Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 358
________________ તીર્થકર ચરિત્ર-ભમહાવીર–કથા ૩૫૭ અને છિદ્રરહિત હતા. હથેળી લાલ, ઉજ્વલ, રુચિર, સ્નિગ્ધ અને કોમળ હતી. હથેળીમાં ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર, દક્ષિણાવર્ત સ્વસ્તિકની શુભ રેખાઓ હતી. વક્ષ:સ્થળ સ્વર્ણ શિલાતલ સમાન ઉજ્વલ, પ્રશસ્ત, સમતલ, ઉપચિત, વિસ્તીર્ણ, પૃથુલ હતું. તેના પર શ્રી વત્સનું ચિન્હ હતું. દેહની માંસલતાને કારણે હાડકાં દેખાતા ન હતા. તેમનું શરીર સ્વર્ણ સમાન કાંતિમાનું, નિર્મલ, સુંદર, નિરુપહત હતું. તેમાં ઉત્તમ પુરુષના ૧૦૦૮ લક્ષણ વિદ્યમાન હતા. શરીરનો પાર્થ ભાગ ક્રમિક અવનત, ઉચિત, પ્રમાણયુક્ત, સુંદર, શોભન, દર્શનીય, રમણીય અને પરિમિત માત્રાવાળો પુષ્ટ હતો. તેમની રોમરાજિ સરળ, સમ–મિલિત, ઉત્તમ, પાતળી, કાળી, સ્નિગ્ધ, આદેય, લલિત અને રમણીય હતી. મત્સ્ય અને પક્ષી સમાન સુંદર અને પુષ્ટ કુક્ષિ હતી. ઉદર મત્સ્ય સમાન સુંદર હતું. ઇન્દ્રિયો સ્વચ્છ અને નિર્લેપ હતી. તેમનો આંત્ર સમૂહ નિર્મલ હતો. તેમની નાભિ કમલ સમાન વિકટ, ગંગાના આવર્ત જેવી ગોળ, દક્ષિણાવર્ત, સૂર્ય વિકાસી કમળ સમાન ખીલેલી હતી. તેમના દેહનો મધ્યભાગ ત્રિકાષ્ઠિકા, મૂસલ, દર્પણના હાથાનો મધ્યભાગ, તલવારની મૂઠ તથા ઉત્તમ વજ સમાન ગોળ અને પાતળો હતો. કટિપ્રદેશ સ્વસ્થ, પ્રમુદિત, ઉત્તમ ઘોડા તથા ઉત્તમ સિંહની કમર જેવો ગોળ હતો. ભગવંતનો ગુહ્ય પ્રદેશ ઉત્તમ અશ્વના ગુહ્ય પ્રદેશ સમાન તથા આકીર્ણ જાતિના અશ્વ સમાન નિરૂપલેપ હતો. શ્રેષ્ઠ હાથી સમાન પરાક્રમ અને ગતિ હતા. હાથીની સૂંઢ સમાન સુંદર જંઘાઓ હતી. ઘુંટણ ડબ્બીના ઢાંકણની જેમ નિગૂઢ હતા. તેમની જંઘા હરિણીની જંઘા સમાન, કરવિંદાવર્ત સમાન ગોળ, પાતળી, ઉપરથી મોટી, ક્રમશઃ પાતળી હતી. ઘુંટણ સુંદર, સુગઠિત અને નિગૂઢ હતા. પ્રભુના પગ સુપ્રતિષ્ઠ, કાચબા જેવા ઉન્નત્ત અને મનોજ્ઞ હતા. તેમના પગની આંગળીઓ ક્રમશ: ઉચિત આકારવાળી અને સુસંકત હતી. તેમના નખ ઉન્નત્ત, પાતળા, તાંબા જેવા લાલ અને સ્નિગ્ધ હતા. પગના તળીયા રક્તકમલ દલ સમાન લાલ, સુકુમાર અને કોમળ હતા. ભગવંતના શરીરમાં ઉત્તમ પુરુષોના ૧૦૦૮ લક્ષણો હતા. તેમના પગ પર્વત, નગર, મગર, સાગર તથા ચક્રરૂપ ઉત્તમ ચિહ્નો અને સ્વસ્તિક મંગલ આદિથી અંકિત હતા. તેમનું રૂપ વિશિષ્ટ હતું. તેમનું તેજ નિધૂમ અગ્નિજ્વાલા, વિસ્તીર્ણ વિદ્યુત્ તથા અભિનવ સૂર્ય કિરણ સમાન હતું. તેઓ કર્માસ્ત્રવ, મમત્વ, પરિગ્રહ રહિત હતા. ભવ પ્રવાહને ઉચ્છિન્ન કરેલ હતો. તેઓ નિરૂપલેપ હતા. પ્રેમ, રાગ, દ્વેષ, મોહનો તેમણે નાશ કરેલ હતો. તેઓ નિગ્રંથ પ્રવચનના ઉપદેશ, ધર્મ શાસનના નાયક, પ્રતિષ્ઠાપક તથા શ્રમણગણના સ્વામી હતા. શ્રમણાદિ વંદથી પરિવરિત હતા. તીર્થકરોના ચોત્રીશ અતિશયો અને વાણીના પાત્રીશ અતિશયોથી યુક્ત હતા. આકાશમાં રહેલા એવા ચક્ર, છત્ર, ચામર, સ્ફટિક મણિમય અને પાદપીઠયુક્ત સિંહાસન વડે યુક્ત હતા. તેમની આગળ ધર્મધ્વજ ફરકતો હતો. (ભગવંત મહાવીરની ગુણસ્તુતિ સૂયગડાંગ આગમમાં “મહાવીરથ” નામે અધ્યયનમાં છે.) ૦ ભગવંત મહાવીરના અંતેવાસી શ્રમણોનું સ્વરૂપ : | ( આગમ સંદર્ભ :- ઉવવાઈ સૂત્ર ૧૪ થી ૧૭ અને ૨૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386