Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 363
________________ ૩૬૨ આગમ કથાનુયોગ-૧ અદત્તના આદાનથી, મૈથુનથી અને પરિગ્રહથી વિરમવું તે. (૭) જ્યેષ્ઠ કલ્પ : મોટા–નાનાપણાનો વ્યવહાર. ભ૦મહાવીરના સાધુઓને વડી દીક્ષાથી (છેદોપસ્થાપનીયચારિત્રથી) મોટા–નાનાપણાનો વ્યવહાર હોય છે. કેમકે ભ૦મહાવીરના સાધુઓ માટે સંયમ બે ભેદે છે. સામાયિક અને છેદોપસ્થાપનીય અર્થાત્ દીક્ષા અને વડીદીક્ષા. (૮) પ્રતિક્રમણ કલ્પ : ભ૦મહાવીરના સાધુઓને અતિયાર લાગે અથવા ન લાગે તો પણ સવાર અને સાંજ (અર્થાત્ રાઈય અને દિવસિય) બંને વખત અવશ્ય પ્રતિક્રમણ કરવું. વળી ભ મહાવીરના સાધુઓને પાંચ પ્રકારે પ્રતિક્રમણ કહ્યા છે. દેવસિય, રાઈય, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિકા (૯) માસકલ્પ : ભ૦મહાવીરના સાધુઓને ચાતુર્માસ સિવાયના ગ્રીષ્મ અને હેમંતકાળમાં એક જ સ્થાને વધુમાં વધુ એક માસ રહેવું કલ્પ. કદાચ દુષ્કાળ, અશક્તિ, રોગ વગેરેના કારણે એક મહિનાથી વધુ રહેવું પડે તો ઉપાશ્રય બદલે, ઉપાશ્રયનો ખૂણો બદલે પણ તે જ સ્થાને ન રહે. બૃહત્કલ્પ ભાષ્યમાં વર્ષાવાસ કાળે ચાર માસ અને શેષકાળે એક માસનું પરમ પ્રમાણ કહ્યું છે. (૧૦) પર્યુષણા કલ્પ :– પર્યુષણા એટલે સાધુઓએ વર્ષાવાસમાં એક સ્થળે રહેવું તે. ભ૦મહાવીરના સાધુઓ માટે જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પ્રકારે પર્યુષણા કલ્પ કહ્યો છે. જઘન્ય અર્થાત્ સંવત્સરી પ્રતિક્રમણથી માંડીને કાર્તિક ચોમાસી પ્રતિક્રમણ પર્યત સીત્તેર દિવસ રહેવું તે. ઉત્કૃષ્ટ પર્યુષણા અર્થાત્ અસામાં ચોમાસી પ્રતિક્રમણથી કાર્તિક ચોમાસી પ્રતિક્રમણ પર્યત ચાર માસ એક સ્થાને વસવું તે. (આ રીતે સંક્ષેપથી ભ૦મહાવીરના સાધુઓ માટે દશ પ્રકારનો કલ્પ કહ્યો. જો કે તેમાં અપવાદ પ્રતિ અપવાદ પણ છે. જે નિશીથ, બૃહતુભાષ્ય, કલ્પસૂત્રની ચૂર્ણિ વૃત્તિ આદિ અન્ય આગમોથી જાણવા. તે “ચરણ કરણાનુયોગનો વિષય હોવાથી અત્રે તેની વિશેષ ચર્ચા કરેલ નથી) ૦ ભ૦મહાવીર દ્વારા દીક્ષિત રાજા અને અન્ય : શ્રમણ ભગવંત મહાવીરના ઉપદેશથી મુંડિત થઈ ગૃહવાસનો ત્યાગ કરી આઠ રાજાઓએ અનગારિક પ્રવજ્યા ગ્રહણ કરી. જેમકે – ૧. વીરાંગદ, ૨. વીરયશ, 3. સંજય, ૪. એણેયક, ૫. શ્વેત, ૬. શિવ, ૭. ઉદાયન, ૮. શંખ (કાશીવર્ધન) – જુઓ ઠાણાંગ–૭૩૨ ભગવંતના ત્રીશ વર્ષના કેવલી પર્યાયમાં અનેક વ્યક્તિને દીક્ષા આપી. ભગવંત મહાવીરને ૧૪,૦૦૦ શિષ્યો થયા. તેમાંના કેટલાંક પાત્રોના કથાનક આગમમાં દૃષ્ટિગોચર થાય છે. તે આ પ્રમાણે (અગિયાર ગણધર અને ઉપરોક્ત આઠ રાજા ઉપરાંત) મેઘકુમાર, ઋષભદત્ત, રોહ, અતિમુક્ત, કાલાશ્કવેસિયપુત્ર, જમાલ, નિયંઠિપુત્ર, નારયપુત્ર, શ્યામહસ્તી, આર્ટક, પુદ્ગલ, સર્વાનુભૂતિ, સુદર્શન, માર્કદીયપુત્ર કુરુદત્તપુત્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386