Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 359
________________ ૩૫૮ આગમ કથાનુયોગ-૧ તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી ઘણાં શ્રમણો સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. તેમાંના અનેક શ્રમણો એવા હતા જે ઉગ્ર, ભોગ, રાજન્ય, જ્ઞાત, કુરુવંશીય, ક્ષત્રિય, સુભટ, યોદ્ધા, સેનાપતિ, પ્રશાસ્તા, શ્રેષ્ઠી, ઇભ્ય વર્ગોમાંથી દીક્ષિત થયા હતા. બીજા પણ ઘણાં ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, સુંદર રૂપ, વિનય, વિજ્ઞાન, વર્ણલાવણ્ય, વિક્રમ, સૌભાગ્ય તથા કાંતિ વડે સુશોભિત, વિપુલ ધનધાન્યનો સંગ્રહ અને પારિવારિક સુખસમૃદ્ધિથી યુક્ત, રાજસી ઠાઠ-માઠવાળા હતા અને ઇચ્છિત શુદ્ધ રૂપ આદિ ઇન્દ્રિય વિષયોમાં તલ્લીન રહેતા હતા. પરમ વિલાસી અને સુખસાધનો તથા વૈભવ વચ્ચે લાલિતપાલિત અને પોષિત થયા હતા. જેઓએ સાંસારિક ભોગ સુખને કિંપાક ફળ સમાન અસાર, જીવનને જળના પરપોટા તથા ઘાસના તણખલાં ઉપર રહેલ જળબુંદ માફક ચંચળ સમજીને, સાંસારિક અસ્થિર પદાર્થોને વસ્ત્ર પર લાગેલી ધૂળ સમાન ખંખેરીને, સુવર્ણાદિનો પરિત્યાગ કરીને શ્રમણ જીવનમાં દીક્ષિત થયા હતા. તેમાંથી કેટલાંકને દીક્ષિત થયે પંદર દિવસ, કેટલાંકને મહિનો, બે મહિના યાવત્ અગિયાર મહિનાનો દીક્ષાપર્યાય હતો. કેટલાંકને એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ યાવતુ કેટલાંકનો અનેક વર્ષનો દીક્ષા પર્યાય હતો. તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી ઘણાં નિર્ચન્થો સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતા વિચરણ કરી રહ્યા હતા. તેમાંના કેટલાંક મતિજ્ઞાની યાવતુ કેવળજ્ઞાની હતા. કેટલાંક મનોબલી, વચનબલી, તથા કાયબલી હતા. કેટલાંક જ્ઞાનબલી, દર્શનબલી તથા ચારિત્રબલી હતા. કેટલાંક મનથી કે વચનથી કે શરીરથી અપકાર કે ઉપકાર કરવામાં સમર્થ હતા. કેટલાંક ખેલૌષધિ, કેટલાંક જલૌષધિ, વિપ્રૌષધિ, આમëષધિ, સર્વોષધિ આદિ લબ્ધિ પ્રાપ્ત હતા. કેટલાંક કોષ્ઠબુદ્ધિ, કેટલાંક બીજબુદ્ધિ, પટબુદ્ધિ, પદાનુસારી લબ્ધિ પ્રાપ્ત હતા. કેટલાંક સંભિન્નશ્રોત, કેટલાંક ક્ષીરાશ્રવ, મધ્વાત્સવ, અર્પિરાસ્ત્રવ કે અક્ષિણમહાનસ લબ્ધિવાળા હતા. કેટલાંક ઋજુમતિ, કેટલાંક વિપુલમતિ મન:પર્યવજ્ઞાનના ધારક હતા. કેટલાંક ચારણ લબ્ધિધારી, કેટલાંક વિદ્યાધર, આકાશગામી લબ્ધિવાન્ હતા. તે શ્રમણોમાં કોઈ કનકાવલિ તપોકર્મમાં લીન હતા. કેટલાંક એકાવલી, લઘુસિંહ નિષ્ક્રીડિત કે માસિંહનિષ્ક્રીડિત તપ તપતા હતા. એ જ પ્રમાણે કેટલાંક ભદ્રપ્રતિમા, મહાભદ્રપ્રતિમા, સર્વતોભદ્રપ્રતિમા આદિ પ્રતિમા ધારણ કરેલ હતા. કેટલાંક આયંબિલ વર્તમાન તપ કરતા હતા. કેટલાંક શ્રમણો એક માસિક ભિક્ષુપ્રતિમાં પ્રતિપન્ન હતા. કેટલાંક બેમાસિક, ત્રિમાસિક યાવત્ સપ્તમાસિક ભિક્ષુ પ્રતિમાં પ્રતિપન્ન હતા. કેટલાંક પ્રથમ સાત રાત્રિદિવસ ભિક્ષુ પ્રતિમાપારી હતા યાવત્ કેટલાંક ત્રીજી સાત રાતદિવસ ભિક્ષપ્રતિપાધારી હતા. કોઈ એક અહોરાત્ર તો કોઈ એકરાત્રિક ભિક્ષુપ્રતિમાપારી હતા. કોઈ સમ સપ્તમિકા કોઈ અષ્ટઅષ્ટમિકા, કોઈ નવનવમિકા, કોઈ દશદશમિકા ભિક્ષુપ્રતિમા ધારક હતા. કોઈ લઘુમોક પ્રતિમા ધારી હતા તો કોઈ મહામોક પ્રતિમાપારી હતા. એ જ રીતે યવમધ્ય, વજમધ્ય ચંદ્ર, વિવેક, વ્યુત્સર્ગ, ઉપધાન કે પ્રતિસંલિન પ્રતિમા પ્રતિપન્ન હતા. તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી ઘણાં સ્થવીર ભગવંતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386