Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 334
________________ તીર્થંકર ચરિત્ર–ભમહાવીર–કથા ૩૩૩ (શબ્દ, રૂપ આદિ વિષયમાં રાગદ્વેષ રહિત), ગુપ્ત બ્રહ્મચારી (બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરનારા) હતા. ભગવંત ક્રોધ, માન, માયા, લોભથી રહિત થયા. શાંત, પ્રશાંત, ઉપશાંત હતા. પરિનિવૃત્તિ (સર્વ સંતાપથી રહિત) હતા. આશ્રવ, મમત્વ દ્રવ્યાદિથી રહિત હતા. ગ્રંથિઓ છેદીને નિગ્રંથ થયા. દ્રવ્યથી શરીરના મેલરહિત અને ભાવથી કર્મરૂપ મેલથી ન લેવાતા એવા નિરૂપલેપ હતા. કાંસાનું પાત્ર જેમ જળથી લેપાતું નથી, તેમ ભગવંત પણ સ્નેહાદિ જળથી નિર્લેપ હતા. શંખ પર જે રીતે કોઈ રંગની અસર થતી નથી. તેમ ભગવંત પણ રાગદ્વેષાદિ રંગથી ન રંગાતા એવા નિરંજન હતા. જીવની માફક અપ્રતિહત ગતિવાળા હતા. આકાશની માફક આલંબન રહિત હતા. વાયુની માફક પ્રતિબદ્ધ વિહારી હતા. શરદઋતુના જળની માફક નિર્મલ હૃદયવાળા હતા. કમળના પત્રની માફક નિરૂપલેપ હતા. કાચબાની માફક ગુપ્ત ઇન્દ્રિય (ઇન્દ્રિયોને ગોપવીને રાખનારા) હતા. ગેંડાને જેમ એક શીંગડુ હોય છે તેમ રાગદ્વેષ રહિત એકાકી, પક્ષીની જેમ વિપ્રમુક્ત (પ્રતિબદ્ધતા રહિત), ભારંડ પક્ષીની માફક અપ્રમત્ત, કર્મરૂપી શત્રુઓને હણવા માટે હાથી જેવા શૂરવીર, સ્વીકારેલા મહાવ્રતનો ભાર વહન કરવામાં સમર્થ હોવાથી વૃષભની જેમ પરાક્રમી, સિંહની જેમ દુર્ઘર્ષ એટલે પરાભવ ન પામે તેવા, મેરૂ પર્વતની જેમ નિશ્ચલ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્યુલેશ્યાવાળા, સૂર્ય જેવા દેદીપ્યમાન, સુવર્ણની જેમ અતિદીપ્ત, કાંતિવાળા, પૃથ્વીની માફક સર્વ પ્રકારના સ્પર્શને સમભાવે સહન કરનારા, ઘી વગેરેથી અત્યંત દીપ્ત થયેલા અગ્રિની માફક જ્ઞાન અને તપરૂપ તેજ વડે દીપતા હતા. ભગવંત આવા સ્વરૂપના અણગાર થયા અથવા ભગવંત આવા સ્વરૂપવાળા અણગાર હતા. ભગવંતને અપાયેલ એકવીશ ઉપમા વિષયક બે સંગ્રહણી ગાથામાં છે. તે ઉપમાના નામ આ રીતે છે – (ભગવંત) કાંસાનું વાસણ, શંખ, જીવ, આકાશ, વાયુ, શરદઋતુનું જળ, કમળપત્ર, કાચબો, પક્ષી, ખગી, ભારંગપક્ષી, હાથી, વૃષભ, સિંહ, ગિરિરાજ (મેરૂ પર્વત), અશુભ, સાગર, ચંદ્ર, સૂર્ય, સુવર્ણ, પૃથ્વી અને હુતાશન (અગ્નિ) આવી એકવીશ ઉપમા સદશ હતા. ૦ ભગવંતનો પ્રતિબંધ અભાવ : ભગવંતને કોઈપણ પ્રકારનો પ્રતિબંધ ન હતો. તે પ્રતિબંધ ચાર પ્રકારે કહ્યો છે. તે આ પ્રમાણે :- ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪. ભાવથી. દ્રવ્યથી સચિત્ત, અચિત્ત અને મિશ્ર. આ ત્રણમાંથી કોઈપણ પ્રકારે આ દ્રવ્યો મારા છે, એવો આશયરૂપ પ્રતિબંધ ભગવંતને નથી. ક્ષેત્રથી ગામમાં, નગરમાં, અરણ્યમાં, ખેતરમાં, ખળામાં, ઘરમાં, આંગણમાં કે આકાશમાં. એ પ્રમાણે કોઈપણ ગામ–ઘર આદિ આ મારા છે એ પ્રમાણે સંસારનો બંધ કરનાર આશયરૂપ પ્રતિબંધ ભગવંતને નથી. કળથી અત્યંત સૂક્ષ્મ કાળરૂપ સમય, અસંખ્યાત સમયરૂપ આવલિકા, આનપ્રાણ ( શ્વાસોચ્છુવાસ), સાત ઉચ્છવાસ પ્રમાણવાળા સ્ટોકમાં, ઘડીના છઠા ભાગરૂપ ક્ષણમાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386