Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 378
________________ ભ-મહાપદ્ય કથા ૩૭૭ ૦ છઘસ્યકાળ : કાયાને વોસિરાવીને, દેહના મમત્વભાવનો ત્યાગ કરીને તપોગુણરત એવા તે ભ-મહાપદ્મ બાર વર્ષ અને સાડા છ માસ પર્યન્ત દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધિ જે કોઈ ઉપસર્ગ થશે તેને સમભાવે સહન કરશે. ક્ષમા અને સહિષ્ણુતાપૂર્વક સહન કરતા તે લેશમાત્ર ક્ષોભ પામશે નહીં. સાત હાથની કાયાવાળા અને વજઋષભ નારાચ સંઘયણવાળા તે ભગવંત પછી અણગાર થશે. તે વખતે તેઓ ઇર્યાસમિતિવાળા, ભાષા સમિતિવાળા યાવત્ ગુપ્ત બ્રહ્મચારી થશે. તેઓ નિર્મલ નિષ્પરિગ્રહી યાવત્ કાંસ્ય પાત્ર સમાન અલિપ્ત હશે – યાવતું – આચારાંગ સૂત્રના ભાવના અધ્યયનમાં કહ્યા મુજબ ભ મહાવીર કથા અનુસાર તેમનું સર્વ અણગાર રૂપ સમજવું. (સંગ્રહણી ગાથાર્થ_) ૧. કાંસ્યપાત્ર સમાન અલિપ્ત, ૨. શંખ સમાન નિર્મળ, ૩. જીવ સમાન અપ્રતિહત ગતિ, ૪. ગગન સમાન નિરાલંબન, ૫. વાયુ સમાન અપ્રતિબદ્ધ વિહારી, ૬. શરદઋતુ સમાન સ્વચ્છહૃદયી, ૭. પદ્મપત્ર સમાન અલિપ્ત, ૮. કૂર્મ સમાન ગુમેન્દ્રિય, ૯. પક્ષી સમાન મુક્ત, ૧૦. ગેંડાના શીંગડા સમાન એકાકી, ૧૧. ભારંડ પક્ષી સમાન અપ્રમત્ત, ૧૨. હાથી સમાન વૈર્યવાનું, ૧૩. વૃષભ સમાન બલવાનું, ૧૪. સિંહ સમાન દુર્ઘર્ષ, ૧૫. મેરૂ સમાન નિશ્ચલ, ૧૬. સમુદ્ર સમાન ગંભીર, ૧૭. ચંદ્ર સમાન શીતલ, ૧૮. સૂર્ય સમાન ઉ જ્વલ, ૧૯. શુદ્ધ સુવર્ણ સમાન સુંદર, ૨૦. પૃથ્વી સમાન સર્વ સ્પર્શ સહિષ્ણુ, ૨૧. પ્રદીપ્ત અગ્નિ સમાન જ્ઞાનાદિ ગુણોમાં તેજસ્વી. એવા તે ભ૦મહાપદ્મ થયા. ૦ પ્રતિબંધ અભાવ : તે ભગવંત મહાપદ્મને કોઈ પ્રકારનો પ્રતિબંધ (આસક્તિ) હશે નહીં. પ્રતિબંધ ચાર પ્રકારે હોય છે. જેમકે – અંડજ, પોતજ, અવગ્રહિક અને પ્રગ્રહિક, જેમકે અંડજ – આ હંસ વગેરે મારા છે, પોતજ – આ હાથી આદિ મારા છે. અવગ્રહિક – આ મકાન, પાટ, ફલક આદિ મારા છે. પ્રગ્રહિક – આ પાત્ર વગેરે મારા છે. આવો કોઈ મમત્વભાવ તેમને હશે નહીં. (ભ.મહાવીર કથાનકમાં પ્રતિબંધ દ્રવ્યથી, ક્ષેત્રથી, ભાવથી, કાળથી કહ્યો છે. ઉક્ત ચાર ભેદ દ્રવ્યથી પ્રતિબંધના પેટા ભેદ છે. ક્ષેત્રાદિ પ્રતિબંધ પણ અહીં સમજી જ લેવો) તે ભગવંત મહાપદ્મ જે-જે દિશામાં વિચરવા ઇચ્છે. તે–તે દિશામાં સ્વેચ્છાપૂર્વક શુદ્ધભાવથી, ગર્વરહિત તથા સર્વથા મમત્વ રહિત થઈને સંયમ વડે પોતાના આત્માને પવિત્ર કરતા વિચરશે. તે ભગવંતને અનુત્તર એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર વસતિ અને વિહાર વડે સરળતા, મૃદુતા, લાઘવતા, ક્ષમા, નિર્લોભતા, મન, વચન, કાયાની ગુપ્તિ સત્ય, સંયમ, તપ, શૌચ અને નિર્વાણમાર્ગ વડે પોતાના આત્માને ભાવિત કરતા ધ્યાનાન્તરિકામાં વર્તતા, શુક્લધ્યાન ધ્યાતા અનંત, અનુત્તર, નિર્વાઘાત યાવત્ ઉત્તમ જ્ઞાન-દર્શન (કેવળજ્ઞાન–કેવળદર્શન ઉત્પન્ન થશે. ૦ ભ૦મહાપદ્યને કેવળજ્ઞાન ઉત્પત્તિ : વૈશાખ સુદ દશમના દિવસે શાલ વૃક્ષની નીચે, ઉત્કટુક આસને બેઠાબેઠા, છઠનો તપ કરેલા એવા તે ભ મહાપદ્મને ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થશે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. ત્યાર પછી તેઓ કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી થશે. દેવ, મનુષ્યો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386