Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 367
________________ ૩૬૬ આગમ કથાનુયોગ-૧ ભગવંતની પાસે આવી નાટ્યવિધિ દેખાડી વંદના કરી ચાલી ગઈ. ૦ ભ૦મહાવીરના ચાતુર્માસ :– તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરે અસ્થિક ગ્રામની નિશ્રાએ વર્ષાકાળમાં રહેવા માટે પહેલું ચોમાસુ કર્યું. ચંપા અને પૃષ્ઠ ચંપાની નિશ્રાએ ત્રણ વર્ષાવાસ (ચોમાસા) કર્યા. વૈશાલી નગરી અને વાણિજ્યગ્રામમાં ભગવંતે બાર ચોમાસા કર્યા. રાજગૃહી નગરીની બહાર નાલંદા પાડામાં ચૌદ ચોમાસા કર્યા. મિથિલા નગરીમાં છ ચોમાસા કર્યા. બે ચોમાસા ભદ્રિકા નગરીમાં, એક ચોમાસુ આલંભિકા નગરીમાં, એક ચોમાસુ શ્રાવસ્તી નગરીમાં, એક ચોમાસુ વજભૂમિ અનાર્ય દેશમાં, એક અંતિમ ચોમાસુ મધ્યમપાપા નગરીના રાજા હસ્તિપાલની રજુક સભામાં કર્યું. છ સ્થપણામાં બાર અને કેવલી પર્યાયમાં ત્રીશ એ રીતે ભગવંતે બેંતાલીશ ચોમાસા કર્યા. ૦ ભ૦મહાવીરનું નિર્વાણ લ્યાણક : શ્રમણ ભગવંત મહાવીરે જે વર્ષાકાળમાં મધ્યમપાપાપુરીમાં હસ્તિપાલ રાજાની રજુક સભામાં છેલ્લુ ચોમાસુ કર્યું. તે ચોમાસાના વર્ષાકાળનો જે આ ચોથો મહિનો, સાતમું પખવાડીયું એટલે કે કારતક માસનો કૃષ્ણ પક્ષ, તેના પંદરમાં દિવસે અર્થાત્ કારતક વદ અમાસ (ગુજરાતી આસો વદ–અમાસ)ની જે તે છેલ્લી પાછલી રાત્રિ, તે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર કાળધર્મ (નિવાર્ણ) પામ્યા. અર્થાત્ કાયસ્થિતિ અને ભવસ્થિતિના કાળથી મુક્ત થયા. સંસારથી પાર ઉતરી ગયા. સમ્યક્ પ્રકારે ઉર્ધ્વ સ્થાનને પ્રાપ્ત થયા. જન્મ, જરા અને મરણનાં બંધનો છેદી નાખ્યા, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. સર્વે દુઃખોનો અંત કરીને ભગવંત પરિનિર્વાણને પામ્યા. ભગવંત એકલાં જ નિર્વાણ પામ્યા. અન્ય તીર્થકરોની જેમ તેમના નિર્વાણ સહવર્તી અન્ય કોઈ ન હતા. શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા ત્યારે ચંદ્ર નામનો બીજો સંવત્સર હતો, પ્રીતિવર્ધન નામનો મહિનો હતો, નંદિવર્ધન નામનું પખવાડીયું હતું. અગ્નિવેશ્ય નામનો દિવસ હતો. જેને ઉપશમ પણ કહેવાય છે. દેવાનંદા નામની રાત્રિ હતી. જેને “નિરતિ' નામે પણ ઓળખાવાય છે. અર્ચ નામનો લવ હતો, મુહુર્ત નામે પ્રાણ હતો, સિદ્ધ નામે સ્ટોક હતો, નાગ નામે કરણ હતું. (આ કરણ અમાવાસ્યાના ઉત્તરાર્ધમાં જ હોય છે), સર્વાર્થસિદ્ધ નામનું મુહૂર્ત હતું. આ વખતે સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા. યાવત્ તેમના સર્વ દુઃખો ક્ષીણ થયા. ૦ દેવેન્દ્ર અને નરેન્દ્ર કૃત્ ઉદ્યોત : જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા તે રાત્રિ સ્વર્ગથી નીચે ઉતરતા અને ઊંચે ચડતા ઘણાં દેવદેવીઓથી ઉદ્યોમય બની ગઈ. જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા તે રાત્રિ સ્વર્ગથી નીચે ઉતરતા અને ઊંચે ચડતા ઘણાં દેવો અને દેવીઓ વડે અતિશય આકુળ થઈ તથા અવ્યક્ત શબ્દોથી જાણે કોલાહલમય બની ગઈ. (% નિર્વાણ સંબંધિ દેવકૃત્ વિશેષ કાર્ય ભઋષભના કથાનક મુજબ જાણવા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386