Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 375
________________ ૩૭૪ આગમ કથાનુયોગ-૧ ગણવા અને ન ગણવાથી જ સર્જાયેલ છે. મહાવીર વિદ્યાલયના જ બંને પ્રકાશનો સમવાય અને તિર્થોરિત માં પણ ઉપર મુજબ જ છે. જો સદ્ગમવિડ કે સદ્ભૂમાવવિહંગળ શબ્દને વિશેષણ ગણીએ તો પણ ક્રમ સરખો આવે અને અનંતવિનય ને વનંત અને વિનય ગણીએ તો પણ ક્રમ સરખો આવે. - સપ્તતિશતસ્થાન પ્રકરણમાં વળી જુદા જ નામો નોંધાયા છે. – પૂર્વભવોના નામો પણ સપ્તતિશતસ્થાન પ્રકરણ અને ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્ર બંનેમાં ભિન્ન ભિન્ન જ આવે છે. “સત્ય શું?" તે બહુશ્રુતો જાણે. - કેટલાંકના પૂર્વભવો સ્પષ્ટ છે. તે આ કથાનુયોગમાં સમાવાયા છે. કેટલાંકનો નામ માત્ર ઉલ્લેખ છે. તે સમાવી શકાયા નથી. જેમકે ભમહાવીરના તીર્થમાં નવજીવોએ તીર્થકર નામકર્મ બાંધ્યું તેમ ઠાણાંગ ૮૭૦માં આવે છે. પણ તે જ સૂત્રની વૃત્તિમાં અભયદેવસૂરિજી જણાવે છે કે, “દઢાયુરપ્રતીત:' દઢાયુની માહિતી નથી. ૦ ભગવંત મહાપદ્મ ચરિત્ર : -> આવતી ચોવીસીમાં થનારા પ્રથમ તીર્થકર કે જે રાજા શ્રેણિકનો જીવ છે તેનું ચરિત્ર યત્કિંચિંતુ જે પ્રાપ્ત થાય છે તે અહીં નોંધેલ છે. > રાજા શ્રેણિકનો પૂર્વભવ તથા શ્રેણિકનો ભવ આ કથાનુયોગમાં આગળ શ્રાવક વિભાગમાં શ્રેણિક ચરિત્રમાં નોધેલ છે. ૦ મહાપદ્મ ચરિત્રના આગમ સંદર્ભ :ઠા. ૭૩૭, ૮૭ર થી ૮૭૬; સમ. ૩૫૪, ૩૬૧; મહાનિ. ૧૨૩૪; તિલ્યો. ૧૦૨૫–૧૧૧૪; ભરૂ. ૬૭; આવ.નિ ૧૧૫૮, ૧૧૬૦ + વૃ. અવિરતિવંત હોવા છતાં શુદ્ધ સમ્યક્ત્વને કારણે શ્રેણિકે તીર્થંકર નામકર્મ અર્જિત કર્યું. અન્યથા શ્રેણિક રાજા બહુશ્રુત – ઘણાં આગમના ધારક ન હતા, પ્રજ્ઞપ્તિ – ભગવતી શ્રતના જ્ઞાતા પણ ન હતા. તે વાચક – પૂર્વધર પણ ન હતા. કેવળ સમ્યક્ત્વના પ્રભાવથી જ તે આવતી ચોવીસીમાં તીર્થંકર થનારા છે. પરંતુ તેમની પાસે ચારિત્ર ન હતું, કેવળ અનુત્તર એવી દર્શન સંપત્તિ જ હતી. ચારિત્ર રહિતતા તેમને નરકમાં જતા અટકાવી શકી નહીં. શ્રેણિક રાજા આત્મહત્યા કરી નરકે ગયા. હે આર્ય ! આ શ્રેણિક–બિંભિસાર રાજા મરીને રત્નપ્રભા પૃથ્વીના સીમંતક નરકાવાસમાં ૮૪,૦૦૦ વર્ષની નારકીય સ્થિતિવાળા નૈરયિક રૂપે ઉત્પન્ન થશે. નરકમાં તે અત્યંત કૃષ્ણવર્ણવાળા હશે. ત્યાં અતિ તીવ્ર યાવત્ અસહ્ય વેદના ભોગવશે. ૮૪,૦૦૦ વર્ષનું આયુ પૂર્ણ કરશે. નરકમાંથી નીકળી (કાળ સમયે કાળ કરીને) આગામી ઉત્સર્પિણીમાં આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતની નજીક પંડ જનપદના શતકાર નગરમાં સંમતિ (સંમતિ) કુલકરની ભદ્રાના નામની પત્નીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. તે વખતે ભદ્રામાતા સુખપૂર્વક પોતાની શય્યામાં સુતા–સુતા ચૌદ સ્વપ્નોને જોશે. જેમકે – હાથી, વૃષભ, સિંહ, (અભિષેક કરાતા) લક્ષ્મીદેવી, ફૂલની માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પધસરોવર, સાગર, ભવનવિમાન, રત્નનો રાશિ અને અગ્નિશિખા, જે રાત્રિએ મહાયશવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386