Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 382
________________ તીર્થકર સામાન્ય ૩૮૧ એવું કહી શકાય નહીં) (પ્રવચન સારોદ્વાર ગાથા ૨૯ થી ૩૦૨ના નામો અને ક્રમમાં પણ ફેરફાર છે. પણ તે આગમેતર ગ્રંથ હોવાથી અહીં નોંધ કરી નથી) ૦ જંબુદ્વીપમાં તીર્થકર સંખ્યા : હે ભગવંત! જંબૂદ્વીપમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કુલ કેટલા તીર્થકર હોય છે? હે ગૌતમ ! બધાં મળીને જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી ચોત્રીશ તીર્થકર હોય છે. આગમ સંદર્ભ :સમ ૧૧૦; જંબૂ ૩૬૦; ૦ તીર્થકર સામાન્ય : (ઉત્તમ પુરુષ ચરિત્ર વિભાગ અંતર્ગત તીર્થકર કથાનકોમાં કેટલીક બાબતો સર્વ તીર્થકરોમાં સામાન્ય (તુલ્ય) હોય છે. જેવી કે, ચતુર્યામ | પંચમહાવ્રત ધર્મ તીર્થકર, વર્ણ શિબિકા, શિબિકાવાહક, સ્વયંબુદ્ધપણું, લોકાંતિક દેવ દ્વારા પ્રતિબોધ, પરિત્યાગ, સંવત્સર દાન, દેવદૂષ્ય, સંયમ, સમવસરણ, પંચકલ્યાણક મહોત્સવ, ઉપદેશની સુગમત-દુર્ગમતા, ચોત્રીશ અતિશય ઇત્યાદિ. તેમાંની મોટા ભાગની બાબતો સમવાયાંગ, આવશ્યક નિર્યુક્તિ આદિ આગમોમાં સ્વતંત્ર જ આપેલી છે. જે અમે કથાનકોમાં વણી લીધી છે. પરમાત્માના ચોત્રીશ અતિશયો વગેરે કંઈક બાબત અહીં નોધીએ છીએ–) ૦–૦ તીર્થંકરના ચોત્રીશ અતિશયો : સંદર્ભ–સમ ૧૧૦, બુદ્ધાતિશય (તીર્થકર)ના અતિશયો ચોત્રીશ કહ્યા છે. ૧. નખ અને વાળ આદિ વધે નહીં. ૨. શરીર નિરોગી અને નિર્મલ હોવું. ૩. લોહી અને માંસ ગાયના દૂધ સમાન શ્વેત વર્ણના રહેવા. ૪. પદ્મ–કમળ સમાન શ્વાસોચ્છવાસ સુગંધિત હોવો. ૫. માંસ–ચક્ષુથી અદશ્ય પ્રચ્છન્ન આહાર અને નિહાર હોવો. ૬. આકાશમાં ધર્મચક્રનું ચાલવું. ૭. આકાશમાં ત્રણ છત્રોનું હોવું. ૮. બંને તરફ શ્વેત ચામર ઢોળાવા ૯. આકાશ તુલ્ય નિર્મલ સ્ફટિકમય - પાપીઠ યુક્ત સિંહાસનનું હોવું. ૧૦. આગળ હજાર લઘુ પતાકાવાળા – ઇન્દ્રધ્વજનું ચાલવું ૧૧. જ્યાં જ્યાં અરિહંત ભગવંત - રોકાય કે બેસે ત્યાં યક્ષ દેવો દ્વારા વિકુર્વિત પત્ર, પુષ્પ, પલ્લવોથી વ્યાપ્ત – છત્ર, ધ્વજ, ઘંટા, પતાકાથીયુક્ત શ્રેષ્ઠ અશોકવૃક્ષ હોવું. ૧૨. મસ્તક પાછળ તેજમંડલ (ભામંડલ)નું હોવું. જે અંધકારમાં પણ દશે દિશાઓને પ્રકાશિત કરતું હોય છે. ૧૩. ભગવંત જ્યાં વિચરે ત્યાં ભૂમિભાગ સમતલ અને રમણીય હોય. ૧૪. ભગવંત જ્યાં જ્યાં વિચરણ કરે ત્યાં કાંટાઓ અધોમુખ થઈ જાય. ૧૫. ભગવંત જ્યાં વિચરે ત્યાં સર્વઋતુ સુખદ સ્પર્શવાળી બને. ૧૬. ભગવંત જ્યાં બિરાજે ત્યાંની એક યોજન ભૂમિનું શીતળ, સુખસ્પર્શયુક્ત, સુગંધિત પવન વડે બધી બાજુ સંપ્રમાર્જન થવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386