________________
તીર્થંકર ચરિત્ર—ભમહાવીર—કથા
ઉડતા હતા, જે પર્વતને પણ ફોડી નાંખે તેવા હતા. પછી વાલુકા પહોંચ્યા.
ત્યાં ભગવંત મહાવીર ભિક્ષાને માટે નીકળ્યા. ત્યારે સંગમદેવે ભગવંતનું રૂપ આવરી લઈ, અવિરિતિને કાણી આંખ દેખાડતો હતો. જ્યાં ત્યાં તરુણીઓ હોય તે તરફ જવા લાગતો અને માર ખાધો. ત્યાંથી નીકળી ભગવંત સુભોમ ગયા. ત્યાં પણ ભિક્ષાચર્યા માટે ગયા. ત્યાં પણ ભગવંતના રૂપને આવરીને સ્ત્રીઓને અંજલિ જોડવા લાગ્યો. ત્યાં તેઓએ પણ ભગવંતને માર્યા. ભગવંત ત્યાંથી પણ નીકળી ગયા.
ત્યાર પછી સુચ્છેત્રા નામના ગામે ગયા. ત્યાં જઈને જ્યારે ભગવંત ભિક્ષાને માટે નીકળ્યા, ત્યારે સંગમદેવે તેમને આવરીને વિનું રૂપ કર્યું. ત્યાં અટ્ટહાસ્ય કરવા લાગ્યો, ગાવા લાગ્યો, કાણો થયો. એ રીતે વિની જેમ કરવા લાગ્યો. અશિષ્ટ ભાષા બોલવા લાગ્યો. ત્યાં પણ માર ખાધો. તેથી ત્યાંથી પણ નીકળી ગયા.
ત્યાંથી મલય ગામે ગયા. ત્યાં પિશાચનું રૂપ વિકવ્યું. ઉન્મત્ત એવું ભગવંતનું રૂપ કર્યું. ત્યાં અવિરતિઓએ પકડીને ઘણો ત્રાસ આપ્યો. પછી ત્યાં બાળકોનો બીવડાવવા લાગ્યો, ઢેખાળા મારવા લાગ્યો, રેતી વગેરે ઉડાડવા લાગ્યો. તેને જોઈને બાળકો નાસવા લાગ્યા. તેથી ત્યાં પણ લોકોએ માર્યો. ત્યાંથી નીકળી હસ્તિશીર્ષ નામના ગામે ગયા. ત્યાં પણ ભગવંત ભિક્ષાચર્યા માટે નીકળ્યા. ત્યાં સંગમદેવે ભગવંતનું શિવરૂપ વિકવ્યું. સાગારિકની સાથે કષાય કરવા લાગ્યો. જો અવિરતિ દેખાય તો તેની પાછળ દોડતો. ત્યારે ભગવંતે વિચાર્યું કે, આ (સંગમદેવ) ઉડ્ડહણા પણ કરે છે અને ભિક્ષાને અનેષણીય પણ બનાવી દે છે. તેથી મારે હવે ગામમાં પ્રવેશ કરવો નહીં. હવે હું બહાર જ રહીશ. કોઈ આચાર્ય કહે છે. જેવો પંચાલદેવ હોય તેવું રૂપ સંગમે વિકવ્યું. ત્યારે પંચાલ ઉત્પન્ન થયો. ત્યારે ગામની બહાર નીકળી ગયા. જ્યાં સ્ત્રીવૃંદ હોય, તેમાં સાગારિક હોય તો કષાયકલહ કરીને રહેતો.
૩૨૩
ત્યાર પછી ઢાંઢશિવ પર્વત કે જ્યાં શક્રે ભગવંતને પૂજેલા ત્યાં ભગવંત રહ્યા. ત્યાર પછી ભગવંતે વિચાર્યું કે, આ નક્કામી ઉડ્ડાહણા કરે છે, માટે મારે ગામમાં જવું નહીં. એકાંતમાં જ રહેવું. ત્યારે સંગમ તે સ્થાનેથી ચલિત કરવા સમર્થ ન બન્યો. અતિથિરૂપે તે ગામ જોવા ગયો. ત્યારે શક્ર આવ્યા. ભગવંતને પૂછ્યું, હે ભગવન્ આપની યાત્રા સુખપૂર્વક વર્તે છે ? આપને યાપનીય બરાબર છે ? પ્રાસુકવિહાર અવ્યાબાધ વર્તે છે ? પછી વંદન કરીને શક્રેન્દ્ર ગયો.
ત્યાર પછી ભગવંત તોસલિગામે ગયા. બહાર પ્રતિમાધ્યાને રહ્યા. ત્યારે સંગમદેવે વિચાર્યું કે, આ ગામમાં પ્રવેશ કરતા નથી. તો અહીં જ તેઓને કોઈ ઉપસર્ગ કરું. ત્યારે તેણે ક્ષુલ્લક રૂપ વિક્ર્વ્યુ. કોઈને ત્યાં સંધિ—ગ્રંથિ છેદ કરવા લાગ્યો. તેમના ઉપકરણ ચોરવા લાગ્યો. ત્યારે ત્યાંની વસતિના રહીશે તેને પકડી લીધો. તે દેવ બોલ્યો, મને મારશો નહીં. હું કંઈ જાણતો નથી. મને મારા આચાર્યએ અહીં મોકલ્યો છે. લોકોએ પૂછ્યું, તે ક્યાં છે ? તો દેવ કહે, આ વ્હારના અશોક ઉદ્યાનમાં છે. ત્યારે ફરી લોકોએ તેમને માર્યા અને ઝઘડા કર્યા. મારતા—મારતા બાંધીને ઢસડી જવા લાગ્યા. ત્યારે ભૂતિલ નામનો ઇન્દ્રજાલિક હતો કે, જેણે ભગવંતને કુંડગ્રામમાં જોયેલા. તેણે છોડાવ્યા. કહ્યું કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org