Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 357
________________ ૩૫૬ આગમ કથાનુયોગ-૧ સમાન, ત્રાણરૂપ, શરણરૂપ, ગતિ અને આધારરૂપ, ચાર અંતવાળી પૃથ્વીના અધિપતિ સમાન શ્રેષ્ઠ ધર્મચક્રવર્તી, અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાનદર્શનના ધારક, છદ્મસ્થપણાથી રહિત, જિન–જિતનાર, જિતાવનાર, તીર્ણ, તારક, મુક્ત, મોચક, બુદ્ધ, બોધક, સર્વજ્ઞ, સર્વદર્શી શિવ, અચલ, નિરૂપદ્રવ, અંતરહિત, ક્ષયરહિત, બાધારહિત, અપુનરાવર્તન રૂ૫ એવી સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરવાવાળા હતા. તે કેવળજ્ઞાન સંપન્ન જિન-અર્હત્ ભગવંત મહાવીર સાત હાથ ઊંચા હતા. સમચતુરસ્ત્ર સંસ્થાન સંસ્થિત, વજઋષભનારાચ સંડનન યુક્ત હતા. શરીરના અન્તર્વર્તી પવનના ઉચિત વેગથી યુક્ત, કંક પક્ષી માફક નિર્દોષ ગુદાશય યુક્ત, કબૂતર જેવી પાચન શક્તિવાળા, પક્ષીની માફક નિર્લેપ અપાન સ્થાનયુક્ત હતા. ભગવંત સુંદર પૃષ્ઠ, પાર્શ્વભાગ તથા જંઘાવાળા હતા. પદ્મ અને નીલકમલની ગંધ સદશ સુગંધિત શ્વાસોચ્છવાસ યુક્ત મુખવાળા હતા. ઉત્તમ ત્વચાયુક્ત, નિરોગી, ઉત્તમ–પ્રશસ્ત અત્યંત શ્વેત માંસયુક્ત હતા. પરસેવો, મેલ, ધબ્બા, સ્વેદ તથા રજદોષ વર્જિત નિર્મલ શરીરવાળા, નિરુપલેપ દીતિ વડે ઉદ્યોતિત પ્રત્યેક અંગવાળા હતા. અત્યધિક સઘન, સુબદ્ધ સ્નાયુબંધ સહિત, ઉત્તમ લક્ષણમય પર્વતના શિખર સમાન ઉન્નત મસ્તકવાળા હતા. ભગવંતના મસ્તકના વાળ સેમલના રૂ સમાન મૃદુ, અતિ નિબિડ (ધન), વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, શ્લષ્ણ, સુરભિત, સુંદર, ભુજમોચક, નીલમ, ભૃગ, નીલ, કજ્જલ, પ્રહષ્ટ, ભ્રમરવૃંદ જેવા ચમકતા, કાળા, ઘુંઘરાયા હતા. દાડમના ફૂલ, તપેલા સોનાની દીપ્તિ સમાન લાલ, નિર્મળ અને સ્નિગ્ધ ભગવંતના મસ્તકની ત્વચા હતી. તેમનું મસ્તક સઘન અને છત્રાકાર હતું. કપાળ વ્રણ, ફોડા ફન્સી આદિના ઘાવરહિત, સમતલ, સુંદર અને શુદ્ધ અર્ધ ચંદ્ર સમાન ભવ્ય હતું. મુખ પૂર્ણ ચંદ્ર સમાન સૌમ્ય હતું. કાન મુખ સમાન સુંદર અને પ્રમાણોપેત હતા. કપાળ, માંસલ અને પરિપુષ્ટ હતું. ભ્રમર કંઈક ખેંચાયેલા ધનુષ્ય સમાન સુંદર, કાળા વાદળની રેખા સમાન કૃશ, કાળી અને સ્નિગ્ધ હતી. ભગવંતના નયન ખીલેલા કમળ સમાન, આંખ પાસદશ વિકસિત, ધવલ તથા પાતળી હતી. નાક ગરૂડની ચાંચ સમાન સીધું અને ઉન્નત્ત હતું. હોઠ બિંબફળ અને મુંગા સમાન લાલ હતા. દંત પંક્તિ શ્વેત ચંદ્રમા સમાન વિમલ, નિર્મલ શંખ, ગાયની દૂધના ફીણ, કુંદ પુષ્પ જલકણ, મૃણાલ સમાન શ્વેત હતી. દાંત અખંડ, પરિપૂર્ણ, અસ્ફટિત, નિર્મલ, અવિરલ, સ્નિગ્ધ, આભામય, સુજાત હતા. અનેક દાંત એક દંતશ્રેણી જેવા લાગતા હતા. જિભ અને તાળવું અગ્રિમાં તપાવેલ અને જળથી ધોયેલ સ્વર્ણ સમાન લાલ હતા. તેમના દાઢીમૂછ અવસ્થિત, સુવિભક્ત હતા. દાઢી માંસલ, સુગઠિત, પ્રશસ્ત તથા સિંહ સમાન વિપુલ હતી. ડોક ચાર અંગુલ પ્રમાણ તથા ઉત્તમ શંખ સદશ હતી. ભગવંતના ખભા મહિષ, વરાહ, સિંહ, ચિત્તો, વૃષભ તથા ઉત્તમ હાથીના સ્કંધ સમાન પરિપૂર્ણ અને વિસ્તીર્ણ હતા. તેમની ભૂજા ગાડીના ચૂપ સમાન ગોળ અને લાંબી, સુદઢ, રમણીય, સુપુષ્ટ, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, ધન, સ્થિર, સુસંબદ્ધ, નગરની અર્ગલા સમાન ગોળ હતી. તેમના બાહુ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે નાગરાજ દ્વારા ફેલાવાયેલ વિશાળ શરીર સદશ દીર્ધ હતી. તેમના હાથ ઉન્નત્ત, કોમળ, માંસલ, સુગઠિત, શુભ લક્ષણયુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386