Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 372
________________ ભરતક્ષેત્ર આગામી ચોવીસી ૩૭૧ તીર્થકરોની અન્ય ચોવીસી ૦ ભરતક્ષેત્રની આગામી ચોવીસી : જંબૂદ્વીપના ભરતક્ષેત્રની આગામી ઉત્સર્પિણીમાં ચોવીસ તીર્થંકર થશે. તે આ પ્રમાણે – (સમવાય – ૩૫૪ થી ૩૬૧, ઠાણાંગ–૮૭૦, ૮૭૧, તીર્થો. ૧૧૧૫ થી ૧૧૧૯) (૧) મહાપદ્ય – પહેલા તીર્થંકર થશે. જે શ્રેણિક રાજાનો આગામી ભવ છે. તેની કથા કિંચિત્ વિસ્તારથી આ વિભાગમાં જ આગળ આપેલી છે. તેના દેવસેન અને વિમલવાહન એવા બીજા બે નામ પણ આવે છે. વ્યવહારમાં હાલ તેનું નામ પદ્મનાભ પ્રસિદ્ધ થયેલ છે. (૨) સુરદેવ – બીજા તીર્થંકર થશે. ભગવંત મહાવીરના કાકા સુપાર્શ્વનો જીવ છે. તેનું સુરાદેવ નામ પણ આવે છે. (૩) સુપાર્શ્વ – ત્રીજા તીર્થંકર થશે. સમવાયાંગ મતે – ઉદય પેઢાલપુત્રનો જીવ જે ભગવંત મહાવીરના શાસનમાં થયા હતા. તે ૩ કે ૩ નામે પણ ઓળખાતા હતા. કથા જુઓ – ઉદયપેઢાલપુત્ર. જ્યારે ઠાણાંગ – ૮૭૧ની વૃત્તિ મુજબ આ ડાયિ નો જીવ છે તે કોણિકનો પુત્ર હતો. કથા જુઓ “ઉદાયિ". (૪) સ્વયંપ્રભ – ચોથા તીર્થકર થશે. તે ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ પોટ્ટિલ નામના સાધુ ભગવંતનો જીવ છે. (૫) સર્વાનુભૂતિ – પાંચમાં તીર્થકર થશે. તે ભગવંત મહાવીરના તીર્થમાં થયેલા ટઢાયુનો જીવ છે. (૬) દેવગુણ – છઠા તીર્થકર થશે. તેમનું બીજું નામ દેવકૃત પણ કહેવાય છે. જે પૂર્વભવે કાર્તિકનો જીવ હતાં. (૭) ઉદય – સાતમાં તીર્થકર થશે. ભગવંત મહાવીરના તીર્થમાં તીર્થકર નામકર્મ બાંધનાર શંખનો જીવ હતો. ઠાણાંગ ૮૭૦ની વૃત્તિમાં તેને શંખ શ્રમણોપાસકનો જીવ જણાવેલ છે. પણ ભગવતી પ૩૩ મુજબ તે શંખ મહાવિદેહે મોક્ષે જનાર છે. (૮) પેઢાલપુત્ર – આઠમાં તીર્થકર થશે. તેનું પેઢાલ નામ પણ આવે છે. પૂર્વભવમાં તેનું નામ નંદ હતું. (૯) પોહિલ – નવમાં તીર્થંકર થશે. પૂર્વભવે તે સુનંદનો જીવ હતો. (૧૦) શતક – દશમાં તીર્થકર થશે. તેનું શતકીર્તિ નામ પણ આવે છે. ભ૦મહાવીરના તીર્થમાં તીર્થંકર નામકર્મ બાંધનાર શતકનો જીવ હતો. (૧૧) મુનિસુવ્રત – અગિયારમાં તીર્થકર થશે. ભઅરિષ્ટનેમિના શાસનમાં થયેલ દેવકીનો જીવ છે. (કથા જુઓ દેવકી.) (૧૨) સર્વભાવવિદ – બારમાં તીર્થંકર થશે. તે સર્વભાવવિહંજણ નામે પણ ઓળખાય છે. તે સત્યકિ નામનો જીવ છે જે મહેશ્વર નામે પણ ઓળખાતો હતો. (કથા જુઓ “સત્યકિ" – “મહેશ્વર".) ( ૧. અહીં જે સત્યકિની વાત છે. તે સાધ્વી સુજ્યેષ્ઠા અથવા પેઢાલ વિદ્યાધરના પુત્રની વાત છે. સત્યકિ ભ.મહાવીરના કાળમાં થયેલ છે. પણ ભામહાવીરના શાસનમાં તીર્થકર નામકર્મ બાંધનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386