Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 368
________________ તીર્થકર ચરિત્ર–ભમહાવીર–કથા ૩૬૭ - - જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર કાળધર્મ (નિર્વાણ) પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા. તે રાત્રિમાં કાશી દેશના મલ્લકિ જાતિના નવ રાજાઓ અને કોશલ દેશના લેચ્છક જાતિના નવ રાજાઓ એવા તે અઢારે ગણ રાજાઓએ અમાવાસ્યાને દિવસે સંસાર સમુદ્રથી પાર પહોંચાડનાર એવો પૌષધોપવાસ કર્યો હતો. અર્થાત્ આહાર ત્યાગરૂપ પૌષધઉપવાસ કર્યો હતો. તે અઢારે રાજાઓએ વિચાર્યું કે, (શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા એટલે) ભાવઉદ્યોતુ તો ગયો. તેથી હવે “દ્રવ્ય ઉદ્યોત કરશું” એમ વિચારી દ્રવ્યોદ્યોત માટે દીવા પ્રગટાવ્યા ત્યારથી દીવાળી પર્વ થયું. ભગવંતના મોટા ભાઈ નંદિવર્ધન શોકાતુર થઈ ગયેલા. તેથી શોક દૂર કરવા બહેન સુદર્શન કાર્તિક સુદ-બીજે આદર સહિત પોતાને ઘેર બોલાવી ભોજન કરાવ્યું. ત્યારથી ભાઈબીજ પર્વ પ્રવર્તુ. ૦ ગૌતમસ્વામીને કેવળજ્ઞાન : જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા. તે રાત્રિએ ભગવંતના જ્યેષ્ઠ અંતેવાસી, પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ અણગારને જ્ઞાતવંશીય ભગવંત મહાવીર પરત્વે જે (ચીરકાલીન) પ્રેમબંધન હતું તે નષ્ટ થયું. ગૌતમને (નેહરાગ છેદાતા જ) અનંત, અનુત્તર યાવત્ કેવળજ્ઞાનકેવળદર્શન ઉત્પન્ન થયું. ગૌતમસ્વામીને ભગવંત મહાવીર પ્રત્યે અત્યધિક ખેહરાગ હતો. તેમનાથી અલ્પ પર્યાયવાળા શ્રમણોને કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થયા કરતી જોઈને ચિંતિત થયેલા ગૌતમસ્વામીના કેવળજ્ઞાન વિષયમાં ભગવંત મહાવીરે કેવળજ્ઞાનની અનુપલબ્ધિનું કારણ જણાવતા કહ્યું કે – (ભગવતી સૂત્ર-૬૧૮માં 2) હે ગૌતમ ! તું મારી સાથે ચિર સંશ્લિષ્ટ છે. ચિરસંસ્તુત છે. ચિરપરિચિત પણ છે. ગૌતમ ! તું મારી સાથે ચિરસેવિત અથવા ચિરપ્રિત છે. દીર્ધકાળથી તું મારો અનુગામી છે. ચિરઅનુવૃત્તિ છે. હે ગૌતમ ! આથી પૂર્વભવોમાં પણ તારે નેણંબંધ હતો. આ ભવમાં મૃત્યુ પછી, આ શરીર છૂટ્યા બાદ, આ મનુષ્ય ભવ પૂર્ણ થયા પછી પણ આપણે બંને તુલ્ય કાર્ય અને વિશેષતારહિત અને કોઈપણ પ્રકારના ભેદભાવ રહિત થઈ જઈશું અર્થાત્ મોક્ષમાં રહીશું. ભગવંતે ગૌતમનો સ્નેહરાગ જાણી, નેહરાગ નિવર્તન માટે ગૌતમ સ્વામીને અંત સમયે નજીકના કોઈ ગામમાં દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા મોકલ્યા. પાછા વળતા ભગવંતનું નિર્વાણ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. તેમને ઘણું જ દુઃખ થયું. પછી પોતાના સ્નેહને ધિક્કારી અને સ્નેહ બંધન તોડીને તત્કાળ કેવલી થયા. પ્રાત:કાળે ઇન્દ્રાદિએ તેમનો કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. ૦ ભસ્મરાશિ ગ્રહનો પ્રભાવ : જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. તે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીરના જન્મ નક્ષત્રમાં શુદ્ર કુર સ્વભાવનો, બે હજાર વર્ષ સુધી રહેનારો ભસ્મરાશિ નામનો મહાગ્રહ સંક્રાંત થયો. જ્યારથી આરંભીને તે કુર સ્વભાવવાળો અને ૨,૦૦૦ વર્ષની સ્થિતિવાળો ભસ્મરાશિ નામનો મહાગ્રહ શ્રમણ ભગવંત મહાવીરના જન્મનક્ષત્રમાં સંક્રાંત થયો ત્યારથી આરંભીને શ્રમણ નિર્ચન્થોને અને નિગ્રંથીઓને પૂજાસત્કારમાં ઉત્તરોત્તર વૃદ્ધિ નહીં થાય. જ્યારે આ કુર સ્વભાવવાળો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386