવિદેહ ક્ષેત્રના તીર્થંકર ભગવંતો ચતુર્યામ ધર્મની પ્રરૂપણા કરે છે તે આ પ્રમાણે :– ૧. સર્વ પ્રાણાતિપાતથી વિરમવું, ૨. સર્વ મૃષાવાદથી વિરમવું, ૩. સર્વ અદત્તાદાનથી વિરમવું, ૪. સર્વ પ્રકારના દ્ધિાવાન - બાહ્ય પદાર્થો - પરિગ્રહથી વિરમવું – ઠાણાંગ–૨૮૦. હે આર્ય ! કૃષ્ણવાસુદેવ, રામબળદેવ, ઉદકપેઢાલપુત્ર, પોટિલમુનિ, શતક ગાથાપતિ, દારુકનિÁન્થ, સત્યકીનિર્ગથી પુત્ર, અંબડપરિવ્રાજક, પાર્શ્વપત્યીયા સુપાર્શ્વ આર્યા એ નવે આગામી ઉત્સર્પિણીમાં ચતુર્યામ ધર્મની પ્રરૂપણા કરીને સિદ્ધ થશે દુઃખોનો અંત કરશે— ઠાણાંગ– ૮૭૧; For Private & Personal Use Only - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386