Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 351
________________ ૩૫૦ આગમ કથાનુયોગ-૧ નથી. આ રીતે અગ્નિખૂણાની ત્રણ પર્ષદા થઈ. ભવનપતિ પછી જ્યોતિષ્ક પછી વ્યંતરની દેવીઓ દક્ષિણદ્વારેથી પ્રવેશ કરી તીર્થકરને પ્રદક્ષિણા આપી, વંદન કરી નૈઋત્ય ખૂણામાં ઊભી રહે છે. ભવનવાસિણી દેવી પછી જ્યોતિષિણી દેવી પછી વ્યંતરી દેવી. આ રીતે ત્રણ પર્ષદા મૈઋત્ય ખૂણામાં થઈ. ભવનપતિ દેવો, જ્યોતિષ્ક દેવો, વ્યંતર દેવો પશ્ચિમ દિશાના દ્વારેથી પ્રવેશ કરીને ભગવંતને પ્રદક્ષિણા દઈ, વંદના કરી પૂર્વવત્ વાયવ્ય ખૂણામાં બેસે છે. (જો કે અહીં આવશ્યક ચૂર્ણિ અને વૃત્તિમાં વંતિ / તિત્તિ શબ્દ વાપરેલ છે.) ભવનપતિ દેવ પાછળ જ્યોતિષ્ક દેવ પાછળ વ્યંતર દેવ એ ક્રમ જાણવો. એ રીતે ત્રણ પર્ષદા વાયવ્ય ખૂણામાં થઈ. - વૈમાનિક દેવો, મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓ ઉત્તર દિશાના દ્વારેથી પ્રવેશ કરીને ભગવંતને પ્રદક્ષિણા દઈ, વંદના કરી પૂર્વવત્ યથાક્રમે ઇશાન ખૂણામાં બેઠા **(અહીં પણ આવશ્યક ચૂર્ણિ અને વૃત્તિમાં ટાવંતિ | તિત્તિ શબ્દ વાપરેલ છે.) આ રીતે ત્રણ પર્ષદા ઇશાન ખૂણામાં થઈ. ૦ બાર પર્ષદા વિષયક કંઈક સ્પષ્ટીકરણ : ૧. ઉક્ત બાર પર્ષદ કથન સર્વ સામાન્ય છે. મહાવીર સ્વામીના કેવળજ્ઞાન પછીનું અને તીર્થ સ્થાપના પૂર્વેનું સમવસરણ હોવાથી શ્રમણ–શ્રમણીઓના સ્થાન ખાલી હતા. ૨. આવશ્યક નિર્યુક્તિ પ૬૦ની ચૂર્ણિ અને વૃત્તિમાં જણાવે છે કે, દેવ-દેવીનો જે પરિવાર જેની નિશ્રામાં આવેલ હોય તે પરિવાર તે–તે દેવ કે દેવીની પાસે જ રહે છે. અન્ય સ્થાને રહેતો નથી. ૩. આવશ્યક વૃત્તિકાર જણાવે છે કે, મૂલ ટીકાકારે ભવનપતિ આદિ દેવીના વિષયમાં બેસે છે કે, ઊભી રહે છે તેવો કોઈ સ્પષ્ટ નિર્દેશ કરેલો નથી. તેમણે માત્ર અવસ્થાનમ્ - “રહે છે' એટલો જ ઉલ્લેખ કર્યો છે. પરંતુ પૂર્વાચાર્યોના ઉપદેશથી લખાયેલ પટ્ટક આદિ ચિત્રકર્મોને આશ્રિને કહ્યું છે કે, બધી જ દેવીઓ ઊભી રહે છે પણ બેસતી નથી, દેવો, પુરુષો, સ્ત્રીઓ બેસે છે તેમ પ્રતિપાદન કરેલ છે. ૪. આવશ્યક ભાષ્ય ૧૧૬ થી ૧૧લ્માં તો બારે પર્ષદામાં “વિતિ' શબ્દનો પ્રયોગ કરેલ છે. છેલ્લે વંતિ શબ્દ લખ્યો છે અર્થાત્ “બે હાથની અંજલિ જોડીને તેમ સમજવું. ૫. આવનિ. પ૬૧ ફક્ત વિશેષતા દર્શાવતા જણાવે છે કે, અગ્નિ અને ઇશાન ખૂણાની પહેલી અને છેલ્લી ત્રિકમાં પુરુષ અને સ્ત્રી વર્ગ બંને હોય છે. જ્યારે નૈઋત્ય દિશાની ત્રિકમાં માત્ર સ્ત્રી (દેવી) વર્ગ હોય છે અને વાયવ્યમાં માત્ર દેવો હોય છે. – પર્ષદામાં દેવો અને મનુષ્યની સ્થિતિની વિશેષતા જણાવતા નિર્યુક્તિકાર લખે છે કે, જે અલ્પઋદ્ધિવાળા ત્યાં પ્રથમથી આવેલા હોય તે મહાદ્ધિવાળા જે કોઈ આવે તેને નમસ્કાર કરે છે. જો મહાદ્ધિવાળા પહેલેથી આવેલા હોય તો પછી આવનારા અલ્પદ્ધિવાળા તેમને નમન કરીને આગળ જાય છે. પ્રભુના સમવસરણમાં કોઈને પ્રતિબંધ નથી, કોઈ જાતની વિકથા નથી, પરસ્પર વિરોધી જીવને કોઈને ઇર્ષ્યા કે ભય હોતો નથી, કષ્ટ કે પીડા કરતા નથી. એવો ભગવંતનો પ્રભાવ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386