Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 354
________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૩૫૩ પુરુષ સિવાયનો કોઈ અન્ય પુરુષ ઓચિંતો જ આવીને ભગવનના આગમનાદિનું કથન કરે. તેને પરમહર્ષથી અપાતું દાન પ્રીતિદાન કહેવાય છે. નિયુક્ત પુરુષને ચક્રવર્તી સાડાબાર કરોડ સુવર્ણનું, વાસુદેવ સાડા બાર કરોડ રૂપાનું અને માંડલિક રાજા સાડા બાર હજાર રૂધ્યકનું વૃત્તિદાન આપે છે. જ્યારે પ્રીતિદાન અનિયત હોય છે. બીજા મતે સાડા બાર લાખનું પ્રીતિદાન કર્યું છે. આવું દાન પોતાની ભક્તિથી વૈભવને અનુરૂપ શ્રેષ્ઠી, ધનપતિ વગેરે પણ આપતા હોય છે. આ દાનના ગુણો – જેમ દેવો ભગવંતની ભક્તિ કરે છે, તેની અનવૃત્તિરૂપે તથા ભગવદ્ ભક્તિ અર્થે આ દાન દેવાય છે. તેનાથી પૂજા, અભિનવ શ્રાવકોનું સ્થિરીકરણ, સાતા વેદનીય કર્મનો બંધ અને તીર્થની પ્રભાવના થાય છે. ૦–૮ દેવમાલ્ય વિધિ : ભગવંત જ્યારે પ્રથમ સંપૂર્ણ પોરિસિમાં ઘર્મકથન કરે છે ત્યારે વચમાં દેવમાલ્ય અર્થાત્ બલિ લાવવામાં આવે છે. રાજા કે અમાત્ય કે નગરજન ખાંડેલા છડેલા અર્ધપક્વ ચોખા આઢક પ્રમાણ લાવે છે. આ ચોખા અખંડ-અછૂટિત હોય છે. દેવો તેમાં ગંધાદિનો પ્રક્ષેપ કરે છે. ૦-૯ માલ્ય આનયન વિધિ : - ઉપરોક્ત બલિને દેવોસહિત રાજા વગેરે લઈને આવે ત્યારે વાજિંત્રોના નાદ વડે દશે દિશાઓને ગુંજિત કરે છે. પૂર્વ ધારેથી પ્રવેશ કરે છે. તે સમયે ભગવંત પણ દેશનાને વિરામ આપે છે. પછી રાજા વગેરે સર્વે ભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપે છે. પછી બલિનો થાળ લાવી ભગવંતના ચરણની સમીપે સન્મુખ બલિને ફેંકવામાં આવે છે. તેમાંથી પડ્યા પહેલાં જ અર્ધા બલિને દેવોને ગ્રહણ કરી લે છે. અર્ધાનો અર્ધ ભાગ તે બલિના સ્વામી રાજા વગેરે લઈ લે છે. બાકીના ભાગનો બલિ સામાન્ય જનસમુદાય ગ્રહણ કરે છે. તે ચોખાનો એક દાણો પણ માથા ઉપર પ્રક્ષેપ કરવાથી પૂર્વના સર્વ રોગ ઉપશાંત થાય છે. નવા રોગ છ માસ સુધી થતા નથી. ભગવંતની દેશના પૂરી થયા બાદ ભગવંત પહેલા ગઢના ઉત્તર દ્વારેથી નીકળીને ઇશાન ખૂણામાં રહેલ દેવચ્છેદકમાં યથાસુખ સમાધિમાં રહે છે. બીજી પોરિસિમાં પહેલા કે અન્ય કોઈ ગણધર અર્થની દેશના આપે છે. તેમ કરવાથી ભગવંતને વિશ્રામ મળે છે અને ભગવંતની ઉપસ્થિતિમાં જ શિષ્યોના ગુણની ખ્યાતિ થાય છે. આચાર્યાદિના ક્રમનું ઉપદર્શન થાય છે. (આ પ્રમાણે સામાન્યથી સમવસરણ વક્તવ્યતા જણાવી.) હવે ભગવંત મહાવીર જ્યારે સમવસરણમાં પધાર્યા ત્યારે–દેવો દ્વારા જયકાર શબ્દ થતો હતો તેના ધ્વનિ સાથે દિવ્યદુંદુભિ તો નાદ ગુંજતો હતો. સ્વર્ગની અપ્સરાઓ સહિત દેવોનું વૃંદ આવી રહ્યું હતું. યજ્ઞપાટકની નિકટ જ્યારે આ સર્વે લોકોનું વૃંદ આવ્યું ત્યારે તે દિવ્ય દેવઘોષ સાંભળીને સોમિલ બ્રાહ્મણને ત્યાં યજ્ઞ માટે પધારેલા બ્રાહ્મણો ખુશ થઈ ગયા. ખરેખર! આશ્ચર્યની વાત છે કે, દેવો પણ આ યજ્ઞમાં આવી રહ્યા છે. ભગવંતના થનારા અગિયાર ગણધરો, ઉત્તમ જાતિવાળા, વિશાળ કુળ અને વંશવાળા તે મધ્યમા પાપાનગરીના તે યજ્ઞપાટકે ૧૨૩. Jain Cucation..ternational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386