Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 369
________________ આગમ કથાનુયોગ-૧ ભસ્મરાશિગ્રહ ભગવંતના જન્મનક્ષત્રથી ખસી જશે. ત્યાર પછી શ્રમણ નિર્પ્રન્થ અને નિગ્રન્થીઓની પૂજાસત્કારમાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ થશે. ૦ ભ૰મહાવીરના નિર્વાણ પછી સંયમની દુરારાધ્યતા :– જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા, તે રાત્રિએ ઉત્તરી ન શકાય એટલા અતિ સૂક્ષ્મ કુંથુવા ઉત્પન્ન થયા. તેમાં જે સ્થિર કુંથુવા હતા, હલનચલન નહોતા કરતા તે છદ્મસ્થ નિર્પ્રન્થ અને નિગ્રન્થીઓને દૃષ્ટિપથમાં આવતા ન હતા. પણ જે કુંથુવા અસ્થિર હતા, હાલતાચાલતા હતા, તે જ છદ્મસ્થ નિર્પ્રન્થ અને નિગ્રન્થીઓને સૃષ્ટિપથમાં જલ્દી આવતા હતા. આ પ્રકારે જીવોત્પત્તિ જોઈને ઘણાં નિગ્રન્થ નિર્પ્રન્થીઓએ ભક્ત પચ્ચક્ખાણ કર્યા. હે ભદન્ત ! અનશન કરવાનું કારણ શું ? આજથી આરંભીને સંયમ દુરારાધ્ય થશે. ૦ ભગવંત મહાવીરની ગણધર આદિ સંપદા ઃ— ભગવંત મહાવીરને નવ ગણ થયા. અગિયાર ગણધર થયા. જો કે બધાં તીર્થંકરોની ગણ અને ગણધર સંપદા સમાન હોય છે. પણ ભ૰મહાવીરના આઠમા અને નવમા ગણધરની તથા દશમા અને અગિયારમાં ગણધરની વાચના સમાન હતી. તેથી સમાન વાચનાને કારણે તે એક જ ગણ કહેવાતો હોવાથી નવ ગણ અને અગિયાર ગણધર થયા. ૩૬૮ ભ૰મહાવીરને નવ ગણ થયા :– ૧. ગોદાસ, ૨. ઉત્તર બલિસ્સહ, ૩. ઉદ્દેહ, ૪. ચારણ, ૫. ઉર્ધ્વવાતિક, ૬. વિશ્વવાદી, ૭. કામર્ધિક, ૮. માનવ, ૯. કોટિક, તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની ઉત્કૃષ્ટ સંપદા—શ્રમણોની ઇન્દ્રભૂતિ વગેરે ૧૪,૦૦૦ હતી. શ્રમણીઓની ચંદના વગેરે ૩૬,૦૦૦ની હતી. શ્રાવકોની શંખ શતક વગેરે ૧,૫૯,૦૦૦ હતી. શ્રાવિકાઓની સુલસા રેવતી આદિ ૩,૧૮,૦૦૦ની હતી. શ્રમણ ભગવંત મહાવીરના શિષ્યોમાં જિન નહીં પણ જિન સમાન, સર્વાક્ષર સન્નિપાતી, જિનસમાન અવિતથ પ્રરૂપણા કરનારા, સર્વાક્ષરના સંયોગોને જાણનારા ચૌદ પૂર્વી ૩૦૦ હતા. વિશેષ પ્રકારે લબ્ધિવંત ૧૩૦૦ અવધિજ્ઞાની હતા. સંપૂર્ણ એવા શ્રેષ્ઠ જ્ઞાનદર્શનના ધારક ૭૦૦ કેવળજ્ઞાની શ્રમણો હતા. દેવ ન હોવા છતાં દેવની ઋદ્ધિને પ્રાપ્ત ૭૦૦ વૈક્રિય લબ્ધિધર હતા. અઢી દ્વીપ અને બે સમુદ્રોમાં રહેનારા સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય પ્રાણીઓના મનોભાવને જાણનારા ૫૦૦ વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની હતા. દેવ, મનુષ્ય કે અસુરોની પર્ષદામાં વાદ કરતી વેળા અપરાજિત રહેનારા ૪૦૦ વાદી મુનિ હતા. ૭૦૦ અંતેવાસી શિષ્યો અને ૧૪૦૦ શ્રમણીઓ સિદ્ધ થયા યાવત્ તેઓના સર્વ દુઃખો નષ્ટ થયા. તેમજ ભવિષ્યમાં કલ્યાણ પ્રાપ્ત કરનારા, વર્તમાનમાં કલ્યાણનો અનુભવ કરનારા અને આગામી ભવે સિદ્ધ થનારા અનુત્તરૌપપાતિક શ્રમણો ૮૦૦ હતા. ભગવંતની ઉત્કૃષ્ટ શિષ્ય સંપદા આટલી થઈ. તેમાં ૫૩ અણગાર એવા હતા કે, જે માત્ર એક વર્ષના દીક્ષા પર્યાયવાળા થઈને જ મહામહિમાશાળી પાંચ અનુત્તર મહાવિમાનમાં દેવપણે ઉત્પન્ન થયેલા. શ્રમણ ભગવંત મહાવીરને બે પ્રકારની અંતકૃત્ ભૂમિ થઈ જેમાં યુગાંતકૃત્ ભૂમિ ત્રીજા યુગપુરુષ સુધી ચાલતી રહી પછી મોક્ષમાર્ગ વિચ્છેદ થયો. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386