Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 373
________________ ૩૭૨ આગમ કથાનુયોગ-૧ જીવોમાં ઠાણાંગ સૂત્ર ૮૭૦માં જણાવેલ નામોમાં સત્યકિનું નામ જોવા મળેલ નથી. વૃત્તિમાં પણ તેનો ઉલ્લેખ નથી. જ્યારે સમવાય ૩૬૨માં સત્યકિ નામ છે. અન્ય ગ્રંથોમાં પણ આ જ નામનો ઉલ્લેખ મળે છે.) ( ૧. બારમાં તીર્થકર રૂપે અંતગડદસા સૂત્ર-૨૦, તિર્થંગારિત ગાથા ૧૧૧૭માં અહીં “અમને તીર્થકર જણાવેલ છે. ૨. અમે અહીં ચોવીસ ભાવિ તીર્થકરની નોંધ સમવાયાંગ સૂત્ર ૩૫૫ થી ૩૬૪ અનુસાર કરેલી છે. આ ક્રમમાં તીર્થકર બારથી તીર્થકર ચોવીસમાં તિર્થોદ્ગાલિત પયત્રો, આગમેત્તર ગ્રંથ-પ્રવચન સારોદ્ધાર, સતિશતસ્થાન પ્રકરણ, ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર, અભિધાન ચિંતામણી દેવાધિદેવ કાંડ વગેરેમાં ક્રમમાં અને નામમાં ઘણાં ફેરફારો જોવા મળે છે. જેની સંક્ષિપ્ત નોધ અમે છેલ્લે કરેલી છે. ૩. અત્રે ક્રમ–૧ર થી ક્રમ–૨૪ તેને ભાવિ તીર્થકરના નામ અને તેમના પૂર્વભવોના નામ સમવાયાંગ સૂત્રોનુસાર જાણવા. (૧૩) અમમ - તેરમાં તીર્થંકર થશે. જે ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં થયેલા કૃષ્ણ વાસુદેવનો જીવ છે. કથા જુઓ કૃષ્ણ વાસુદેવ (તેમનો ક્રમ બારમો પણ બતાવાય છે.) (૧૪) નિષ્કષાય ચૌદમાં તીર્થંકર થશે. જે ભઅરિષ્ટનેમિના તીર્થમાં થયેલા બળદેવ જેને બળભદ્ર પણ કહે છે. તેનો જીવ હતો. કથા જુઓ – બલદેવ. (૧૫) નિપુલાક – પંદરમાં તીર્થકર થશે. ભઅરિષ્ટનેમિના તીર્થમાં થયેલ રોહિણીનો જીવ છે. ( આગમમાં આવો સ્પષ્ટ ઉલ્લેખ મળેલ નથી કે, તે બળભદ્રની માતા રોહિણી જ છે. આગમેત્તર ગ્રન્થોથી આ વાત લીધી છે.) (૧૬) નિર્મમ - સોળમાં તીર્થકર થશે. ભ૦મહાવીરના સમકિતી શ્રાવિકા, સુલતાનો જીવ છે. તેણે ભ૦ મહાવીરના તીર્થમાં તીર્થકર નામકર્મ બાંધેલ. (કથા જુઓ “સુલતા” – શ્રાવિકા વિભાગમાં છે.) (૧૭) ચિત્રગુપ્ત – સત્તરમાં તીર્થંકર થશે. ભમહાવીરના મુખ્ય શ્રાવિકા અને તેમના તીર્થમાં તીર્થકર નામકર્મ બાંધનાર રેવતી શ્રાવિકા (કથા જુઓ રેવતી.) (૧૮) સમાધિ – અઢારમાં તીર્થકર થશે. જે સત્તાલિનો જીવ છે. સમવાય મૂળમાં મિગાલિ નામ છે. ટીકામાં સત્તાલિ નામ છે. (૧૯) સંવર ઓગણીસમાં તીર્થકર થશે. જે ભયાલિનો જીવ છે. (૨૦) અનિવૃત્તિ – વીસમાં તીર્થકર થશે. તે દ્વૈપાયનનો જીવ છે. આ દ્વૈપાયન એ જ દ્વારિકાનો વિનાશ કરનાર જીવ છે તેવી આગમમાં સ્પષ્ટતા નથી. (૨૧) વિજય - એકવીસમાં તીર્થકર થશે. તેનું “વિવા” નામ પણ આવે છે. તેનું પૂર્વભવનું નામ કૃષ્ણ છે. (૨૨) વિમલ – બાવીસમાં તીર્થંકર થશે. તેનું પૂર્વભવનું નામ “નારદ” છે. આ નારદ એ દ્રોપદી કથાનક પ્રસિદ્ધ નારદ જ છે કે નહીં તેવો સ્પષ્ટ ઉલ્લેખ ઠાણાંગ – સમવાયાંગમાં નથી, (૨૩) દેવોપપાત – તેવીસમાં તીર્થકર થશે. તે ભ મહાવીરના તીર્થમાં થયેલ અંબઇ પરિવ્રાજકનો જીવ છે. કથા જુઓ “અંબઇ પરિવ્રાજક" (૨૪) અનંત વિજય – ચોવીસમાં તીર્થકર થશે. તે સ્વાતિબુદ્ધનો જીવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386